ETV Bharat / state

New Zealand and England Match : વડોદરાના યુવાનોએ વેસ્ટ ઇન્ડિઝ ટીમને યાદ કરી, નોકરીમાં બહાનું કરીને આવ્યા મેચ જોવા - મેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પહેલી મેચ જોવાનો અદમ્ય આનંદ માણવા વડોદરાના ક્રિકેટચાહકો આવી પહોંચ્યાં હતાં. નોકરીમાં બહાનું કાઢી રજા પાડીને મેચ જોવા આવેલા આ ક્રિકેટપ્રેમીઓએ વેસ્ટ ઇન્ડિઝ ટીમને મિસ કરતા હોવાનું જણાવ્યું હતું.

New Zealand and England Match : વડોદરાના યુવાનોએ વેસ્ટ ઇન્ડિઝ ટીમને યાદ કરી, નોકરીમાં બહાનું કરીને આવ્યા મેચ જોવા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 4:21 PM IST

વેસ્ટ ઇન્ડિઝ ટીમને યાદ કરતાં ક્રિકેટચાહકો

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી વિશ્વ કપ 2023ની શરૂઆત થઈ છે. ત્યારે પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર છે. આ મેચમાં વહેલી સવારથી જ ક્રિકેટ પ્રેમીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવી રહ્યા છે. ત્યારે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમને સપોર્ટ કરવા માટે વડોદરાના 4 યુવાનો અમદાવાદ પહોંચ્યા હતાં. જ્યારે આ તમામ યુવાનો નોકરીમાં રજા પાડીને અમદાવાદ મેચ જોવા પહોંચ્યાં હતાં.

બરોડાના યુવાનો રજા પાડી મેચ જોવા આવ્યાં : વિશ્વ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ત્યારે ભારત દેશ અને વિશ્વમાંથી અનેક દેશોમાંથી મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતાં. ત્યારે ગુજરાતના પણ અલગ અલગ શહેર અને જિલ્લાઓમાંથી પ્રથમ વિશ્વ કપની મેચ જોવા આવ્યા હતાં. ત્યારે બરોડાના ચાર યુવાનો કે જેઓ નોકરીમાંથી બહાનું બતાવીને રજા લઈને અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ જોવા માટે પહોંચ્યા હતાં. મહત્વની વાત કરવામાં આવે તો મીડિયા સાથેની વાતચીત કરવા માટે પણ તેઓ ડરતા હતાં અને અમારી નોકરી જતી રહેશે તેવો પણ એક ભય તેમને સતાવતો હતો. તેમ છતાં પણ તેઓએ વિશ્વ કપની મેચને ધ્યાનમાં લઈને ઈટીવી સાથે ખાસ વાતચીત કરી હતી.

વેસ્ટ ઇન્ડિઝ ટીમને મિસ કરીશું, ભારતની ટીમને ફૂલ સપોર્ટ : બરોડાથી આવેલા ચાર યુવાનોએ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે અમે વિશ્વ કપની પ્રથમ મેચ અને એ પણ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. ત્યારે અમે તેમાં લાઈવ મેચ જોવા માટે જ બરોડાથી અમદાવાદ આવ્યા છીએ. આ અમારી પણ પ્રથમ મેચ છે કે જે અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જઈને મેચ જોઈ રહ્યાં છીએ. જ્યારે આ વિશ્વ કપમાં અમે વેસ્ટ ઈન્ડિઝ ટીમને મિસ કરી રહ્યા છીએ કે જેઓ આ વિશ્વ કપનો ભાગ નથી. પરંતુ અમે ભારત ટીમને ફુલ સપોર્ટ કરવા માટે આવ્યા છીએ અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે ફાઇનલ રમાવાની છે તેમાં પણ ઇન્ડિયા જ ફાઇનલમાં તેવી ઈચ્છાઓ પણ વડોદરાના ક્રિકેટ પ્રેમીઓએ વ્યક્ત કરી હતી.

  1. World Cup Match in Ahmedabad : ભાજપની 800 મહિલાઓને વર્લ્ડ કપ મેચની કોમ્પ્લિમેન્ટરી ટિકીટ, જૂઓ કેવા શુભેચ્છા પત્ર સાથે મળી ભેટ
  2. World Cup 2023: ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
  3. World cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજથી વિશ્વકપનો પ્રારંભ, મેચને લઈને પોલીસનો લોખંડી બંદોબસ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.