ETV Bharat / state

Ahmedabad Rathyatra 2023 Live : ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરિયાપુર પહોંચી, ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે - Ahmedabad Rathyatra 2023

ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા સાથે અષાઢીબીજની રથાયાત્રા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારે મંગળા આરતી બાદ ત્રણેય રથ નિશ્ચિત રૂટ પર ફરી રહ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. આ રથયાત્રામાં આ વખતે 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી જોડાઈ છે.

Ahmedabad Rathyatra 2023 Live : વડાપ્રધાન મોદીએ અમદાવાદ રથયાત્રા માટે મોકલ્યો પ્રસાદ

author img

By

Published : Jun 20, 2023, 7:20 AM IST

Updated : Jun 20, 2023, 4:17 PM IST

અમદાવાદઃ સવારે 9.20 વાગ્યે ગજરાજ કાલુપર પહોંચ્યા હતા. ગજરાજ આવ્યા બાદ રથનું આગમન થાય છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભીડ જમાવી હતી. જ્યાં સ્થાનિકોએ રથની પૂજા અર્ચના કરી હતી.

મોદીએ શુભેચ્છા પાઠવીઃ કચ્છીઓના નવવર્ષની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ આપી છે. કચ્છી ભાષામાં ટ્વીટ કરીને શુભેચ્છાઓ આપી છે. સવાયા કચ્છી એવા નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરેલા શબ્દો, અજ આષાઢી બીજ એટલે કચ્છી નયોં વરેં, અજજે અવસર તેં દેશ ને દુનિયાંમેં વસધલ ને કચ્છજી ગરવાઈ કે રોશન કરીંધ લ મૂંજેં વલેં મિણી કચ્છી ભા, ભેણેં કે મૂં તરફથી ધિલસેં વધાઇયું અને શુભકામનાઉં.

રથયાત્રા શરૂઃ 7.20 વાગ્યે તમામ રથ મંદિરની બહાર નીકળી ગયા હતા. એ પછી રથયાત્રા શરૂ થઈ હતી. જગન્નાથજીના રથની ઊંચાઈ સૌથી વધારે હોય છે. બલભદ્રજીના રથના દોરડાને વાસુકી કહેવામાં આવે છે. જગન્નાથજીના રથના દોરડાનું નામ શંખચૂડ છે. સૌથી પહેલા ભગવાન જગન્નાથજીનો રથ નીકળે છે. એ પછી બધા રથ નીકળે છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ ચાલે છે એ પછી રથ ચાલે છે.

ખિચડીનો પ્રસાદઃ સવારે પોણા સાત વાગ્યે ભગવાનને રથમાં બેસાડી દેવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પહિંદ વિધિ કરશે. રથ મંદિરના પરિસરમાં બહાર નીકળશે. ભગવાન જગન્નાથના આંખે પાટા ખોલ્યા બાદ ખીચડીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. હજારો કિલો સુકો મેવો નાખી ખીચડી તૈયાર કરવામાં આવી છે. જે મંદિરે દર્શન કરવાં આવતાં ભાવિ ભક્તોને આપવામાં આવે છે. અંદાજીત 1.50 લાખ વધુ લોકો ખીચડીના પ્રસાદનો લાભ લેશે.

મોદીએ પ્રસાદ મોકલ્યોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભગવાન જગન્નાથ માટે મગ, કાકડી, જાબું, કેરી દાડમ તથા ડ્રાયફ્રૂટનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. જ્યારે તેઓ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન હતા. એ સમયે પણ તેઓ પ્રસાદ અર્પણ કરતા હતા. એ સમયથી તેમણે આ પ્રથા યથાવત રાખી છે. દિલ્હી ગયા બાદ પણ તેમણે આ પ્રથા યથાવત રાખી છે. આ વખતે પ્રભુને સોનાના વાધા પહેરાવવામાં આવ્યા હતા. રાણી કલના વાઘા સાથે સોનાના દાગીના તથા મુંગટ પહેરાવવામાં આવ્યો હતો. રથયાત્રા શરૂ થાય એ પહેલા તમામ ગજરાજને સુશોભીત કરવામાં આવ્યા હતા.

પ્રથમ સેવક દ્વારા પહિંદવિધિઃ દર વર્ષે પરંપરા અનુસાર રાજ્યના મુખ્યપ્રધાન રથયાત્રામાં પહિંદવિધિ કરે છે. નગરયાત્રા પહેલા પહિંદવિધિ કરવામાં આવે છે. સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવે છે. રથનો માર્ગ સોનાની સાવરણીથી સાફ કરાઈ છે. મુખ્યપ્રધાન સૌ પ્રથમ દોરડું ખેેંચે છે એ પછી રથયાત્રા શરૂ થાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બીજી વખત પહિંદવિધિ કરી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

મોટી સંખ્યામાં ભાવિકોઃ વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ સવારની મંગળાઆરતીમાં ભાગ લીધો હતો. સવારે 7.00 વાગ્યે રથ ધીમે ધીમે મંદિરની બહાર નીકળવાનું શરૂ થયું હતું. ચુસ્ત પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રથયાત્રા શરૂ થઈ હતી. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ આ રથયાત્રામાં જોવા મળ્યો છે.

Last Updated : Jun 20, 2023, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.