ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023: ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, 360 કેમેરાથી રાખવામાં આવી રહી છે બાજ નજર - Rath Yatra Ahmedabad 2023

અમદાવાદ રથયાત્રામાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. 360 કેમેરાથી રાખવામાં આવી રહી છે બાજ નજર. પોલીસ રથની સાથે તમામ હિલ ચાલ પર ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે. આ વર્ષે રથયાત્રાના સમગ્ર રૂટ પર 3D મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Ahmedabad Rath Yatra 2023: Maximum use of technology in Rath Yatra 360 cameras

author img

By

Published : Jun 20, 2023, 10:56 AM IST

Ahmedabad Rath Yatra 2023: ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, 360 કેમેરાથી રાખવામાં આવી રહી છે બાજ નજર

અમદાવાદ: ભગવાનશ્રી જગન્નાથની 146 મી રથયાત્રામાં પ્રથમ વખત ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ અને અવનવી ટેકનોલોજી અને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેવામાં આ વખતે રથયાત્રામાં થ્રીડી મેપિંગ અને 360 કેમેરા થકી અમદાવાદ શહેર પોલીસ રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર અને મંદિર પર બાજ નજર રાખી રહી છે.

ડ્રોન થકી મોનિટરિંગ: ગુજરાતની સૌથી મોટી અમદાવાદની રથયાત્રામાં આ વખતે અનંત નેશનલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા થ્રીડી મેપિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર કેટલી ભીડ છે, કઈ જગ્યાએથી રથને પસાર થવામાં કેટલો સમય લાગ્યો તેવી તમામ બાબતોનું લાઈવ મોનેટરીંગ થ્રીડી મેપિંગ થકી કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે રથયાત્રાના રૂટ પર 360 કેમેરા થકી પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી, ક્રાઈમ બ્રાન્ચ તેમજ દરિયાપુર ખાતે તૈયાર કરવામાં આવેલા કંટ્રોલરૂમ થકી સમગ્ર બાબતોનું લાઈવ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ડ્રોન થકી પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

રથયાત્રાનો પ્રારંભ: પ્રથમ સેવક દ્વારા પહિંદવિધિઃ દર વર્ષે પરંપરા અનુસાર રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રામાં પહિંદવિધિ કરે છે. નગરયાત્રા પહેલા પહિંદવિધિ કરવામાં આવે છે. સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવે છે. રથનો માર્ગ સોનાની સાવરણીથી સાફ કરાઈ છે. મુખ્યપ્રધાન સૌ પ્રથમ દોરડું ખેેંચે છે એ પછી રથયાત્રા શરૂ થાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બીજી વખત પહિંદવિધિ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

પ્રથમ વખત એન્ટી ડ્રોન: રાજ્ય સરકારના પ્રધાન હર્ષ સંઘવીનું કહેવું છે કે, રથયાત્રા દરમિયાન અનધિકૃત ડ્રોનનો ઉપયોગ ન થાય તે માટે પ્રથમ વખત એન્ટી ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં અનેક જિલ્લામાં રથયાત્રાઓ કાઢવાની તૈયારીઓ છે. ભારે પોલીસ ફોર્સ અને CCTV કેમેરા યાત્રા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પોલીસ વિભાગ અને સરકાર દ્વારા લોકોની સુરક્ષા તેમજ શાંતિ પૂર્ણ માહોલમાં સમગ્ર રથયાત્રાનો ઉત્સવ સંપન્ન થાય તે માટે અગાઉથી મહેનત કરવામાં આવી હતી.

3D મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ: અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રથયાત્રા પૂર્વે શહેરમાં પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરી સુધારા વધારા પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે રથયાત્રાના સમગ્ર રૂટ પર 3D મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ખાસ ચિહ્નિત પોઈન્ટ્સ પણ હશે. જેમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે ભગવાનનો રથ ક્યાં પહોંચ્યો છે, તેની પળેપળની ખબર પોલીસને મળશે.

  1. Ahmedabad Rath Yatra 2023: ભગવાન જગન્નાથના નવા રથની વિશેષતા
  2. Ahmedabad Rathyatra 2023 Live : અમદાવાદમાં રથયાત્રા શરૂ, આગળ ગજરાજ પાછળ ટ્રક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.