ETV Bharat / state

Ahmedabad News : આખા અમદાવાદમાં રેઇન ગેજ મશીનથી વરસાદ મપાશે, એએમસીએ ક્યાં ક્યાં મૂક્યાં જૂઓ - વરસાદ માપવાની પદ્ધતિ

ચોમાસુ આંગણે આવીને ઊભું છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા વરસાદને લઇને વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેના મહત્ત્વપૂર્ણ આંકડા જેને આધારે આપવામાં આવે છે તે રેઇન ગેજ મશીન દ્વારા આખા અમદાવાદમાં વરસાદ માપવાની વ્યવસ્થા થઇ છે. શહેરમાં કુલ આધુનિક પ્રકારના 26 રેઇન ગેજ મશીન ફિટ કરાયાં છે.

Ahmedabad News : આખા અમદાવાદમાં રેઇન ગેજ મશીનથી વરસાદ મપાશે, એએમસીએ ક્યાં ક્યાં મૂક્યાં જૂઓ

author img

By

Published : Jun 9, 2023, 5:33 PM IST

ઓટોમેટિક રેઇન ગેજ મશીન

અમદાવાદ : એક સમય એવો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદ માપવા માટે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો.પરંતુ હવે વરસાદ માપવાની પદ્ધતિ પણ બદલાઇ છે. ટેકનોલોજીના સમયની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યંત આધુનિક પદ્ધતિથી ઓટોમેટીક રેઇનગેજ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે અલગ અલગ ઝોન ઓફિસમાં 26 જેટલા રેઈનગેજ મશીન ફીટ કરવામાં આવ્યા છે.

ટીપેટીપાંની માહિતી મળશે : ગુજરાતમાં આગામી 10 દિવસની અંદર ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા વરસાદની માપણી કરવા માટે રેઈન ગેજ મશીન મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મશીન દ્વારા વરસાદના એક એક ટીપાની જાણકારી આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે 26 જેટલા જગ્યા ઉપર રેઈનગેજ મશીન મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત વર્ષે માત્ર મુખ્ય કંટ્રોલરૂમ પર જ આ રેઈન ગેજ મશીન મૂકવામાં આવ્યું હતું.

પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેમી ઓટોમેટિક મશીનથી માપણી કરવામાં આવતી હતી. છેલ્લાં 2 વર્ષથી 26 રેઇનગેજ મશીન મૂકવામાં આવ્યા છે. જયારે 13 જેટલા સેમી ઓટોમેટિક મશીન મૂકવામાં આવ્યા છે. આ રેઇન ગેજ મશીન વરસાદની એક એક ટીપાંની પણ માહિતી આપે છે...વિજય પ્રિયદર્શી(મુખ્ય કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ)

કેવી રીતે કામ કરશે રેઇન ગેજ મશીન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વરસાદ માપવા માટે પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં બીકરમાં વરસાદનું પાણી પડે ત્યારબાદ તેને મેન્યુલી માપવામાં આવતો હતો. જેની અંદર લાંબો સમય જતો હતો. પુરતા પ્રમાણમાં ડેટા પણ મળતા ન હતાં. હવે રેઈન ગેજ મશીન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેની અંદર વરસાદ પડે તે સમયે પાણી નળાકાર જેવા સાધનમાં જમા થાય છે. એમાં પાણી પડવાને આધારે કેટલો વરસાદ પડે છે તેના ડેટા ડિસ્પ્લે મશીન દ્વારા સર્વર રૂમમાં પહોંચે છે. આ રેઈનગેજ મશીન સોલાર પદ્ધતિથી ચાલે છે.

ઝોનલ ઓફિસમાં મૂકાયા રેઇન ગેજ મશીન : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેઈન ગેજ મશીનને સોફ્ટવેર સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. ગત વર્ષે માત્ર પાલડી ખાતે આવેલા મુખ્ય કંટ્રોલ રૂમમાં જ રેઇન ગેજ મશીન લગાવવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે અમદાવાદ શહેરના અલગ અલગ ઝોનલ ઓફિસમાં 26 જેટલી જગ્યા ઉપર આ રેન્જ મશીન લગાવવામાં આવ્યું છે. જેથી અમદાવાદ શહેરમાં પડતા વરસાદના એક એક ટીપાની માહિતી પણ હવે મળી રહેશે. આ પહેલા વરસાદની માપણી માટે બીકરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હવે એક અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

એએમસીએ શહેરમાં ક્યાં ક્યાં મૂક્યાં : રેઇન ગેજ મશીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરની અલગ અલગ ઝોન ઓફિસમાં 26 જેટલા રેઈન ગેજ મશીન મૂકવામાં આવ્યા છે જેમાં વિરાટનગર, ઓઢવ, કઠવાડા, રામોલ, નિકોલ,ચીકુડીયા રોડ, ઉસ્માનપુરા, ચાંદખેડા, રાણીપ, બોડકદેવ, ગોતા, વસંતનગર, વંદે માતરમ સહિત વિસ્તારોમાં આ રેઇનગેજ મશીન મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 26 ઓટોમેટિક રેઈન ગેજ મશીન અને 13 સેમી ઓટોમેટિક મશીન મળીને અમદાવાદમાં રેઇનગેજ મશીનની કુલ સંખ્યા 39 છે.

  1. Rain Gauge Machine : કોર્પોરેશને મૂકેલા રેઇન ગેજ મશીન શું છે અને કયું કામ કરશે તે જાણો
  2. રાજ્યની 1000 સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટનું ઇ-લૉન્ચ
  3. Pre monsoon Action Plan: 8 મહાનગરપાલિકાઓના પ્રી મોનસુન એક્શન પ્લાન તૈયાર, CMએ કરી સમીક્ષા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.