ETV Bharat / state

Ahmedabad Crime : મોજશોખ કરવા બારીમાંથી ઘુસીને લાખોની ચોરી કરનાર પૂર્વ ઘરઘાટી સહિત 3 આરોપી ઝડપાયા - Ahmedabad Police

અમદાવાદના સેટેલાઈટમાં 14 લાખની ચોરીનો મામલે 3 આરોપીઓને પોલીસ પકડી પાડ્યા છે. પૂર્વ ઘરઘાટીએ સાગરીતોને સાથે રાખીને બંગલાની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને લોકરની ઉઠાંતરી કરી હતી. શા માટે ચોરી કરવામાં આવી તેવું આરોપીને પૂછતા ચોંકાવનારો જવાબ આપ્યો હતો.

Ahmedabad Crime : મોજશોખ કરવા બારીમાંથી ઘુસીને લાખોની ચોરી કરનાર પૂર્વ ઘરઘાટી સહિત 3 આરોપી ઝડપાયા

author img

By

Published : May 3, 2023, 8:46 PM IST

અમદાવાદ : શહેરના પોશ વિસ્તાર સેટેલાઈટમાં 14 લાખ રોકડ રૂપિયાની ચોરી મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને પકડી પાડી 6 લાખ 75 હજાર જેટલી રોકડ રકમ પણ પોલીસે રિકવર કરી છે. બંગલામાં દોઢ મહિના પહેલા કામ કરતા પૂર્વ ઘરઘાટીએ પોતાની સાથે સાગરીતોને રાખીને બંગલામાં ચાલી રહેલા રીનોવેશનના સમયગાળા દરમિયાન બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને રોકડ રકમ ભરેલા લોકરની ઉઠાંતરી કરી હતી.

અમદાવાદના સેટેલાઈટમાં 14 લાખની ચોરીનો મામલે 3 આરોપીઓને પોલીસ પકડી પાડ્યા

શું છે સમગ્ર મામલો : અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં આવેલી ચરણકૃપા સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં 76 વર્ષીય વૃદ્ધા પરેશાબેન શાહે ફરિયાદ નોંધાવી છે. 30મી એપ્રિલના રોજ તેઓ ઘરમાં નીચેના માળે રસોડામાં રિનોવેશનનું કામ ચાલતું હોય, જેના કારણે નીચેના રૂમમાં બારી કાઢી નાખી હતી. 30મી એપ્રિલે રાતના સમયે તેઓના ઘરમાં અજાણ્યા વ્યક્તિએ પ્રવેશ કરીને ઘરમાં ઉપરના રૂમમાં મૂકેલી તિજોરીની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : Vadodara Crime : કંપનીના પતરા ઉંચા કરી ભંગાર સમજીને 1.44 કરોડની ચોરી કરનાર 8 મહિલાઓ ઝડપાઈ

કેવી રીતે આરોપી પકડાયા : જે બાદ ઘરમાં અને સોસાયટીમાં લાગેલા CCTV ફૂટેજ ચેક કરતા તેઓના ઘરમાં ઘૂસેલા માણસ દોઢેક મહિના પહેલા ત્યાં કામ કરતો ઘરઘાટી કિશન દેવડા જેવી હિલચાલ ધરાવતો હતો. તેમજ અન્ય ત્રણ શખ્સો પાછળના દરવાજેથી ઘરમાં ઘૂસીને ઘરમાં રહેલી તિજોરી, જેમાં 14 લાખ રૂપિયા રોકડા તેમજ અલગ અલગ બેંકોના 9 ચેક અને પેન ડ્રાઈવ મૂકી હતી. તે તિજોરીની જ ચોરી કરીને ફરાર થઈ જતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad Crime : સેટેલાઈટમાં પૂર્વ ઘરઘાટીએ લાખોની રોકડ ભરેલી તિજોરી ચોરી, સીસીટીવીના સહારે તપાસ શરુ

મોજશોખ માટે ચોરી : આ સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે CCTV ફૂટેજ મેળવી ગુનામાં સામેલ આરોપીઓને પકડી પાડ્યા છે. સેટેલાઇટ પોલીસે 12 મહિના આધારે નહેરુનગર પાસેથી આ ગુનામાં સામેલા પૂર્વ ઘરઘાટી બાલકૃષ્ણ ઉર્ફે બાલુ કિશન મીણા તેમજ ઈશ્વર મીણા અને વિનોદ મીણાની ધરપકડ કરી છે. આરોપીઓએ મોજ શોખ કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ પાસેથી પોલીસે 6.75 લાખ રૂપિયા રોકડ રકમ પણ કબજે કરી છે. જોકે આરોપીઓ સાથે સામેલ એક આરોપી અન્ય રોકડ રકમ લઈને રાજસ્થાન ફરાર થઈ ગયો હોય તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

પોલીસનું નિવેદન : આ અંગે ઝોન 7 DCP બી.યુ જાડેજાએ જણાવ્યું હતું કે આ મામલે આરોપીઓ ગુજરાત છોડીને ફરાર થાય તે પહેલા તેઓને પકડી પાડવામાં આવ્યા છે જોકે ગુનામાં સામેલ એક આરોપી ભાગી ગયો હોય તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.