અમદાવાદ: દેશ અને રાજ્યમાં અનેક એવા સ્થાન છે જ્યાં આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોય છે. આપણા દેશની ભૂમિ ઋષિમુનિઓની ભૂમિ રહી છે અને ઋષિમુનિઓ અહીંયા પ્રજાના કલ્યાણ માટે અનેક કામો કર્યા છે. ત્યારે અમદાવાદના સાબરમતી તટ પર આવેલ દધિચી ઋષિના આશ્રમમાં જ એક અઘોરી દાદાનું સમાધિ સ્થાન આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે અહીંયા આવે છે.
અઘોરી દાદાનું પૌરાણિક મંદિર એક અઘોરીએ અહીંયા નિવાસસ્થાન કર્યું હતું અને અહીં તેમણેે સમાધિ પણ પ્રાપ્ત કરી હતી. આજ તેમની સમાધિ પર ગુલાબ અને સિગારેટ ચઢાવવામાં આવે છે. આ દાદાના દર્શન કરવા માટે દર ગુરુવારે હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે. શ્રદ્ધાળુઓ અહીંયા ભાવપૂર્વક અને શ્રદ્ધાથી અહીંયા પોતાની માનતા રાખે છે અને તે અઘોરીદાદા અવશ્યપૂર્ણ પણ કરે છે. આ અઘોરી દાદાના સમાધિ સ્થાને એક અખંડ દીવો સતત પ્રચલિત રહે છે. આજ અખંડ દીવાથી અહીંયા આવનાર લોકો દ્વારા સિગારેટ પ્રગટાવીને દાદાને સિગારેટ અર્પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો Hanumanji Mandir: વિઝા નથી મળતા! કરો આ હનુમાનજીના દર્શન ને પછી જૂઓ ચમત્કાર
દર ગુરુવારે ભારે ભીડ ઉમટે છે : વધુમાં જણાવ્યું હતું કે ગુરુવારે અહીંયા સવારના 5થી રાતના 12 વાગ્યા સુધીમાં અંદાજિત 2000 જેટલા લોકો અહીંયા અઘોરીદાદાના દર્શન કરવા આવે છે. ગુરુવારના રોજ અહીંયા ખીચડી જલેબી સુકો પ્રસાદ પણ અહીંયા પોતાની માનતા પ્રમાણે ચઢાવવામાં આવે છે. અહીંયા કોઈપણ પ્રકારનું દાન કે દોરા ધાગા કરવામાં આવતા નથી. પરંતુ જે પણ વ્યક્તિ સાચા મનથી અહીંયા આવે છે તેમને માનતા અવશ્ય પૂર્ણ દાદા કરે છે.
છેલ્લા સ્ટેજનું કેન્સર મટયું : અહીંયા અનેક ચમત્કાર જોવા મળી રહ્યા છે. પરંતુ એમાંનો એક ચમત્કાર જે અમદાવાદના એક મોટા સોનાચાંદીના વેપારીને જડબાનું કેન્સર હતું. ડોક્ટર દ્વારા પણ તેમણે જણાવી દીધું હતું કે હવે આ કેન્સર મટશે નહીં. છેલ્લા સ્ટેજનું કેન્સર હતું ત્યારે તે વેપારીએ અહીંયા આવીને દાદાના દર્શન કર્યા હતા. દાદાએ રાતે સ્વપ્નમાં આવીને તેને ફરીથી કેન્સરના રિપોર્ટ કરાવવાનું જણાવ્યું હતું અને ફરીથી તેને રિપોર્ટ કરાવતા તે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને તેને જડબાનું કેન્સર જડમૂળથી મટી ગયું હતું. આવા તો અનેક લોકો છે કે જેમના દાદાએ પોતાના ભક્તોના કામ પૂર્ણ કર્યા છે.
આ પણ વાંચો Shani Temple ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શનિદેવ પોતાની અતિપ્રિય સવારી પર સવાર છે
કામ માટે મંજૂરી લેવામાં આવે છે : આ અધોરી દાદાના મંદિરની બહાર દરવાજે તાળું પણ મારવામાં આવતું નથી. માનવામાં આવે છે કે અઘોરી દાદાને જ્યારે પણ સિગારેટ પીવાની ઈચ્છા થાય છે. ત્યારે અઘોરી દાદા આ મંદિરની બહાર આવીને સિગારેટ પીવે છે. અહીંયા કોઈપણ પ્રકારનું દાન પણ લેવામાં આવતું નથી. દાદાની સમાધિ આગળ કોઈપણ પ્રકારનું કામ કરવું હોય તો પણ તેમની મંજૂરી લેવામાં આવે છે. જો મંજૂરી લેવા લીધા વિના આ કામ કરવામાં આવે તો પણ કામ કોઈપણ હિસાબે પૂર્ણ થતું નથી.