ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસમાં વધારો, કામગીરીને લઇ એએમસી આરોગ્ય તંત્રનો દાવો શું છે જૂઓ

author img

By

Published : Jun 6, 2023, 7:48 PM IST

અમદાવાદ શહેર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે પાણીજન્ય કેસ પણ જોવા મળી રહ્યાં છે. જૂન માસના માત્ર 3 જ દિવસમાં ઝાડા ઉલટીના 64 કેસ સામે આવી રહ્યા છે. જયારે વાતાવરણ ફેરફાર થવાના કારણે મચ્છરજન્ય કેસ નહિવત પ્રમાણ જોવા મળી રહ્યા છે.જોઇએ એએમસી આરોગ્ય તંત્રની કામગીરી.

Ahmedabad News : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસમાં વધારો, કામગીરીને લઇ એએમસી આરોગ્ય તંત્રનો દાવો શું છે જૂઓ
Ahmedabad News : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસમાં વધારો, કામગીરીને લઇ એએમસી આરોગ્ય તંત્રનો દાવો શું છે જૂઓ
સતત ફોગીંગ કામગીરી

અમદાવાદ : રાજ્યમા હવે ગરમીની સાથે વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. દિવસભર શહેરીજનો ભારે બફારા સાથે ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે કમોસમી વરસાદ તથા પાણીજન્ય રોગચાળો પણ જોવા મળી રહ્યો છે. જૂન માસની 3 દિવસમાં જ 99 કેસ સામે આવ્યા છે. જેના કારણે વરસાદના પાણીનો ભરાવો ન થાય તે માટે સતત ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી હોવાનો એએમસી આરોગ્ય તંત્રનો દાવો છે.

મચ્છરજન્યમાં માત્ર સાદા મેલેરિયાના કેસ : શહેરમાં મચ્છરજન્ય કેસોમાં નહિવત કેસ જોતા અધિકારીઓ રાહત અનુભવી રહ્યા છે.આ જૂન માસના 3 દિવસમ સાદા મેલેરિયાના 5 જ કેસ નોંધાયા છે. જયારે ગત વર્ષ 2022ના જૂન માસમાં આ કેસ 89 નોંધાયા હતા. ડેન્ગ્યૂના 2 કેસ .કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 2639 જેટલા લોહીના સેમ્પલ તેમજ 70 જેટલા સિરમના સેમ્પલ લઇને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

પાણીજન્ય કેસ યથાવત : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસોની વાત કરવામાં આવે તો જૂન માસમાં 3 દિવસમાં જ ઝાડા ઉલટીના 64 કેસ, કમળાના 16 કેસ ટાઈફોઇડના 19 કેસ નોંધાયા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી 2156 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે 575 જેટલા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી અત્યાર સુધી 6 સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ કોર્પોરેશનની 4000 જેટલી જગ્યા ઉપર દરેક ઝોનના અધિકારીને જવાબદારી આપવામાં આવશે. તેમાં યોગ્ય રીતે ચેકિંગ કરીને અને એક QR કોડ દ્વારા સ્કેન કરી ફોર્મમાં તમામ વિગતો 1 મહિનામાં 2 વખત રિપોર્ટ આપવાનો રહેશે. આ વિગતોમાં ક્યાંય પણ ગેરરીતિ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે...ડો. ભાવિન સોલંકી (આરોગ્ય અધિકારી, AMC)

મચ્છજન્ય કેસ અટકાવવા નવતર પ્રયોગ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયની અંદર ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય કેસ ન વધે તે માટે કોર્પોરેશન દ્વારા પોતાની તમામ ઓફિસો આંગણવાડી સ્કૂલો સહિતની અંદાજિત 4000 જેટલી જગ્યા ઉપર દરેક ઝોનના અધિકારીને જવાબદારી આપવામાં આવશે. તેમાં યોગ્ય રીતે ચેકિંગ કરીને અને એક QR કોડ દ્વારા સ્કેન કરી ફોર્મમાં તમામ વિગતો 1 મહિનામાં 2 વખત રિપોર્ટ આપવાનો રહેશે. આ વિગતોમાં ક્યાંય પણ ગેરરીતિ સામે આવશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

  1. Ahmedabad News: બેવડી ઋતુમાં રોગચાળો, તાવ-શરદી અને ઉધરસના દર્દી વધ્યા
  2. Heat Stroke : ગુજરાતમાં તાપમાનનો વધારો થતાં હીટ સ્ટ્રોક કેસોમાં વધારો, સૌથી વધુ કેસ ક્યાં નોંધાયા?
  3. Ahmedbad Bird Hospital: માણસો જ નહીં પંખીઓ પણ બન્યા ડિહાઈડ્રેશનના શિકાર, 2000 જેટલા બર્ડ્સની સારવાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.