- કોરોનાની જાગૃતિ માટે ફરી એક વાર પોલીસનો પ્રયોગ
- જાગૃતિ લાવવા રોડ પર દોરાવ્યા કેટલાક ચિત્રો
- માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવી થીમ પર ચિત્રો દોરાવ્યા
અમદાવાદઃ પોલીસ દ્વારા યુનિવર્સિટી વિદ્યાર્થીઓની જાગૃતિ માટે આ કદમ ઉઠાવ્યું હતુ. સ્ટે એટ હોમ, માસ્ક પહેરવું, મેં માસ્ક કા પ્રયોગ કરુગા જેવા ટેગ લાઇન સાથે પેન્ટિંગ દોરાવામાં આવ્યા હતા. જ્યારે આગામી સમયમાં પોલીસ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ અને રોડ પર અવરજવર કરનાર લોકોને આ ચિત્ર દ્વારા એક સારો સંદેશો પોલીસ દ્વારા આપવામા આવે છે, ત્યારે અગાઉ પણ આ પ્રકારનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

કચ્છના શિક્ષક દ્વારા ડિજિટલ શાળાથી બાળકોને ઘેરઘેર શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. કારમાં લેપટોપથી સંચાલિત 42 ઇંચનું LED ટીવી યુનિટ ફિટ કરીને મસ્કાના શિક્ષકે ગુજરાતની પ્રથમ હરતી ફરતી ડિજિટલ શાળા બનાવી છે. માંડવીના બાગ ગામે સ્થિત હુંદરાઇબાગ પ્રાથમિક શાળામાં પ્રથમવાર આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

કોરોના મહામારી ભારતમાં સતત વધી રહી છે. કોરોના સંક્રમણને અટકાવવા સમગ્ર વિશ્વ અને દેશમાં નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં લોક જાગૃતિના સૂત્રો અને ચિત્રોનો ઉપયોગ કરી લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવે છે. આ પહેલ હવે બારડોલી પોલીસે પણ કરી છે.
ભારતમાં અમદાવાદ મનપાએ કોરોના ટેસ્ટિંગ માટે અનોખી પહેલ કરી છે. 14 એપ્રિલથી GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. જેમાં લોકો પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા વિના જ ટેસ્ટીંગ કરાવી શકશે. આ પહેલ મનપા અને ન્યુ બર્ગ સુપ્રાટેક લેબોરેટરીના PPP ધોરણે શરુ કરવામાં આવી છે.