મળતી માહીતી મુજબ શહેરના શાહીબાગ વિસ્તારમાં પોલીસને રાતે પશુ માસ લઈ જઈ રહેલી રિક્ષાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે મળતા તપાસ શરૂ કરતા 2 રીક્ષામાં પશુ માસ લઈ જઈ રહેલા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય ઈસમો મીરજપુર વિસ્તારના રહેવાસી છે. આ ત્રણેય શખ્સોએ પુછપરછમાં જણાવ્યું હતું કે તેઓ આ 100 કિલો જેટલું પશુ માસ વિજપુરથી લઈને આવી રહ્યા હતા.
આ અંગે ફોરેન્સિકની ટીમ પણ શાહીબાગ પહોંચી હતી અને આ પશુ માસ કોનું છે તે અંગે પણ તપાસ શરૂ કરી હતી.