ETV Bharat / state

Ahmedabad Crime : પોલીસની હત્યા કરનાર કુખ્યાત આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, 8ની ધરપકડ

અમદાવાદના શાહીબાગમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ચાલીના લોકોએ હુમલો કર્યો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ ઈજા પહોંચી છે. પોલીસની હત્યાના આરોપીને પકડીને અગાસી પરથી નીચે લાવતા ચાલીના લોકોએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો જૂઓ.

Ahmedabad Crime : પોલીસની હત્યા કરનાર કુખ્યાત આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, 8ની ધરપકડ
Ahmedabad Crime : પોલીસની હત્યા કરનાર કુખ્યાત આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, 8ની ધરપકડ
author img

By

Published : May 20, 2023, 7:23 PM IST

અસારવામાં પોલીસની હત્યાના ગુનામાં પેરોલ જમ્પ આરોપીને પકડવા ગયેલી પોલીસની હત્યાનો પ્રયાસ

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર પોલીસકર્મી પર હુમલાની ઘટના બની છે, કુખ્યાત આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર આરોપીના સાગરીતોઓ પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં એક પોલીસકર્મીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરીને મહિલાઓ સહિત 8 લોકોની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદના પૂર્વ વિસ્તાર શાહીબાગમાં પોલીસની ટીમ વોન્ટેડ આરોપીઓને ઝડપવાની કામગીરી કરી રહી હતી, ત્યારે પોલીસને માહિતી મળી હતી કે, શાહીબાગમાં હત્યાના ગુનામાં સામેલ આરોપી જે ચાઈના ગેંગનો મુખ્ય લીડર છે. તે ગોવિંદ ઉર્ફે પકલો ઉર્ફે જીગ્નેશ પટણી તેના ઘરે મોતીલાલ ચુનીભાઈની ચાલીમાં આવ્યો છે, જેથી પોલીસની 2 PSI અને 15 પોલીસ કોન્સ્ટેબલની ટીમ આરોપીને પકડવા માટે અસારવામાં તેની ચાલીમાં પહોંચી હતી. જ્યાં ચાલીના માણસો એકઠા થઈ ગયા હતા. પોલીસ વોન્ટેડ આરોપીને ઝડપીને અગાસી પરથી નીચે ઉતરી રહી હતી. તે દરમિયાન આરોપીની માતા સહિત અન્ય મહિલાઓ અને ચાલીના અન્ય પુરુષો પોલીસની ટીમ પર ધાબા પરથી પથ્થરમારો શરૂ કર્યો હતો.

8 લોકોની ધરપકડ
8 લોકોની ધરપકડ

પોલીસ કોન્સ્ટેબલ ઈજા : જે સમયે ત્યાં ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્રકુમાર કરશનભાઈ ચૌહાણને પથ્થર માથામાં વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે સમયનો લાભ લઈને આરોપી ગોવિંદ પટણીને તેની માતા અને અન્ય બે શખ્સોએ પોલીસની હાથમાંથી ખેંચીને ભગાડી ગયા હતા. જે બાદ પોલીસકર્મીને ગંભીર ઈજા થઈ હોવાથી પોલીસ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

અગાઉ પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરનાર આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે 11 લોકો સામે નામ જોગ ગુનો નોંધી 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય આરોપીઓને પકડવા ટીમો કામે લગાડવામાં આવી છે. - ડૉ. કાનન દેસાઈ (DCP, ઝોન 4)

પોલીસનો કાફલો ચાલીમાં : ઘટનાની જાણ શાહીબાગ PI સહિત ACP અને ઝોન 4 DCPને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ પર હુમલા કરનારા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. ચાલીમા રહેતા લક્ષ્મી પટણી, રેખા પટણી, પુષ્પા પટણી, વિઠ્ઠલ પટણી, બંસી પટણી, રાજી પટણી, જ્યોત્સના પટણીને સહિત ગોવિંદ ઉર્ફે પકલો પટણીને ઝડપી લીધા હતા. આ અંગે શાહીબાગ પોલીસે હત્યાનો પ્રયાસ, મારામારી, રાયોટીંગ અને સરકારી કામગીરીમાં અડચણ કરવા બાબતેન 11 લોકો સામે ગુનો નોંધી ઝડપાયેલા 8 આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે.

Surat Crime : નજીવી બાબતે પત્ની સાથેના ઝઘડામાં પિતાએ પુત્રી પર ચપ્પુના 17 ઘા કરી મોતને ઘાટ ઉતારી

Tapi Crime : કચરાના ઢગલામાંથી યુવતીના મળેલા મૃતદેહનો 20 દિવસ બાદ પડદો ઊંચકાયો, પતિએ કરી હત્યા

Dahod Crime : આડા સંબંધની શંકામાં યુવકની હત્યાના કેસનો ચૂકાદો આપતી લીમખેડા કોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.