ETV Bharat / state

Ahmedabad Crime: વસ્ત્રાપુર લેકમાં સિક્યોરિટી ગાર્ડની હત્યાનો પર્દાફાશ, પાણી માટે આરોપી સાથે થઈ હતી બબાલ - Ahmedabad Police

અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં સિક્યોરિટી ગાર્ડની જાહેરમાં હત્યા કરનારો આરોપી આખરે ઝડપાઈ ગયો છે. આરોપી અને મૃતક વચ્ચે પાણી બાબતે બબાલ થતાં આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સાથે જ આરોપી ઉગ્ર સ્વભાવનો હોવાથી તે કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરતા વિચારતો ન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Ahmedabad Crime: વસ્ત્રાપુર લેકમાં સિક્યોરિટી ગાર્ડની હત્યાનો પર્દાફાશ, પાણી માટે આરોપી સાથે થઈ હતી બબાલ

author img

By

Published : Feb 9, 2023, 6:26 PM IST

આરોપી મૂળ નેપાળનો

અમદાવાદઃ વસ્ત્રાપુર લેકમાં જાહેરમાં લોકોની અવરજવર વચ્ચે સિક્યોરિટી ગાર્ડની હત્યા થતા ચકચાર મચી હતી. ત્યારે ઝોન 1 એલસીબીની ટીમે વસ્ત્રાપુરમાંથી જ હત્યારા યુવકની ધરપકડ કરી લીધી છે. આરોપી 7 ફેબ્રુઆરીએ રાત્રિના સમયે વસ્ત્રાપુર લેક પાસે ખાટલા પર સૂતા રહેલા સિક્યોરિટી ગાર્ડ લાલાભાઈ સંગાડાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચોઃ Surat Crime અમરોલીમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી, આવું હતું કારણ

પોલીસે કરી ધરપકડઃ આ મામલે પોલીસે નેપાળના રામજતન મુખિયા નામના 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું કે, તે વસ્ત્રાપુર લેક ગયો હતો અને ત્યાં પીવાના પાણી બાબતે સિક્યોરિટી ગાર્ડ સાથે બોલાચાલી થઈ હતી. એટલે આવેશમાં આવીને તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો. આ મામલે ઝકડાયેલા આરોપી સામે વસ્ત્રાપુરમાં ગુનો નોંધાયો હતો, હાલ આ ગુનામાં ઝડપાયેલા આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ હાથ ધરી છે.

જાહેરમાં હત્યાઃ 7મી ફેબ્રુઆરીએ વસ્ત્રાપુર તળાવમાં એડવેન્ચર પાર્કની પાછળ બોટિંગની જૂની ટિકીટ બારી પાસે ખાટલામાં 30 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ લાલાભાઈ સંગાડા સુતા હતા. તે દરમિયાન આરોપી રામજતન મુખિયાએ ત્યાં આવીને તેમની હત્યા કરી હતી. આ સમગ્ર હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ આરોપીને પકડવા કામે લાગી હતી.

બચાવવાની જગ્યાએ લોકો ભાગી ગયાઃ આ મામલે અશ્વિન વાંજા નામના યુવકે ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કેસ લોકોની અવરજવર વચ્ચે હત્યા કરી દેવામાં આવી હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું, ત્યારે લોકોએ તેને બચાવવાના બદલે ત્યાંથી ભાગી ગયા હોવાનું જોવા મળ્યું હતું.

મૃતક દાહોદનો હતોઃ આ મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, વસ્ત્રાપુર તળાવમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કોન્ટ્રાક્ટ પર પ્રાઈડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રિટર્નિંગ દિવાલનું કામ છેલ્લા અમુક દિવસથી ચાલતું હતું. મૃતક લાલાભાઈ સંગાડા દાહોદથી મજૂરી માટે અમદાવાદમાં આવ્યા હતા. જોકે, મૃતકનો સાળો અહીંયા કામ કરવાનો હતો, પરંતુ તેને અચાનક ગામડે જવાનું હોવાથી તેણે પોતાના બનેવીને કામ માટે અહીંયા મુક્યા હતા અને તે જ સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી.

હત્યા જોઈ આસપાસના લોકો ભાગી ગયાઃ આ સમગ્ર મામલે પોલીસે FSLની મદદ લઈને તપાસ કરતાં સામે આવ્યું હતું કે, મૃતકને શરીર ઉપર ઉપરા છાપરી 11 જેટલા ઘા મારવામાં આવ્યા હોવાથી તેનું મોત નીપજ્યું હતું. જોકે, આ સમગ્ર મામલે હત્યાની ઘટના જોઈને આસપાસના લોકો ભાગતા નજરે પડ્યા હતા. ત્યારે જો આસપાસના લોકોએ આરોપીને કોઈ પણ રીતે ત્યાંથી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો હત્યા ન થઈ હોત.

આ પણ વાંચો Surat Crime News : સુરતમાં હચમચાવી દેનાર હત્યાની ઘટના CCTV કેમેરામાં થઇ કેદ

વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી શરૂ કરીઃ આ મામલે ઝડપાયેલો આરોપી રામજતન મુખિયા મૂળ નેપાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે એક વર્ષ પહેલાં પણ અમદાવાદમાં હોટલમાં મજૂરી કામ માટે આવ્યો હતો. ત્યારબાદ ફરી વાર તે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક પિત્ઝાની દુકાનમાં નોકરીએ લાગ્યો હતો. જોકે, તે ઉગ્ર સ્વભાવનો હોવાથી કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરતા પહેલા વિચારતો ન હોવાનું પણ સામે આવ્યું છે, જેથી આ સમગ્ર મામલે ઝોન 1 એલસીબીએ આરોપીને ઝડપીને તેને વસ્ત્રાપુર પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.