ETV Bharat / state

Ahmedabad Crime : પાનના ગલ્લે મસાલો ખાવા ગયેલા યુવકના પેટમાં એક શખ્સે ચપ્પુ ફેરવી દીધું કેમ જૂઓ - કૃષ્ણનગરમાં યુવકની હત્યા

અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં ગલ્લે મસાલો ખાવા ગયેલા યુવકની હત્યા કરવામાં આવી છે. મારી સામે કેમ જોવે છે તેવી સામાન્ય બોલાચાલીમાં એક શખ્સે ચપ્પુથી હુમલો કરી યુવકની હત્યાને અંજામ આપ્યો છે. આ બાબતે પોલીસનેે જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Ahmedabad Crime : પાનના ગલ્લે મસાલો ખાવા ગયેલા યુવકના પેટમાં એક શખ્સે ચપ્પુ ફેરવી દીધું કેમ જૂઓ

author img

By

Published : May 15, 2023, 5:55 PM IST

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ગલ્લે મસાલો ખાવા ગયેલા યુવકની હત્યા

અમદાવાદ : શહેરમાં ફરી એક વાર હત્યાનો બનાવ બન્યો છે. જેમાં પાનના ગલ્લે મસાલો ખાવા ગયેલા યુવક પર સામાન્ય બાબતે બોલાચાલી થતા એક યુવકે ચપ્પુથી હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો. જે અંગે પરિવારજનોને જાણ થતા કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો : બાપુનગર અને પાલડીમાં થયેલી હત્યાના આરોપીઓ હજુ પકડાયા જ છે, ત્યાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. મૂળ સુરેન્દ્રનગરના અને અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રણવીરસિંહ ઝાલા નામના યુવકની હત્યાની ઘટના બની છે. રણવીરસિંહ ઝાલા રવિવારે રાતના સમયે ઘરેથી ગલ્લે જવા નીકળ્યો હતો અને રાતના સવા બાર વાગે આસપાસ વિજય પાર્ક ચાર રસ્તા પાસે આવેલા લક્કી સેવન ગલ્લા પર મિત્રો સાથે બેઠો હતો. રાતના સમયે રણવીરસિંહ ઝાલા ચાલતો ચાલતો જઈ રહ્યો હતો અને તેનો મિત્ર ગલ્લાની અંદરથી બહાર આવ્યો ત્યારે આરોપી યુવક રણવીરસિંહ સાથે મારી સામે કેમ જોવે છે તેમ કહીને બોલાચાલી અને ગાળાગાળી કરતો હતો.

ઘટના બની ત્યારે હું હાજર હતો, આરોપી યુવકે અચાનક રણવીરસિંહને ચપ્પુ મારી દેતા તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતો. જે હોસ્પિટલ બંધ હોવાથી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. - મૃતકના મિત્ર અજીતભાઈ

હું બહાર હતો મને હમણાં જ જાણ થઈ છે. મારા દિકરાનો પેટના ભાગે ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી છે - મૃતકના પિતા કિરીટસિંહ ઝાલા

ચપ્પુ કાઢીને પેટમાં માર્યું : જેથી રણવીરસિંહે ગાળો આપવાની ના પાડતા આરોપી યુવક ઉશ્કેર્યો હતો. પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી રણવીરસિંહના પેટના ભાગે મારી દીધું હતું. જેથી પ્રકાશ ઉર્ફે રાજા નામનો મિત્ર વચ્ચે પડતા આરોપી યુવકે તેને હાથના કાંડાના ભાગે ચપ્પુ મારી દીધું હતું. જે બાદ અજીત તેના મિત્ર રણજીતસિંહ પાસે ગયો હતો. રણવીરસિંહ લોહીલુહાણ હાલતમાં હોવાથી તેને પોતાની ગાડી પર બેસાડી કૃષ્ણનગર દસ માળીયા ખાતે દવાખાને લઈ ગયો હતો, જ્યાં દવાખાનું બંધ હોવાથી 108 બોલાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો.

Ahmedabad crime news: પાલડીમાં કાર ચઢાવી યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો

Rajkot Crime: એક તરફી પ્રેમમાં પાગલ વિકૃતે તિક્ષ્ણ હથિયાર મારી મહિલાની હત્યા કરી નાખી

Bhavnagar News: ત્રણ બાળકોની હત્યા કરનારા પિતાને આજીવન કેદ, 4 વર્ષ બાદ ચુકાદો

પોલીસનો કાફલો દોડતો થ્યો : જ્યાં સારવાર દરમિયાન તબીબે રણવીરસિંહ ઝાલાને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ આ અંગે પોલીસને જાણ થતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ મામલે કૃષ્ણનગર પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

મોડી રાત્રે બનાવ બન્યો છે, હાલ કૃષ્ણનગર અને નરોડા પોલીસ સ્ટેશનની ટીમો આરોપીને પકડવા કામે લાગી છે. આરોપીના ઝડપાયા બાદ હત્યા પાછળનું સાચું કારણ જાણી શકાશે. - ACP વી.એન. યાદવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.