ETV Bharat / state

અમદાવાદ: કોવિડ હોસ્પિટલ બહાર રમતા 3 બાળકોને તંત્રએ સાચવ્યાં

author img

By

Published : Apr 25, 2020, 12:11 AM IST

અમદાવાદ કોવિડ-19 માટે ખાસ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલના ક્લિન રૂમમાં રમતા ત્રણ બાળકોને જોઈને સમગ્ર હોસ્પિટલના સ્ટાફ પર સ્મિત આવ્યું હતું. જેમના પિતા શંકાસ્પદ દર્દી તરીકે દાખલ છે અને આ માસૂમ બાળકોને નર્સિંગ સ્ટાફ વાલી બનીને સાચવે છે. બાળકોને જમાડવા, રમાડવા અને જે જોઈએ તે લાવી આપવા માટે તંત્રએ જવાબદારી લીધી છે. આ બાળકોને શુક્રવારે સલામતીના કારણોસર શહેરના શાહીબાગ સ્થિત આશ્રય ગૃહમાં લઈ જવાયા હતા, ત્યારે સ્ટાફ પૈકી કેટલાય લોકોની આંખમાંથી આસું રોકાયા નહોતા.

etv bharat
અમદાવાદ: કોવિડ-19 હોસ્પિટલ બહાર રમતા 3 બાળકોને સાચવ્યા પ્રશાસને.

અમદાવાદ: 20 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સમાં એક દર્દીને લાવવામાં આવ્યો હતો. આ એમ્બ્યુલન્સમાં દર્દીને શંકાસ્પદ પોઝિટિવ હોવાનું માનીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

દર્દીની સાથે ત્રણ માસૂમ બાળકો પણ હતા. ૩ વર્ષની નાની જાનકી, ૬ વર્ષનો શૈલેષ અને અરૂણ દંતાણી નામના આ ત્રણ માસૂમ બાળકોના પિતાને તો સારવાર માટે દાખલ કરી દેવાયા. આ નિરાધાર બાળકો કોરોના માટેની ખાસ હોસ્પિટલના પ્રાંગણમાં રાત્રે એકલા રમી રહ્યા હતા. લઘર- વઘર પહેરવેશ, માથું ઓળ્યા વગરના વાળ અને ભૂખથી નંખાઇ ગયેલા ચહેરા તેમની હાલતની ચાડી ખાતા હતા. એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર સિવિલ હોસ્પિટલના બાળકોના ખાસ બનાવાયેલા વોર્ડમાં આ બાળકોને ટ્રાન્સફર કરી તેમની મેડિકલ તપાસ કરતાં તેઓમાં કોરોનાના કોઇ લક્ષણો જણાયા ન હતા.

નિરાધાર બાળકો માટે સિવિલ તંત્ર જાણે પાલક માતા પિતાની ફરજ બજાવી...

બાળકોને ભોજન, રમવા માટે રમકડાં, પીવા માટે જ્યુસ એમ ત્રણ દિવસ સુધી આ બાળકોની કાળજી અને સેવા સુશ્રુષા સિવિલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદના અસારવા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફે કે જે 24*7 કોરોનોની સારવાર વચ્ચે પણ તેમની સંવેદના નથી ગુમાવી.તે વાતની પ્રતિતી આ બાળકો સાથેના વર્તનથી જણાય છે.

આ બાળકોને પિતા સિવાય પરિવારમાં કોઈ પણ નથી અને પિતા પણ કોરોનાના લીધે સિવિલમાં દાખલ છે તેવા સમયે આવા બાળકો નોંધારા બની ગયા હતા. તેવા સમયે સિવિલ હોસ્પિટલના સ્ટાફે આ બાળકોની ત્રણ દિવસ સુધી પાલક માતા-પિતા બનીને જે સધિયારો આપ્યો છે, તેનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.