અમદાવાદ : અમદાવાદ શહેરમાં કિરણ પટેલના કારસ્તાન હજુ ભુલાયા નથી ,ત્યાં સિનિયર IAS ઓફિસરની ઓળખ આપીને છેતરપીંડી આચરનાર એક યુવકની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. જેને પોતાના ફોનમાં ટ્રુકોલરમાં પોતાની ઓળખ સિનિયર IAS તરીકેની રાખી હતી.
શું છે સમગ્ર મામલો : સાયબર ક્રાઇમ સેલને બાતમી હકીકત મળેલી કે, “મી. સુધાકર પાંડે ઉર્ફે અવિનાશ પાંડે નામનો શખ્સ પોતાને સીનીયર IAS ઓફિસર તરીકેની ઓળખ આપી ટ્રુકોલરમાં પોતાની ખોટી ઓળખ રાખી હતી. તેના સગા સબંધીઓને રોજગાર અપાવવા માટે જુદી જુદી નામાંકિત કંપનીઓના ટેલીફોન સંપર્ક કરતા હતો. ઓનલાઇન સર્ચ કરી મેળવી લઇ જે તે કંપનીઓનો સંપર્ક કરી ખોટું નામ ધારણ કરી છેતરપિંડી કરી રહેલો છે.
આરોપીની અટકાયત : જે બાતમી હકીકત આધારે સાયબર ક્રાઇમે આરોપીની તપાસ કરી તેની સામે ગુનો દાખલ કર્યો હતો. વડોદરાના આરોપી સુધાકર દલસિંગાર પાંડેને પકડી પાડી ગુનાના કામે અટકાયત કરવામાં આવ્યો છે.
રોજગારી માટે ઓળખ : સાયબર ક્રાઈમ દ્વારા જણાવ્યા અનુસાર આરોપીની પૂછપરછ કરતા પોતાને સારી નોકરી મળી રહે તે માટે નામાંકિત કંપનીઓની માહિતી એકત્રિત કરી તે કંપનીનો ટેલીફોનીક સંપર્ક કરી પોતે સિનિયર IAS ઓફિસર તરીકેની ઓળખ આપી તેના સગા સબંધીઓને રોજગાર અપાવવા સારુ ભલામણ કરતો હતો. તેમજ કેટલાક કિસ્સામાં પોતાને સારી એવી નોકરી મળી રહે તે માટે જુદી જુદી કંપનીઓમાં ઇન્ટરવ્યુ પણ આપી આવેલો છે, આ તમામ પ્લાનીંગ તેણે પોતે જ કરેલો છે, અને પોતાની સીનીયર IAS તરીકેની ઓળખ True caller પર જાતે જ મૂક્યું હોવાની કબૂલાત કરતા આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.