- પસંદગીના નંબરો વેચીને છેલ્લાં ત્રણ મહિનામાં 2.36 કરોડની આવક ઉભી કરી
- 30 મિનિટથી 45 મિનિટમાં અરજદાતાઓની અરજીનો કરાઇ છે નિકાલ
- RTO ધીરે-ધીરે ફેસલેસ સિસ્ટમ વધારી રહ્યું છે.
અમદાવાદ : લોકડાઉન દરમિયાન સરકારી કચેરીઓ બંધ રહેતા સરકારી કચેરીઓ પર કામનું ભારણ વધ્યું છે. આવી જ પરિસ્થિતિ કંઈક અમદાવાદ આરટીઓમાં પણ સર્જાઇ છે. અત્યારે પણ આરટીઓમાં બેકલોગ જોવા મળી રહ્યું છે.
રોજ 100 લોકોને દંડ ભરવાની અપાય છે તારીખ
અરજદાતાઓની અરજીનો નિકાલ 30 મિનિટથી લઈને 45 મિનિટમાં કરવામાં આવે છે. જે નાગરિકોના વાહનો કાયદાઓના ભંગ બદલ આરટીઓ દ્વારા જમા લેવામાં આવે છે. તેમના દંડની ચુકવણી માટે રોજના 100 લોકોને બોલાવવામાં આવે છે. જ્યારે બાકીનાને દંડ ભરવા બીજી તારીખો આપવામાં આવે છે.
RTO ની નવી સિરીઝ WA GT 01 માં
- 0001 નંબર માટે 5.56 લાખ
- 5555 માટે 1.75 લાખ
- 7777 માટે 1.62 લાખ
- 0369 માટે 1.40 લાખ
RTOની નવી કચેરીમાં પાર્કિંગની વ્યવસ્થાને લઈને તકલીફ
અમદાવાદ આરટીઓમાં આવતાં અરજદારોને પાર્કિંગને લઈને સમસ્યા સર્જાય છે. કારણકે, આરટીઓની નવી ઓફીસ ખાનગી બિલ્ડિંગમાં ચાલી રહી છે. આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, આરટીઓની કામગીરી માટે આવતા અરજદારોએ આર.ટી.ઓની જૂના બિલ્ડિંગ ખાતે પાર્કિંગ કરવાનું રહેશે.