ETV Bharat / state

Gujarat Weather : હાશ, કાળઝાળ ગરમીમાંથી થોડો દિવસ મળશે રાહત - heat wave weather Ahmedabad

રાજ્યમાં ભારે તડકો, ગરમી અને બફાર બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા હતા. ત્યારે હવે રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડીગ્રીથી નીચે રહેવાની શક્યતાઓ સામે આવી છે. તેમજ થોડા દિવસ પશ્ચિમી પવનથી વાતાવરણમાં ભેજ રહેશે.

Gujarat Weather : હાશ, કાળઝાળ ગરમીમાંથી થોડો દિવસ મળશે રાહત

author img

By

Published : May 17, 2023, 9:57 PM IST

રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી થોડો દિવસ મળશે રાહત

અમદાવાદ : પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળે તેવા સમાચાર સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાની આકરી ગરમીના છેલ્લા દિવસોમાં ગરમીએ લોકોની હાલત ખરાબ કરી દીધી છે. કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે, ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જતા છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતીઓ હાલ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાતા તાપમાન 40 ડિગ્રી પાર થઈ ગયું છે અને લોકો ગરમીથી ત્રસ્ત પોકારી ઊઠયા છે. ત્યારે હવે પવનની દિશા બદલાતા ગરમીમાં રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

સામાન્ય વાતાવરણ : હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ સુધી સામાન્ય વાતાવરણ જોવા મળશે. હાલ પવનની દિશા બદલાતા ગુજરાત વાસીઓને ગરમીથી આંશિક રાહત મળશે. જોકે ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવનાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વાતાવરણમાં ભેજ રહેશે : હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જેના કારણે રાજ્યમાં ગરમીનો પારો સ્થિર રહેતા આંશિક રાહત મળશે. પશ્ચિમી પવનો ફૂંકાવવાથી વાતાવરણમાં ભેજ રહેશે. જેથી તાપમાનનો પારો આગામી દિવસોમાં સ્થિર રહેશે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ અમદાવાદમાં તાપમાન 40થી 41 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.આગામી 18 અને 19 તારીખે અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીના સમયમાં હવે પવનની દિશા બદલાઈ છે. જેથી તાપમાન સામાન્ય રહેશે, પરંતુ તેની અમદાવાદમાં સામાન્ય અસર વર્તાશે. જોકે મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે જવાની પણ શક્યતા છે.

અમદાવાદના તાપમાનમાં હાલ ફેરફારની કોઇ સંભાવના જોવા મળશે નહીં, અમદાવાદમાં હિટ એક્શન પ્લાન હેઠળ યલો એલર્ટ રહેશે, જોકે બીજા દિવસે એટલે કે કાલે યલો એલર્ટ ન પણ રહે. તો તે પછીના દિવસે એટલે કે 19 તારીખે ફરી યલો રહેવાની સંભાવના છે. તો બીજી બાજુ, રાજ્યમાં બે-ત્રણ દિવસ બાદ તાપમાન યથાવત રહેશે એટલે સ્થિર રહેવાની સંભાવના છે. અત્યારે તાપમાન સામાન્ય કરતાં એકાદ ડિગ્રી વધુ જોવા મળી રહ્યું છે. તે ઘટીને નોર્મલ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. - મનોરમા મોહંતી (હવામાન વિભાગના ડાયરેક્ટર)

ગરમીએ લોકોને બેહાલ કરી દીધા : છેલ્લા કેટલાક દિવસો પહેલા કમોસમી વરસાદને કારણે લોકો બેવડી ઋતુનો એહસાસ કરી રહ્યા હતા. ભરઉનાળે વરસાદી માહોલ વચ્ચે લોકોને ઠંડીનો અનુભવ થતો હતો અને પૂરા ઉનાળા દરમિયાન ગરમી ક્યાંય પણ દેખાતી ન હતી, ત્યારે હવે છેલ્લા દિવસોમાં ઉનાળાની ઋતુ એ પોતાનો મિજાજ બતાવતા છેલ્લા બે સપ્તાહથી આકરી ગરમીએ લોકોને બેહાલ કરી દીધા છે. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો 40થી 44 ડિગ્રી પહોંચી જતા લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે.

Ahmedabad News : ગરમીનો પારો લોકોની હાલત બગાડી રહ્યો છે, એક સપ્તાહમાં 108માં હિટસ્ટ્રોકના 8 કેસ

Heat Stroke : ગુજરાતમાં તાપમાનનો વધારો થતાં હીટ સ્ટ્રોક કેસોમાં વધારો, સૌથી વધુ કેસ ક્યાં નોંધાયા?

Rain Forecast : રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલે આપી આગાહી, ગરમી રેકોર્ડ તોડવાના મૂડમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.