ETV Bharat / state

Ahmedabad Crime: કણભામાં 17 લાખની ધાડ પાડનારી ભાંભોર ગેંગના 2 આરોપી ઝડપાયા, 6 હજી પણ વોન્ટેડ

અમદાવાદ શહેર અને જિલ્લામાં ગુનાઓની સંખ્યા વધી રહી છે. તેવામાં અમદાવાદ ગ્રામ્યના કણભામાં થયેલી 17.50 લાખની ધાડનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી હતી. તો આરોપીઓની પૂછપરછમાં આ ગુના કરવા પાછળનું કારણ જાણીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી.

Ahmedabad Crime: કણભામાં 17 લાખની ધાડ પાડનારી ભાંભોર ગેંગના 2 આરોપી ઝડપાયા, 6 હજી પણ વોન્ટેડ
Ahmedabad Crime: કણભામાં 17 લાખની ધાડ પાડનારી ભાંભોર ગેંગના 2 આરોપી ઝડપાયા, 6 હજી પણ વોન્ટેડ
author img

By

Published : Mar 15, 2023, 10:43 PM IST

આરોપી પિતાપૂત્રની ધરપકડ

અમદાવાદઃ અમદાવાદ LCBની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. અહીં કણભામાં 17.50 લાખની ધાડનો ભેદ LCBએ ઉકેલી કાઢ્યો છે. મળતી માહિતી અનુસાર, કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુહા ગામમાં શ્રીરામ ઈન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ ખાતે જસુભાઈ ડાભી નામના ફરિયાદી પોતાના ઘરમાં સુતા હતા. તે દરમિયાન 7 માણસોએ મોઢે બુકાની બાંધીને છરી તેમ જ અન્ય હથિયારો સાથે ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ પીપળામાં રહેલા 15 લાખ રોકડ રૂપિયા અને તેમણે પહેરેલા અઢી લાખની કિંમતના દાગીના એમ કુલ મળીને 17.50 લાખની ધાડ લૂંટ કરી હતી.

આ પણ વાંચોઃ Navsari Crime News : મુસાફરોના સ્વાંગમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ, રાજ્યવ્યાપી ચોર ટોળકીનો પર્દાફાશ

આરોપી પિતાપૂત્રની ધરપકડઃ આ સમગ્ર મામલે કણભા પોલીસ સ્ટેશનમાં ધાડનો ગુનો નોંધાયો હતો. આ મામલે અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી સહિતની ટીમ તપાસમાં લાગી હતી. ત્યારે ગ્રામ્ય એલસીબી ટીમે ગુનામાં સામેલ પિતાપૂત્રની ધરપકડ કરી છે.

ઝડપાયેલી ગેંગ ભાંભોર ગેંગ તરીકે ઓળખાય છેઃ આ મામલે ગ્રામ્ય એલસીબીની ટીમે દાહોદના ચુનાભાઈ ઉર્ફે રમેશ સોલંકી તેમ જ મહેશ ઉર્ફે મહી ભાંભોરની ધરપકડ કરી હતી. આ આરોપીઓ સાથે આ ગુનામાં રતન ઉર્ફે રત્નો ભાંભોર, કમલેશ ભાંભોર, પીન્ટુ ભાંભોર, સંકેશ ભાંભોર અને સુરેશ પરમાર સામેલ હતા. ઝડપાયેલી ગેંગ ભાંભોર ગેંગ તરીકે પણ ઓળખાય છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ મહેશનો પિતા રતન છે, જે હાલ ફરાર છે.

ધાડ મારી આરોપીઓ ફરાર થયા હતાઃ આ મામલે ઝડપાયેલો આરોપી રતન કડિયા કામ અને આરસીસી ભરવાનું કામ કરે છે અને કુહા ગામમાં તે કામ કરી રહ્યો હતો. ત્યારે ફરિયાદીના ત્યાં પાણી પીવાના અને અન્ય બહાને આવતો હતો. ત્યારે મિત્રતા કરી હતી. આરોપી રતનને ખબર પડી કે, ફરિયાદીએ કોઈ જમીન વેંચી છે અને જેના રૂપિયા તેના ઘરમાં છે, જેથી તે પરત દાહોદ જઈને પોતાની ગેંગને તૈયાર કરીને આવ્યો અને 1 માર્ચે ધાડ કરીને ફરાર થઈ ગયો હતો.

આરોપીએ ફરિયાદીની હોળી બગાડીઃ ફરિયાદીએ વાત વાતમાં આરોપીને જમીન વેંચી હોવાનું કહ્યું હતું. પકડાયેલા આરોપીઓની તપાસમાં સામે આવ્યું હતું કે, હોળીનો તહેવાર સારી રીતે ઉજવવો હોવાથી આરોપીએ આ ગુનાને અંજામ આપ્યો હતો. જોકે, હાલ આ મામલે મુખ્ય આરોપી ફરાર હોય અને 16 લાખથી વધુનો મુદ્દામાલ પણ ફરાર આરોપીઓ પાસે હોવાથી તેમને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Vadodara Crime : લોંખડીની જાળીના તાળા તોડી ચોરીને આપ્યો અંજામ, દુકાનમાં લગાવેલા DVR પણ ઉઠાવી ગયા

અન્ય આરોપીઓને પકડવા ટીમ કામે લાગી છેઃ આ મામલે અમદાવાદ જિલ્લા SP અમિતકુમાર વસાવાએ જણાવ્યું હતું કે, ગુનામાં સામેલ 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવી છે. જોકે આરોપીઓ સાથે ગુનામાં સામેલ અન્ય આરોપીઓ વોન્ટેડ હોય તેઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.