અમદાવાદ: રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અને મધ્ય ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે. આજ સાંજે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા.
10 ઇંચ વરસાદ જોવા મળ્યો : શહેરમાં અત્યાર સુધી શહેરમાં અંદાજીત 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. શહેરના પોષ વિસ્તાર ગણાતો સિંધુ ભવન રોડ પર પણ ઘુંટણ સમાં પાણી ભરાયા છે. સૌથી વધુ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 6 ઇંચ, જોધપુરમાં સૌથી વધુ 7 ઇંચ, સરખેજ 3 ઇંચ, બોપલમાં 5 ઇંચ, મકતમપુરામાં 3 ઇંચ, ઉસ્માનપુરા, ટાગોર હોલ અને રાણીપમાં 3 ઇંચ, બોડકદેવમાં 4 ઈંચ, સાયન્સ સિટીમાં 3.5 ઇંચ, દાણાપીઠ 4 ઇંચ, દૂધેશ્વર 3 ઇંચ, મેમકો 2 ઈંચ અને મણિનગર 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
દરવાજા ખોલવાની નોબત આવી : વાસણા બેરેજ ગેટ નંબર 29 અને 30 ના 2 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ વાસણા બેરેજ ગેટ નંબર 25, 26 અને 28 ના 3 ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ત્રણ ઇંચ વરસાદ, ઉત્તર પશ્ચિમ ઝોન અંદર કુલ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં ત્રણ ઇંચ સાયન્સ સીટી ત્રણ ઇંચ, ગોતા બે ઇંચ અને ચાંદલોડિયા બે ઇંચ વરસાદ વર્ષો હતો. જ્યારે પશ્ચિમ ઝોનમાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં ટાગોરલ બે ઇંચ ઉસ્માનપુરા બે ઇંચ રાણી ત્રણ ઇંચ અને ચાંદખેડા એક ઇંચ વરસાદ વરસ્યો હતો.
પાણી ભરાતા અન્ડર પાસ બંધ : અમદાવાદ શહેરમાં સમી સાંજે પડેલા ભારે વરસાદને કારણે મીઠાખળી અંદર પાસ અખબાર નગર અંડરપાસ પરિમલ અંડરપાસ અને મકરબા અંડર પાસને બંધ કરવામાં આવ્યા છે. જ્યારે ભારે વરસાદ વર્ષને કારણે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેના કારણે વાહન ચાલકો પણ ભારે મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને ભારે ટ્રાફિકની સમસ્યાઓ પણ જોવા મળી હતી.