અમદાવાદ : અમદાવાદ પર મેઘરાજા મહેરબાન થયા હોય તેવી રીતે સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ,સુત્રાપાડા, મેંદરડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે ત્યાં અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસ ભારે ગરમીને બફારો જોવા મળતો હતો. જેમાં વરસાદ પડતાં રાહતનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે. અમદાવાદમાં આજ સવારથી જ અલગ અલગ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે વિઝિબિલિટીમાં પણ ઘણે ઠેકાણે ઘટાડો જોવા મળ્યો છે.
સરેરાશ એક ઇંચ વરસાદ : અમદાવાદ શહેરમાં બપોરના 12:00 વાગ્યા બાદ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ જોધપુરમાં 1.5 ઇંચ વરસાદ હતો.જ્યારે સરખેજમાં 1 ઇંચ મકતમપુર 1 ઇંચ, મણિનગર 1 ઇંચ, નરોડા અડધો ઇંચ, મેમકો અડધો ઇંચ, મ્યુનિસિપલ કોર્પોરેશન અડધો ઇંચ, ઉસ્માનપુરા અડધો ઇંચ, નિકોલ એક ઇંચ વરસાદ વરસ્યો હતો.
આંબેડકર બ્રિજ રોડ ઉપર ખાડા : અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પડતા જ જોધપુર, ઇસ્કોન,પ્રહલાદનગર, આનંદનગર સહિતના વિસ્તારોના સર્વિસ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેના કારણે ભારત ટ્રાફિક ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં પાલડીથી જમાલપુરને જોડતી આંબેડકર બ્રિજ રોડ ઉપર નાના મોટા ખાડા પણ જોવા મળી આવ્યા છે. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તાત્કાલિક કે રોડના ખાડા પૂરવાની સૂચના આપવામાં આવી હતી.
વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા : બપોરના 11 વાગ્યા બાદ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ બચી રહ્યો હતો. ત્યારે સાબરમતીના પાણીના લેવલમાં પણ વધારો જોવા મળી રહ્યો હતો. સાબરમતી નદીનું લેવલ 132.50 ફુટ કરાયું હતું. ભારે વરસાદને લઈને વાસણા બેરેજના ચાર દરવાજા સાડા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. જેનાથી સાબરમતી નદીમાંથી 12,600 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે.
- Gujarat Weather Update : ગુજરાતમાં 19 જુલાઈથી ત્રણ દિવસ અતિભારે વરસાદની સંભાવના, 71 ટકાથી વધુ કૃષિ પાકોનું વાવેતર થઇ ગયું
- Gujarat Rain Update : સૌરાષ્ટ્રમાં વરસાદની તોફાની બેટિંગ, 52 રસ્તાઓ બંધ ને 44 ડેમ હાઈ એલર્ટ પર
- Ahmedabad Metro: દિવસ દરમિયાન બે ટ્રેન વધુ દોડાવવામાં આવશે, આ સમયથી પ્રજાને થશે સીધો ફાયદો