અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ડોક્ટર મનીષ દોશીના કારકિર્દીનું માર્ગદર્શન આપતી કારકિર્દીના ઊંબરેથી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીશ દોશી દ્વારા સતત 18 વર્ષથી આ પુસ્તિકા બહાર પાડવામાં આવે છે અને તે લોકપ્રિય પણ બનેલી છે. આા વર્ષે રજૂ થયેલી કારકિર્દીના ઊંબરેથી નામની હેન્ડબૂકમાં 5000થી વધુ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકને QR કોડ સ્કેન દ્વારા પણ પુસ્તકને ડાઉનલોડ કરી શકાય છે.
અભ્યાસ પસંદગીમાં સરળતા : રાજ્યમાં વિવિઘ બોર્ડ પરીક્ષાઓના પરિણામોનો સમય ચાલી રહ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર પણ થઇ ગયું છે. જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 નું પરિણામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરિણામ બાદ કારકિર્દી ઘ્યાનમાં રાખીને આગળ અભ્યાસ કરવા કયા કોર્સમાં જવું તેની માહિતી બધાં પાસે હોતી નથી તેથી મુશ્કેલી અનુભવાતી હોય છે. ત્યારે આજે લોન્ચ થયેલું ડોક્ટર મનીષ દોશીના કારકિર્દીનું માર્ગદર્શન આપતી કારકિર્દીના ઊંબરેથી પુસ્તિકા ઘણે અંશે મદદરુપ બની શકે છે.
લોન અને સ્કોલરશીપની માહિતી : કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના આ પુસ્તક કારકિર્દીના ઊંબરેથીમાં 5000થી પણ વધુ કોર્સની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પુસ્તકમાં કેવી રીતે એજ્યુકેશન લોન કે સ્કોલરશીપ મળે તેની પણ માહિતી અપાઇ છે. આ ઉપરાંત તમામ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિવિધ કોર્સ ધોરણ 10 કે 12 પછીના કોર્સ મેડિકલ,એન્જિનિયરિંગ, ડિપ્લોમા તમામ કોર્સ તેમજ શાળા કોલેજોની બધી માહિતી આ પુસ્તક દ્વારા પ્રાપ્ત થઇ શકે છે. આ પુસ્તક QR કોડ અને કોંગ્રેસ પક્ષની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
કોંગ્રેસ માત્ર રાજનીતિ જ નહીં, પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા પણ કરે છે. કોંગ્રેસ દર વર્ષે કારકિર્દીના ઉંમરે પુસ્તક વિમોચન કરાતું હોય છે. ત્યારે આજે સતત 18માં વર્ષે પણ કારકિર્દીના ઉમરે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકની માંગ અનેક તાલુકા કક્ષાએ પણ જોવા મળી રહી છે...જગદીશ ઠાકોર (પ્રદેશ પ્રમુખ)
શિક્ષણની સ્થિતિની ચર્ચા કરી : ગુજરાતમાં એક બાજુ 6000 કરતાં પણ વધારે પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે. જ્યારે બીજી બાજુ અનેક શાળાઓમાં એક શિક્ષકથી જ શાળાઓ ચાલી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં રમતગમતના શિક્ષકો પણ ઉપલબ્ધ નથી તેવી માહિતી પણ જગદીશ ઠાકોરે દોહરાવી હતી તો આ તકે ઉપસ્થિત કોંગ્રેસ નેતા અમિત સોલંકીએ પણ કહ્યું હતું કે સરકાર દ્વારા શિક્ષણનું ખાનગીકરણ અને વેપારીકરણ કરવામાં આવી રહ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે NSUI ની ટીમ પણ શિક્ષણ માટે હંમેશા લડતી રહી છે. આવનાર સમયમાં પણ લડતી રહેશે.
આજે કોંગ્રેસ પ્રદેશ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગળનો ઉજવળ કારકિર્દી માટે સચોટ માહિતી અને માર્ગદર્શન આપતું પુસ્તક કારકિર્દીના ઉમરેનું વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તક વિદ્યાર્થીઓને જ નહી પણ વાલી અને શિક્ષકોને પણ ઉપયોગી થતું આ પુસ્તક છે... અમિત ચાવડા (કોંગ્રેસ નેતા)
ભાજપ સરકારની ટીકા : વધુ એક કોંગ્રેસ નેતા પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની ટીકા કરતાં કહ્યું કે સરકારે ઉચ્ચ શિક્ષણ અને ગુણવત્તાવાળું શિક્ષણ આપવાને બદલે શિક્ષણના નામે લૂંટવાનો ધંધો બનાવી દીધો છે. ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરવો હોય તો ખાનગી શાળાઓમાં જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
આ પુસ્તકને આ વખતે પ્રથમ વખત ડિજિટલ કરવામાં આવ્યું છે. ગુજરાતની એક પણ યુનિવર્સિટી દેશની ટોપ 100 યુનિવર્સિટીમાં આવતી નથી. ભાજપ સરકાર જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીની ટીકા કરી રહી છે. જે હાલ દેશમાં ટોપ 5 રેન્ક ધરાવતી યુનિવર્સિટી છે. સરકારે ઉચ્ચ શિક્ષણ અને ગુણવત્તાવાળું શિક્ષણ આપવાને બદલે શિક્ષણના નામે લૂંટવાનો ધંધો બનાવી દીધો છે. ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરવો હોય તો આ જ ખાનગી શાળાઓમાં જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે... અર્જુન મોઢવાડિયા (પૂર્વ પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ)
એજ્યુકેશનની હાલત ખૂબ જ ખરાબ : કારકિર્દીના ઊંબરેથી પુસ્તકના વિમોચન પ્રસંગે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં 32000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને 47 હજાર યુવક યુવતીઓ નોકરીની રાહ જોઈને બેસી રહ્યા છે. પરંતુ સરકાર ખાનગીકરણ કરવામાં જ વ્યસ્ત જોવા મળી રહી છે. ત્યારે બીજી બાજુ હાયર એજ્યુકેશનની હાલત પણ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. યુનિવર્સિટીઓના કુલપતિઓ પણ લાયકાત વિનાના છે. છેલ્લાં 10 વર્ષમાં એક પણ ભરતી એવી કરવામાં આવી નથી કે જેમાં કૌભાંડ જોવા મળ્યું ન હોય.