ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023: જગતના નાથ આજે નગરચર્યાએ, રંગેચંગે નીકળશે રથયાત્રા - ભગવાન નગરજનોને દર્શન આપવા નગરચર્યાએ

ગુજરાતના અમદાવાદમાં આજે જગન્નાથ મંદિરથી 146મી રથયાત્રા રંગેચંગે નીકળી રહી છે. ભગવાન નગરજનોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. ભક્તો પણ જગતના નાથના વધામણા લેશે. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિહાળવી એ પણ જીવનનો એક લ્હાવો છે.

Ahmedabad Rath Yatra 2023
Ahmedabad Rath Yatra 2023Ahmedabad Rath Yatra 2023
author img

By

Published : Jun 20, 2023, 4:01 AM IST

Updated : Jun 20, 2023, 6:51 AM IST

અમદાવાદ: જમાલપુરમાં આવેલ પ્રાચીન જગન્નાથ મંદિરથી 146મી રથયાત્રા આજે મંગળવારે અષાઢ સુદ બીજને શુભ દિવસે નીકળી રહી છે.દર વર્ષે અષાઢી બીજે ભગવાન નગરચર્યાએ નીકળે છે અને ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે. ભક્તો પણ ભગવાનના દર્શન કરીને ધન્ય બને છે.

સવારે 4 વાગ્યે મંગળા આરતી
સવારે 4 વાગ્યે મંગળા આરતી

સવારે 4 વાગ્યે મંગળા આરતી: અષાઢ સુદ બીજના શુભ દિવસને 20 જૂન, 2023ને મંગળવારે સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથજીના મંદિરના કપાટ ખુલ્યા હતા. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત થશે અને વહેલી સવારની મંગળા આરતી ઊતારી હતી. ત્યાર બાદ સવારે 4.30 વાગ્યે ભગવાનને વિશિષ્ટ ભોગ ખીચડી અર્પણ કરાયો હતો. ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ કરાઈ હતી.

ભગવાનની નેત્રોત્સવ વિધિ
ભગવાનની નેત્રોત્સવ વિધિ

ભગવાનની નેત્રોત્સવ વિધિ: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ મામાને ઘરે રહેવા જાય છે, ત્યાં તેમણે કેરી અને જાંબુ વધારે આરોગ્યા હોય છે, જેથી તેમને આંખો આવે છે. આથી તેમની નેત્રોત્સવ વિધિ કરાઈ છે. અને મામાને ઘરેથી પાછા આવે ત્યારે ભગવાનની આંખો પર પટ્ટી બાંધેલી હોય છે. જે આંખો પરના પાટા અષાઢી બીજના દિવસે ખુલે છે. સવારે 5.45 કલાકે ભગવાનને રથમાં બિરાજમાન કરી રથયાત્રા કાઢવામાં આવે છે.

સીએમ પહિન્દ વિધિ કરશે: સવારે 6.30 વાગ્યે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર આવ્યા હતા. જગન્નાથ ભગવાનની વિશેષ પૂજા કરીને પછી પહિન્દ વિધિ કરી છે. તે પહિન્દ વિધિ થયા પછી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ખલાસીભાઈઓની સાથે સીએમ રથનું દોરડુ ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવે છે. આમ સવારે 7 વાગ્યાથી ત્રણેય રથ પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ બિરાજમાન થશે. પછી તેઓ નગરચર્ચાએ નીકળશે.

રંગેચંગે રથયાત્રા નીકળશે
રંગેચંગે રથયાત્રા નીકળશે

રંગેચંગે રથયાત્રા નીકળશે: આ રથયાત્રાની આગળ સૌથી પહેલા 18 શણગારેલા ગજરાજો, ત્યાર પછી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક જોડાશે. અંગ કસરતના દાવ કરતા 30 અખાડાની પાછળ 18 ભજનમંડળીઓ અને 3 બેન્ડવાજા જોડાશે. દેશભરમાંથી 2000થી વધુ સાધુ સંતો આવ્યા છે, તે પણ આ રથયાત્રામાં જોડાશે. 1000થી વધુ ખલાસીઓ ભાઈઓ રથને દોરડાથી ખેંચીને નગરચર્ચા કરાવશે.

રથયાત્રાના રૂટ પર પ્રસાદ: સમગ્ર રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ અને 2 લાખ ઉપરણા પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે.

પાંચ વાગ્યે ભગવાન જગન્નાથજીને અતિપ્રિય એવું આદિવાસી નૃત્યુ અને રાસ ગરબા યોજાશે

જડબેસલાક પોલીસ બંદોબસ્ત: ભગવાન જગન્નાથની રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં શહેર પોલીસના 15,000 જેટલા જવાનો સહિત કુલ 26 હજાર પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે. રથયાત્રાના રૂટની વાત કરવામાં આવે તો સમગ્ર રૂટમાં 11 IG, 50 SP, 100 DYSP, 300 PI, 700 જેટલા PSI, 15,000 જેટલા પોલીસ જવાનો અને 6,000 જેટલા હોમગાર્ડના જવાનો અને SRP/CAPF ની 35 જેટલી કંપનીઓ ખડે પગે રહેશે.

  1. Ahmedabad Rathyatra 2023: પ્રથમવાર 3D મેપિંગ દ્વારા રથયાત્રા પર રખાશે બાજ નજર, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ
  2. Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રાના શુભારંભ પહેલા પહિન્દ વિધિ કરાવાય છે, શું છે આ પહિન્દ વિધિ?
  3. Ahmedabad Rathyatra 2023: જગન્નાથની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ, પોલીસ પરેડ સાથે સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો

Last Updated : Jun 20, 2023, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.