ETV Bharat / state

Varun Dhawan New Restaurant : અમદાવાદમાં વરુણ ધવનએ પોતાની રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કર્યું

બોલીવુડ સ્ટાર વરુણ ધવન આજે શુક્રવારે અમદાવાદની મુલાકાતે હતો. જોકે આ વખતે તે કોઇ ફિલ્મ પ્રમોશન માટે નથી આવ્યો. વરુણ અમદાવાદમાં એક રેસ્ટોરન્ટ ઓપનિંગના કાર્યક્રમમાં આવ્યો હતો. શું છે કારણ તે જૂઓ.

author img

By

Published : Aug 18, 2023, 8:06 PM IST

Ahmedabad News : અમદાવાદમાં ઓર્ગેનિક ભોજન આપતી નવી રેસ્ટોરન્ટ ખુલી, શા માટે તે જાણો વરુણ ધવન પાસેથી

ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવાનો દાવો

અમદાવાદ : બોલીવુડ ફિલ્મ અભિનેતા વરુણ ધવન અમદાવાદના મહેમાન બન્યા હતાં. વરુણ ધવને અમદાવાદમાં પોતાની ખાનગી રેસ્ટોરન્ટ ખુલ્લી મૂકી છે. વરુણ ધવન આ અવસરે હાજર તેનાં સમર્થકો સાથે મળી મનોરંજન પણ પૂરું પાડ્યું હતું. વરુણે મીડિયા સાથે વાત કરતાં પોતાની રેસ્ટોરન્ટમાં શું વિશેષતા છે તે વિશે વિગતો શેર કરતાં તેના તમામ ભોજનમાં ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરવાનો દાવો કર્યો છે.

અમદાવાદમાં રેસ્ટોરન્ચ ખોલી : વરુણ ધવન સહિતના ઘણાં બોલીવુડ અભિનેતા એક સારા કલાકાર સાથે અન્ય વ્યવસાય સાથે પણ સંકળાયેલા જોવા મળે છે. અનેક અભિનેતા પોતાની રેસ્ટોરન્ટ તેમજ અન્ય બિઝનેસ સાથે સંકળાયેલા છે. ત્યારે નવી પેઢીના માનીતા બોલીવુડ અભિનેતા વરુણ ધવને આજે તેમની રેસ્ટોરન્ટનું ઉદઘાટન અમદાવાદ ખાતે કર્યું હતું.

આજની લાઇફમાં ખૂબ ભારે જમવાનું લેવામાં આવતું હોય છે. પરંતુ મારા પિતાની ઉંમર થવાથી તે સારું જમી શકે અને હેલ્થી સારી રહે તે માટેનો વિચાર આવ્યો. એક સમય મારા પિતા વર્ષની ચારથી પાંચ ફિલ્મ કરતા હતાં. પરંતુ ઉંમર વધવાથી શરીર ફિટ રહેવું પણ ખૂબ જ જરૂરી હતું. તેમના વિશે હેલ્ધી ફૂડનો વિચાર કર્યો તો સાથે દેશના અન્ય લોકોને પણ હેલ્ધી ડાયટનો વિચાર આવ્યો કે આ ખૂબ જરુરી છે. જેને લઈને ફિટ ઇટ નામની રેસ્ટોરન્ટ લોન્ચ કરવાનો વિચાર કર્યો અને આજે અમદાવાદમાં રેસ્ટોરન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે...વરુણ ધવન(અભિનેતા)

ઓર્ગેનિક વસ્તુઓનો જ ઉપયોગ : વધુમાં વરુણે જણાવ્યું હતું કે આ રેસ્ટોરન્ટમાં નેચરલ ફૂડનો જ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. આપણી સંસ્કૃતિ અને આયુર્વેદિકે આપણને ઘણું બધું આપ્યું છે તેનો ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે. જેને લઈને આ રેસ્ટોરન્ટમાં પણ ઓર્ગેનિક વસ્તુઓનો જ ઉપયોગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ ચોખ્ખી વસ્તુનો ઉપયોગ કરીને લોકો ફિટ રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક શહેરમાં આ આઉટલેટ જોવા મળશે અને તે શહેરની કે રાજ્યની ખાસિયત મુજબ જ જમવાનું પ્રાપ્ત થશે.

વરુણની રેસ્ટોરન્ટના 200 આઉટલેટ : સૌથી પહેલા 2019માં બેંગ્લોરમાં પ્રથમ આઉટલેટની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં બેંગ્લોર,જયપુર, અમદાવાદ જેવા શહેરોમાં આ આઉટલેટ શરુઆત કરવામાં આવી છે. આગામી સમયમાં સુરત, વડોદરા, રાજકોટમાં ખોલવામાં આવશે. આગામી સમયમાં દેશના 50 શહેરમાં 3000 આઉટલેટ ખોલવામાં આવશે. હાલમાં અંદાજે 200થી પણ વધુ આઉટલેટ દેશની અંદર ચાલી રહ્યા છે.

  1. વરુણ ધવને તેની માતાના જન્મદિવસ પર ખાસ પોસ્ટ શેર કરી
  2. 'સ્ટ્રીટ ડાન્સર 3D'ની કાસ્ટ સાથે etv ભારતની ખાસ વાતચીત
  3. Arijit Singh Songs: વરુણ ધવન-જાનવી કપૂરની ફિલ્મ 'બવાલ'નું ફર્સ્ટ સોન્ગ 'તુમ્હે કિતના પ્યાર કરતે' રિલીઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.