અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી દલિત યુવાનોની હત્યા થતી હોય તેવા પણ કિસ્સો સામે આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બોલિયા ગામના અરવિંદ પરમાર નામના યુવાનની શંકાસ્પદ રીતે લાશ મળી આવતા કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
સરકાર પર આક્ષેપ : કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં RSS અને ભાજપ દલિતની હત્યા કરવાની છૂટ આપી હોય તેવું લાગી રહ્યું છે. થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના એક ગામમાં યુવાને વિડીયો વાયરલથી જણાવ્યું હતું કે, મારી હત્યા થઈ શકે તેમ છે, મહેરબાની કરીને મને બચાવો અને પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી જાન મુખ્યપ્રધાન તેમ જ ગૃહપ્રધાન સુધી કરવામાં આવી હતી. તેમ છતાં દલિત સમાજના આ બે યુવાનોને પોતાની જમીનમાં ખેતી કરવા જતી વખતે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
તપાસ કર્યા વિના અંતિમ સંસ્કાર : વધુમાં જણાવ્યું હતું કે, થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બોલિયા ગામના અરવિંદ પરમાર નામના યુવાને પોતાનું ખૂન થવાની શક્યતા છે તેવો વિડીયો વાયરલ કર્યો હતો તેમજ જિલ્લા એસપીને પણ ફોન કરીને જાણ કરી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા તે યુવકની લાશ મળી આવી હતી. આ આત્મ હત્યા, નદીમાં ડૂબી જવાથી કે કયા કારણસર તેનું અવસાન થયું છે. તેની તપાસ કર્યા વિના તેની દફનવિધિ કરી દેવામાં આવે છે.
ઓડિયો ક્લિપ થઇ વાયરલ : અરવિંદ પરમાર તેમજ અમરેલી જીલ્લા કોઈ અઘિકારી સાથે ફોનમાં વાત થયેલું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ કરવામાં આવ્યું હતું. જેમાં એક શખ્સ દ્વારા પોલીસ સ્ટેશનમાં આવી જવા અથવા તો 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ માગવાની વાત કરે છે. પરંતુ જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસની જવાબદારી હતી. જાણ કરીને કોઈ પીએસઆઇ કે અન્ય પોલીસ અધિકારીને મોકલી તપાસ કરી શકતા હતા પરંતુ તેમને તપાસ ન કરતા આજે તે યુવાનનું મોત થયું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી કે જે તે જવાબદાર અધિકારી છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેમની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
દલિત યુવાનને પોલીસ પ્રોટક્શન આપવામાં આવે : વધુમાં તેણે જણાવ્યું હતું કે, આવા અનેક દલિત યુવાનોને દિવસેને દિવસે ધમકીઓ મળતી રહે છે. થોડાક દિવસ પહેલા જ સાણંદ તાલુકાના મોડાસર ગામના રહેવાસી વિક્રમ પરમાર પર પણ જાન લેવા હુમલો થયો હતો. એક વર્ષથી તેને પોલીસ પ્રોટેકશન આપવામાં આવી રહ્યું હતું. પરંતુ જે સમય પોલીસ પ્રોટેકશન પરત લઇ લેતાં જ તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તેને પણ જાણ કરી છે કે જો મને પોલીસ પ્રોટેક્શન આપવામાં નહીં આવે તો પણ મારી હત્યા થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.