ETV Bharat / state

અમદાવાદ પોલીસને થયો ટિકટોક ફીવર, કોઈ રાઉડી રાઠોડ તો કોઈ બન્યું તૂફાન - Ahmedabad police

અમદાવાદ: ટીકટોક એપ્લિકેશનમાં લોકો પોતાના વિડીયો બનાવીને સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસને પણ ટિકટોક ફીવર થયો હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણા બાદ અમદાવાદમાં પણ પોલીસ કર્મીનો ટીકટોક વિડીયો વાયરલ થયો છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચર્ચા કરી રહ્યા છે.

tiktok fever
author img

By

Published : Jul 25, 2019, 3:22 PM IST

ગુરુવારે મહેસાણાની મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીનો ટીકટોક વિડીયો વાયરલ થયો હતો. જે વિડીયો તેમણે પોલીસ સ્ટેશનમાં જ બનાવ્યો હોવાથી મહેસાણા જીલ્લા SPએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા. મહેસાણા બાદ અમદાવાદ પોલીસકર્મીના ટીકટોક વિડીયો વાયરલ થયા છે. પોલીસકર્મીઓ પણ હવે ટીકટોકનો રોગ ચઢ્યો હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદ પોલીસને થયો ટિકટોક ફીવર,કોઈ રાઉડી રાઠોડ તો કોઈ બન્યું તુફાન..
અમદાવાદના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી સંગીતા પરમાર નામની કોન્સ્ટેબલનો પણ ટીકટોક વિડીયો સામે આવ્યો છે. જેમાં મહિલા તૂફાન ફિલ્મના ડાયલોગ પર એક્ટિંગ કરતી નજરે પડી છે. જ્યારે એક અન્ય વિડીયો એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIનો છે, જેમના માથે વાળ નથી અને તેઓ રાઉડી રાઠોડ ફિલ્મના ડાયલોગ પર એક્ટિંગ કરતા દેખાઈ રહ્યા છે. આમ પોલીસને પણ ટીકટોક ફીવર થયો હોય તેવું લાગી રહ્યું છે અને પોલીસ હવે તૂફાન અને રાઉડી રાઠોડ બની હોય તેવું લાગી રહ્યું છે. ટીકટોકે પોલીસ બેડામાં પણ ચર્ચાનું સ્થાન પકડયું છે.

Intro:અમદાવાદ:ટીકટોક એપ્લિકેશનમાં લોકો પોતાના વિડિઓ બનાવીને સોશિયલ મિડીયામાં મુક્તા હોય છે ત્યારે પોલીસને પણ ટિકટોક ફીવર થયો હોય તેવું લાગી રહ્યું છે.મહેસાણા બાદ અમદાવાદમાં પણ પોલીસ કર્મીનો ટીકટોક વિડિઓ વાયરલ થયો છે.આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચર્ચા કરી રહ્યા છે.

Body:
ગુરુવારે મહેસાણાની મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિત ચૌધરીનો ટીકટોક વિડિઓ વાયરલ થયો હતો.જે વિડિઓ પોલીસ સ્ટેશનમાં જ બનાવ્યો હોવાથી મહેસાણા જીલા એસપીએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા.મહેસાણા બાદ અમદાવાદ પોલીસકર્મીના ટીકટોક વિડિઓ વાયરલ થયા છે.પોલીસકર્મીઓ પણ હવે ટીકટોકનો રોંગ ચઢ્યો હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદના પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી સંગીત પરમાર નામની કોન્સ્ટેબલનો પણ ટીકટોક વિડિઓ સામે આવ્યો છે જેમાં મહિલા તુફાન ફિલ્મના ડાયલોગ પર એક્ટિંગ કરતી નજરે પડી છે.જ્યારે એક અન્ય વિડિઓ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASIનો છે જેમના માથે વાળ નથી અને તેઓ રાઉડી રાઠોડ ફિલ્મના ડાયલોગ પર એક્ટિંગ કરતા દેખાઈ રહ્યા છે.આમ પોલીસને પણ ટીકટોક ફીવર થયો હોય તેવું લાગી રહ્યું છે અને પોલીસ હોવી તુફાન અને રાઉડી રાઠોડ બની હોય તેવું લાગી રહ્યું છે.ટીકટોકએ પોલીસ બેડામાં પણ ચર્ચાનું સ્થાન પકડયું છે...Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.