અમદાવાદ : પૂર્વમાં આવેલો રિંગ રોડ જાણે કે લૂંટારાઓ માટે મોકળો રસ્તો બની ગયો હોય તે પ્રકારની અવારનવાર ઘટનાઓ સામે આપી હોય છે, ત્યારે ફરી એકવાર રીંગરોડ ઉપર પસાર થઈ રહેલા મહિલા સહિતના બે લોકોને રોકીને લૂંટ કરવામાં આવી છે. નિકોલ રીંગરોડ પરથી પસાર થઈ રહેલા મહિલા સહિતના બે લોકોને રોકીને એક મોટરસાઇકલ પર આવેલા ત્રણ શખ્સોએ મોબાઈલની લૂંટ કરી હતી. જે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદના નોબલનગરમાં રહેતા 22 વર્ષીય રાજુ રાજપૂતે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રાજુ રાજપૂત 26 એપ્રિલના રોજ રાતના પોણા બાર વાગે તે પોતાના સ્ત્રી મિત્રના ઘરે ગયો હતો અને તેને લઈને વસ્ત્રાલમાં પોતાના બનેવીના ઘરે ગયો હતો. જ્યાં તેમને મળ્યા બાદ તે પોતાની મોટર સાયકલ ઉપર સ્ત્રી મિત્રને મુકવા માટે નરોડા જવા નીકળ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad Crime: માલિકની ચતુરાઈથી સોનીની દુકાનમાં લૂંટ કરવા આવેલા સમસ્યામાં મૂકાયા
યુવતીના પેટ પર છરો રાખીને લૂંટ : નિકોલ એસપી રીંગ રોડ ઉપર દાસ્તાન સર્વિસ રોડ પાસે સુપ્રિયા-2થી આગળ પહોંચ્યા આશરે રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં એક મોટરસાયકલ પર ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા. જેઓએ યુવકનું વાહન રોકાવીને ક્યાં જાઓ છો તેવું જણાવીને, ગાળો આપી હતી. એક શખ્સે રવિની સ્ત્રી મિત્રનું ગળું પકડી લીધું હતું અને મોબાઈલ પર્સ અને પૈસા હોય તો આપી દો, તેવું જણાવી યુવતીના પેટ ઉપર છરો રાખીને રોકડ રકમ 3 હજાર તેમજ રવિ રાજપૂતનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો.
આ પણ વાંચો : Banaskantha Crime News : ગાડીની લૂંટ કરી સળગાવી દેનાર આરોપી ઝડપાયો, અનેક ગુનામાં સંડોવાયેલો છે
પોલીસનું નિવેદન : રવિ રાજપૂત બચાવ કરવા જતા આરોપીઓએ છરાથી યુવકને અલગ અલગ જગ્યા પર હુમલાઓ કર્યા હતા, જે બાદ ત્રણે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે રવિ રાજપૂતે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના PI કે.ડી. જાટે એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.