ETV Bharat / state

Ahmedabad News: અમદાવાદમાં 26 જાન્યુઆરીએ બ્લાસ્ટની ધમકી, શહેરમાં જારી કરાયું એલર્ટ, 4 લોકોની અટકાયત - 26 જાન્યુઆરીએ અમદાવાદમાં બ્લાસ્ટ કરવાની ધમકી

અમદાવાદ શહેર પોલીસને 26 જાન્યુઆરીએ બ્લાસ્ટ કરવાનો પોલીસને નનામો પત્ર મળ્યો છે. પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. સાવચેતીના ભાગ રૂપે શહેર પોલીસ દ્વારા તમામ ભીડભાડ વાળી જગ્યા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ધમકીભર્યો પત્ર મોકલવા મામલે ક્રાઈમ બ્રાન્ચે કુલ 4 લોકોની અટકાયત કરી છે.

અમદાવાદમાં 26 જાન્યુઆરીએ બ્લાસ્ટની ધમકી
અમદાવાદમાં 26 જાન્યુઆરીએ બ્લાસ્ટની ધમકી
author img

By

Published : Jan 25, 2023, 8:02 PM IST

Updated : Jan 25, 2023, 10:56 PM IST

અમદાવાદ શહેર પોલીસને 26 જાન્યુઆરીએ બ્લાસ્ટ કરવાનો પોલીસને નનામો પત્ર મળ્યો

અમદાવાદ: આવતીકાલે 26 જાન્યુઆરીને લઇ ગુજરાત રાજ્યની પોલીસ એલર્ટ છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસને 26 જાન્યુઆરીએ બ્લાસ્ટ કરવાનો પોલીસને નનામો પત્ર મળ્યો છે. પત્રમાં ગીતા મંદિર બસ સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશન પર બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે.

બ્લાસ્ટ કરવાની ધમકીનો પત્ર: શહેર પોલીસ કમિશનર કચેરીએ અજાણ્યા વ્યક્તિએ પત્ર મોકલીને તેમાં શહેરના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ તેમજ કાલુપુર રેલવે સ્ટેશન પર 26 જાન્યુઆરીએ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. જેને પગલે શહેર પોલીસ દોડતી થઈ હતી. એક તરફ શહેર પોલીસ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના કામગીરીમાં જોતરાયેલી હતી, તેવામાં પોલીસને મળેલા એક પત્રના કારણે શહેરભરની પોલીસની ઊંઘ હરામ થઇ હોવાનું સામે આવ્યું છે. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.

શહેર પોલીસ દ્વારા તમામ ભીડભાડ વાળી જગ્યા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું

4 લોકોની અટકાયત: અમદાવાદ પોલીસને બ્લાસ્ટનો ધમકીભર્યો પત્ર મોકલવા મામલે ક્રાઈમ બ્રાન્ચે કુલ 4 લોકોની અટકાયત કરી છે. 2 શખ્સોને ગુજરાતથી અને 2 શખ્સોને યુપીથી ઝડપ્યા છે. પત્રમાં જેનું નામ હતું તેને યુપીના બલિયાથી ઝડપ્યો છે. તમામ શખ્સોની પૂછપરછ હાથ ધરાઈ છે.

શંકાસ્પદ જણાતા મુસાફરોની પૂછપરછ
શંકાસ્પદ જણાતા મુસાફરોની પૂછપરછ

ક્રાઈમ બ્રાન્ચની આઠ અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ: ધમકી ભર્યા મળેલા પત્રને પગલે શહેર ક્રાઈમ બ્રાન્ચની આઠ અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ માટે નીકળી હતી. શહેર પોલીસે તકેદારીના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોમાં અને સાર્વજનિક સ્થળો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. સાવચેતીના ભાગ રૂપે શહેર પોલીસ દ્વારા તમામ ભીડભાડ વાળી જગ્યા પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તેમજ લોકોને પણ અજાણી વસ્તુ મળે તો તેની સાવચેત રહેવા અને તરત જ પોલીસ કંટ્રોલને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

શહેરમાં એલર્ટ જારી: ખાસ કરીને પત્ર મોકલનારે પોતાનો મોબાઈલ નંબર પણ લખ્યો હોવાથી કોઈ માનસિક અસ્થિર વ્યક્તિએ આ પત્ર મોકલ્યો હોવાની આશંકા સિવાય રહી છે. ધમકીભર્યો પત્ર મળતા સમગ્ર શહેરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આ પત્ર કોના દ્વારા લખવામાં આવ્યો છે કોણે પહોંચાડ્યો હતો તે સમગ્ર બાબતની તપાસ શરૂ કરી છે. હિન્દીમાં આ પત્ર લખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બોમ્બ બ્લાસ્ટની ધમકીના પગલે પોલીસ સતત એલર્ટ બની ગઈ છે. કાલુપુર રેલવે સ્ટેશન પર 12-12 કલાકનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

શંકાસ્પદ જણાતા મુસાફરોની પૂછપરછ: ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર કાગડાપીઠ પોલીસના દસથી વધુ પોલીસ કર્મચારીઓ અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓએ એસટી સ્ટેન્ડનું પ્લેટફોર્મ પાર્કિંગ તેમજ મુસાફરોની સામાન્ય તપાસ કરીને શંકાસ્પદ જણાતા મુસાફરોની પૂછપરછ પણ કરી હતી. તેમજ BDDS ની ટીમને આ મામલે જાણ કરી બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad Rural Court : હાર્દિક પટેલ હાજીર હો... નિકોલ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાઠવ્યું સમન્સ

રેલવે સ્ટેશન ઉપર એલર્ટ: કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા મેસેજના પગલે રેલવે પ્રોટેક્શન ફોર્સને પણ જાણ કરવામાં આવી છે. સામાન્ય રીતે 26 જાન્યુઆરીના દિવસે શહેરના મહત્ત્વ રેલવે સ્ટેશન ઉપર એલર્ટ આપવામાં આવતું હોય છે. ત્યારે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Central Budget 2023 24 : મોદી સરકારના બજેટથી સુરતના કાપડ વેપારીઓને નવી ઉમ્મીદ

અફવાઓમાં ગેરમાર્ગે ન દોરાવા અપીલ: આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે પોલીસને મળેલા નનામી પત્રને પગલે ક્રાઈમ બ્રાન્ચની 8 ટીમો તપાસમાં કામે લગાડવામાં આવી છે. તેમજ પત્ર મોકલનાર વ્યક્તિને પકડવા માટે ખાસ કવાયત શરૂ કરવામાં આવી છે અને જલ્દી જ પત્ર મોકલનારને ઝડપી લેવામાં આવશે. શહેરીજનોને ડરવાની કે ગભરાવવાની કોઈ જરૂર નથી તેમજ અફવાઓમાં ગેરમાર્ગે ન દોરાવા પણ પોલીસે અપીલ કરી હતી.

Last Updated : Jan 25, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.