ETV Bharat / state

Ahmedabad News : ટ્રાફિક પોલીસની સજાગતાએ ફરી બચાવ્યો એક અમૂલ્ય જીવ, બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા સમયસર અપાયું CPR - સાચી સમયસૂચકતાથી બચ્યો જીવ

અમદાવાદ શહેર પોલીસને થોડાક સમય પહેલા આપવામાં આવેલી CPR ટ્રેનિંગે ફરીથી એક વ્યક્તિનો જીવ બચાવવામાં કારગત નીવડી છે. વિસનગરથી કેશોદ જઈ રહેલી એસટી બસના ડ્રાઇવરને હાર્ટ એટેક આવતા તેણે બસ રોકી દીધી હતી અને તે સમયે ત્યાંથી પસાર થતાં ટ્રાફિક પોલીસના જવાનોએ સમય સૂચકતા વાપરીને CPR આપીને પોતાની જ ગાડીમાં હોસ્પિટલમાં સમયસર પહોંચાડતા ડ્રાઈવરનો જીવ બચી ગયો છે. વાંચો કેવી રીતે ટ્રાફિક પોલીસની સમયસૂચકતાથી બચ્યો એક વ્યક્તિનો જીવ.

સીપીઆર ટ્રેનિંગથી ટ્રાફિક પોલીસે બચાવ્યો જીવ

author img

By

Published : Aug 16, 2023, 8:11 PM IST

Updated : Aug 17, 2023, 11:01 AM IST

Ahmedabad News

અમદાવાદઃ શહેરમાં સવારે 09:45 કલાકે વીસનગરથી કેશોદ તરફ જઈ રહેલી GSRTCની એસટી બસ તપોવન સર્કલથી વિસત સર્કલ તરફ પસાર થઈ રહી હતી. પેસેન્જર્સથી ભરેલી બસના ડ્રાઈવર સુરેશભાઈ શકરભાઈ ચૌધરીને અચાનક છાતીમાં દુખાવો થયો હતો. તેમણે બસ એક તરફ સાઈડમાં ઊભી રાખી હતી. અસહ્ય દુખાવો થતા તેઓ ડ્રાઈવર સીટ પર જ સૂઈ ગયા હતા. તે સમયે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના એલ ડિવિઝનના ત્રણ પોલીસકર્મીઓ ત્યાંથી પસાર થયા હતા. ઊભેલી બસ જોઈ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બસ ડ્રાઈવરને છાતીમાં દુખાવો થાય છે.

તાત્કાલીક કરાઈ CPR ટ્રીટમેન્ટઃ તરત જ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ, કોન્સ્ટેબલ નિકુલ ભાઈ અને બ્રિજેશ ભાઈએ ડ્રાઈવરને તેમણે CPR આપ્યું હતું. ત્યારબાદ 108ની રાહ જોયા વિના તેઓએ બસ ડ્રાઈવરને પોતાની જ ગાડીમાં બેસાડી ચાંદખેડાની SMC હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે ડ્રાઈવરને તપાસતા તેને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે સમયસર તેને CPR અને હોસ્પિટલમાં તબીબી સારવાર મળી રહેતા ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો.

ટ્રાફિક પોલીસ કર્મીઓ દ્વારા ખૂબ સારી કામગીરી કરી બસ ડ્રાઈવરનો જીવ બચાવાયો છે. તે પોલીસકર્મીઓને ઈનામ અને સન્માનપત્ર આપીને તેઓની પ્રોત્સાહન વધારવામાં આવશે...એન.એન ચૌધરી (જેસીપી, અમદાવાદ ટ્રાફિક પોલીસ)

ખૂબ જ કારગત છે CPR ટ્રેનિંગઃ અગાઉ પણ પોલીસે આ પ્રકારે CPRની મદદથી કાલુપુરમાં એક એક્ટિવા ચાલકનો જીવ બચાવ્યો હતો. કયું જ્ઞાન ક્યારે કામ આવશે તે કોઈ જાણતું નથી, પરંતુ અણીના સમયે જ્ઞાનથી કોઈનો જીવ બચે તે ખૂબજ આવકારદાયક છે. આ પ્રમણે જ આજે એસટી ડ્રાઈવરને આવેલા જીવલેણ હૃદયરોગના હુમલામાં ટ્રાફિક જવાનોની સમયસૂચકતાથી આ ડ્રાઈવરનો જીવ બચ્યો છે. આ ટ્રાફિક જવાનો સાક્ષાત દેવદૂત બનીને આવ્યા અને CPR ટ્રીટમેન્ટ કરવાથી એક પરિવારના મોભીનો જીવ બચ્યો અને સમગ્ર પરિવાર છિન્ન ભિન્ન થતા બચી ગયો.

  1. Police Investigation Medal : એક્સિલન્સ ઈન પોલીસ ઈન્વેસ્ટિગેશન 2023, ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ ઝળક્યા
  2. Ganeshotsav 2023: ગણેશજીની મૂર્તિના ઓર્ડર આપ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું !

Last Updated : Aug 17, 2023, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.