ETV Bharat / state

PM Narendra Modi visits Gujarat : PM મોદીના પ્રવાસને લઈને શહેરના ક્યાં ક્યાં રસ્તાઓ બંધ રહેશે જુઓ..! - Ahmedabad Police Commissioner Notification

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 માર્ચના રોજ ગુજરાતની (PM Narendra Modi visits Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. શહેરના (Ahmedabad Police Commissioner Notification) કયા માર્ગ બંધ અને ક્યાં ચાલુ રહેશે જુઓ...!

PM Narendra Modi visits Gujarat : PM મોદીના પ્રવાસને લઈને શહેરના ક્યાં ક્યાં રસ્તાઓ બંધ રહેશે જુઓ..!

author img

By

Published : Mar 10, 2022, 10:23 AM IST

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 માર્ચના રોજ ગુજરાતની (PM Narendra Modi visits Gujarat) મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં 2 દિવસ કાર્યક્રમ યોજાશે. એ કાર્યક્રમને (PM Modi Program in Gujarat) લઈને પોલીસ દ્વારા બંદોબસ્તની તૈયારી કરવામાં આવી રહી છે. સમગ્ર રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે અને પંજાબ જેવી સુરક્ષામાં ભૂલ ના થાય એની ખાસ તકેદારી રાખવામાં આવશે. સાથે વડાપ્રધાનની સુરક્ષાને પગલે 11મી સવારે 6થી 12 મી રાતના 10 વાગ્યા સુધી શહેરમાં 'નો ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ કમિશનરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. આવો જાણીએ ક્યાં રસ્તા બંધ રહેશે અને કયા ચાલુ.

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

વડાપ્રધાનની સુરક્ષામાં 5550 પોલીસ કર્મી તહેનાત

વડાપ્રધાન મોદીના આગમન પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. વડાપ્રધાનની સુરક્ષામાં હથિયારી ગાર્ડ પણ રહેશે. VVIP અવરજવર હશે. ત્યારે બિનઅધિકૃત લોકોને પ્રવેશ રોકવામાં આવશે. વડાપ્રધાનના આગમન સમયે હુમલો, વિરોધ પ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ના થાય એનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : PM Narendra Modi visits Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવકારને લઈને તડામાર તૈયારીઓ

જે ખામીઓ થઈ છે તે ફરીથી ના થાય તેની તકેદારી

સેક્ટર-1 JCP રાજેન્દ્ર અસારીએ જણાવ્યું કે, અત્યાર સુધીના VVIP બંદોબસ્તમાં જે ખામીઓ થઇ છે. એ ફરીથી ના થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. મોદીના (PM Modi Gujarat Tour) કાર્યક્રમ દરમિયાન 4 IG-DIG કક્ષાના અધિકારીઓ, 24 DCP, 38 ACP, 124 PI, 400 PSI અને 5550 પોલીસ કર્મી તહેનાત રહેશે.

કયો માર્ગ બંધ?

સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવ, અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તેમજ સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી હોટલ હયાત થઈ કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની (Ahmedabad Police Commissioner Notification) અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.

આ પણ વાંચો : PM Modi Gujarat Tour: PM મોદી 11 માર્ચે સવારે 11 વાગ્યે પહોંચશે અમદાવાદ, રોડ શૉ સહિતના કાર્યક્રમો જાણો

કયો માર્ગ ચાલુ?

સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવ, શહીદ ચોક વસ્ત્રાપુર તળાવ, માનસી ચાર રસ્તાથી ડાબી બાજુ વળી કેશવબાગથી ડાબી બાજુ વળી અંધજન મંડળ ચાર રસ્તાથી જમણી બાજુ વળી પાંજરાપોળ ચાર રસ્તા, ગુલબાઈ ટેકરાથી દાદાસાહેબ પગલા ચાર રસ્તા, વિજય ચાર રસ્તા થઈ હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો વાહનોએ અવર જવર કરવા માટે ઉપયોગ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.