ETV Bharat / state

Ahmedabad News : અમદાવાદના કેન્સર સર્જનોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, કેન્સરના દર્દીઓની સારવારમાં ઉપયોગી થ્રીડી પ્રિન્ટ બનાવી - કેન્સર દર્દીઓની સારવારમાં ઉપયોગી

જીસીઆરઆઈના કેન્સર સર્જન ડોક્ટરો તરફથી કેન્સરના દર્દીઓ માટે ઉપયોગી નીવડનારી ટેકનિકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેઓએ ખભાના હાડકાના કેન્સરના સૌથી મોટા મોડલની થ્રીડી પ્રિન્ટ બનાવી છે. જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ ઝડપથી હકારાત્મક પરિણામો લાવી શકે છે.

Ahmedabad News : અમદાવાદના કેન્સર સર્જનોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, કેન્સરના દર્દીઓની સારવારમાં ઉપયોગી થ્રીડી પ્રિન્ટ બનાવી

author img

By

Published : Jun 24, 2023, 7:50 PM IST

અમદાવાદ : ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરોએ કમાલ કરી બતાવી છે. તેઓએ ખભાના હાડકાના કેન્સરના સૌથી મોટા મોડલની 3D પ્રિન્ટ બનાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જયો હતો. તેમના આ મોડલમાં સાંધા અને પ્રત્યારોપણની થ્રીડી પ્રિન્ટનો સમાવેશ થાય છે. આના દ્વારા કેન્સરના દર્દીઓ માટે વધુ સક્ષમ પરિણામો ઉપલબ્ધ કરાવી શકાશે.

કેન્સર સર્જનોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો : જીસીઆરઆઈમાં આવતીકાલ 25મી જૂને ઓર્થોપેડિક ઓન્કોસર્જરી પર આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું સમાપન થવાનું છે. ત્યારે કેન્સર સર્જનોની આ ઉપલબ્ધિ સામે આવી છે. અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GCRI) ના કેન્સર સર્જનોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

OMG બૂક ઓફ રેકોર્ડ્સમાં પ્રસિદ્ધ
OMG બૂક ઓફ રેકોર્ડ્સમાં પ્રસિદ્ધ

ડોક્ટરોની ટીમ : ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કેન્સર સર્જનોમાં ડો. અભિજીત અશોક સાલુંકે, ડૉ. શશાંક જે. પંડ્યા અને ડૉ. વિકાસ વારિકૂએ થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ખભાના હાડકાના કૅન્સરનું સૌથી મોટું મૉડલ બનાવ્યું છે. મોડેલ 3D પ્રિન્ટેડ હ્યુમરસ હાડકા અને હાડકાના કેન્સર સ્કેપુલા મોડેલનું પ્રતિનિધિત્વ કરે છે.

આ મોડેલ FDM ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બહુવિધ ટુકડાઓમાં બનાવવામાં આવ્યું હતું. તેની ઊંચાઈ 412.62 એમએમ છે અને તેનું વજન 1.3 કિલોગ્રામ છે. આ વર્લ્ડ રેકોર્ડ WR-IN-2023-D1820 નંબર દ્વારા OMG બૂક ઓફ રેકોર્ડ્સમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને 2023ની આવૃત્તિમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે...ડો. અભિજીત સાલુંકે(ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન : કેન્સર સર્જન ડોકટરો 24મી અને 25 જૂન 2023ના દિવસે ઓર્થોપેડિક ઓન્કોસર્જરી પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છે. આ પ્રોગ્રામમાં આંતરરાષ્ટ્રીયકક્ષાની વાત કરીએ તો મલેશિયાથી ડો. વિવેક અજીત સિંઘ, ફિલિપાઈન્સથી ડો. ઈસાગાની ગેરીન, નેપાળથી ડો. જેનીથ સિંઘ અને ડો. ઋષિ રામ પૌડેલ ફેકલ્ટીઓ તરીકે જોડાયાં છે.

કેન્સરના દર્દીઓની સંભાળ : આ શૈક્ષણિક કાર્યક્રમમાં ભારતભરના કેન્સર સર્જન, ઓર્થોપેડિક સર્જનો, મેડિકલ ઓન્કોલોજિસ્ટ્સ તેમ જ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ્સ હાજરી આપશે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સર સર્જરીમાં નવીનતમ તકનીકનો ઉપયોગ કરી રહ્યું છે જેમાં થ્રીડી પ્રિન્ટેડ સાંધા અને પ્રત્યારોપણનો સમાવેશ થાય છે જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ ઝડપથી હકારાત્મક પરિણામો લાવી શકે છે. આ તકે જીસીઆરઆઈના ડાયરેક્ટર ડો.શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે અમે આ સરકારી કેન્સર હોસ્પિટલમાં અતિ આધુનિક ગેજેટ્સ વડે અમારા કેન્સરના દર્દીઓની સંભાળ લઈ રહ્યા છીએ.

  1. Surat News : સુરત સિવિલ હોસ્પિટલમાં મસમોટી ચરબીના કેન્સરની રેર ગાંઠનું સફળ ઓપરેશન
  2. Ahmedabad News : દા વિન્સી xl રોબોટિક સર્જિકલ સર્જરીનો અમદાવાદમાં પ્રારંભ
  3. Ahmedabad News : ઓપન હાર્ટ સર્જરી વગર વાલ્વનું સફળ થયું ઓપરેશન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.