ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદમાં રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ થઇ તૈયાર, અષાઢી બીજનાં દિવસે થશે લોકાર્પણ - Ahmedabad restaurants

અમદાવાદ શહેરને આગામી અષાઢી બીજના રોજ વધુ એક નવી ભેટ મળવા જઈ રહી છે. સાબરમતી નદીમાં તૈયાર કરવામાં આવેલી રિવર ક્રુઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું લોકાર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ક્રુઝમાં બર્થડે પાર્ટી, મેરેજ એનિવર્સરીની ઉજવણી સાથે નદીનો નજારો માણતા માણતા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાશે.

author img

By

Published : May 24, 2023, 4:44 PM IST

Updated : May 25, 2023, 6:34 PM IST

શહેરની શાન વધારવા રિવર ક્રુઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું લોકાર્પણ

અમદાવાદ : દેશમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અને શહેરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે તેમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બનતું અમદાવાદ શહેરના મધ્યમાંથી ગુજરાતની મહત્વની નદી ગણાતી સાબરમતીને અલગ જ રીતે ડેવલપ કરવામાં આવી છે. સાબરમતી નદીના કિનારે તૈયાર કરવામાં આવેલો રિવરફ્રન્ટ સૌને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં લોકોનો સાબરમતી નદીનો નજારો માણવા આવતા હોય છે. ત્યારે વધુ એક નવું નજરાણું સાબરમતી નદીમાં ઉમેરવામાં આવી રહ્યું છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ સ્વપ્ન સમાન સાબરમતી રિવરફ્રન્ટ તેમના તત્કાલીન મુખ્યપ્રધાનના સમયગાળા દરમિયાન ડેવલપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક આકર્ષણના કેન્દ્ર અને લોકોને આનંદ પ્રમોદ કરવા માટેના સાધનો પણ નદીની અંદર મૂકવામાં આવ્યા છે. ત્યારે વધુ એક રિવર ક્રુઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ તૈયાર કરવામાં આવી છે. જે આગામી અષાઢી બીજના દિવસે લોકો ખુલ્લી મુકવામાં આવશે. - કિરીટ પરમાર (મેયર)

સ્ટેટીગ ચાલું : ઉલ્લેખનીય છે કે, આ રિવર ક્રુઝ ફ્લોટિકા રેસ્ટોરન્ટએ સાબરમતી નદીના કિનારે જ તૈયાર કરવામાં આવી છે. તે સંપૂર્ણ રીતે ભારતીય ક્રુઝ છે. જે ભારતની પહેલી ભારતમાં જ ઉત્પાદન થયેલી પહેલી ક્રૂઝ તેમજ રેસ્ટોરન્ટ છે. જોકે હાલમાં તેનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જેને સાબરમતી નદીની અંદર અંદાજિત 100 જેટલા વ્યક્તિઓને બેસાડીને અલગ અલગ ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે અને તેનું રેગ્યુલર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

બે માળની ક્રુઝ : આ ક્રુઝની ખાસિયતની વાત કરવામાં આવે તો, આ ક્રુઝને બર્થડે પાર્ટી, મેરેજ એનિવર્સરી સાથે ક્રૂઝમાં પ્રવાસ કરતા કરતા અલગ અલગ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ શકાશે. આ ક્રુઝ બે માળની તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ માળમાં બર્થડે સેલિબ્રેશન કે મેરેજ એનિવર્સરી ઉજવી શકાશે. જ્યારે બીજે માળ ઉપર ખુલ્લી રાખવામાં આવી છે. જેથી સાબરમતી નદીનો નજારો માણતા માણતા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાશે.

Vadodara News : વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત અંડરગ્રાઉન્ડ ડસ્ટબીન યોજનાનું કામ શરુ, ઝોનદીઠ ફાળવણી અને તકેદારીની વાત જાણો

Ahmedabad Temple: અમદાવાદમાં એવું મંદિર કે જ્યાં માનતા પૂર્ણ થતાં સિગારેટ અર્પણ કરાય છે

Silvassa News : પ્રવાસીઓને ઓલ વેધર કનેક્ટિવિટી પુરી પાડતી ઇલેક્ટ્રિક સ્માર્ટ બસ સફળ

Last Updated : May 25, 2023, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.