ETV Bharat / state

Ahmedabad News : દર્દીના પિત્તાશયમાંથી 630 પથરીઓ બહાર કઢાઇ, ખર્ચ માટે આયુષ્યમાન ભારત સ્કીમનો ઉપયોગ થયો

અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં પિત્તાશયમાંથી પથરી કાઢવાનું ઓપરેશન તબીબી આલમમાં નોંધપાત્ર બની રહ્યું હતું. જેમાં એક દર્દીના પિત્તાશયમાંથી અધધ કહેવાય એવી 630 પથરીઓ બહાર કાઢવામાં આવી હતી.

Ahmedabad News : દર્દીના પિત્તાશયમાંથી 630 પથરીઓ બહાર કઢાઇ, ખર્ચ માટે આયુષ્યમાન ભારત સ્કીમનો ઉપયોગ થયો
Ahmedabad News : દર્દીના પિત્તાશયમાંથી 630 પથરીઓ બહાર કઢાઇ, ખર્ચ માટે આયુષ્યમાન ભારત સ્કીમનો ઉપયોગ થયો
author img

By

Published : Jul 12, 2023, 9:33 PM IST

અમદાવાદ : અમદાવાદમાં એક દર્દીના પિત્તાશયની બીમારીથી પીડિત દર્દીનું ઓપરેશન કરવામાં એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જેમાં તબીબોની નોંધપાત્ર સિદ્ધિરુપે 630 પથરીઓ કાઢવામાં સફળતા મળી હતી. ખાનગી હોસ્પિટલની તબીબી ટીમે સિકલ સેલ રોગથી પીડિત દર્દીમાંથી પિત્તાશયની 630 પથરી સફળતાપૂર્વક દૂર કરી હતી. ત્યારબાદ દર્દીનું આરોગ્ય સુધર્યું છે અને સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઇ રહ્યો છે.

અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સારવાર : પિત્તાશયના રોગનો તેમ જ સિકલસેલથી પીડિત આ દર્દી અવરોધક કમળો અનુભવ કરી રહ્યો હતો.આ પ્રકારની સ્થિતિ પિત્તાશયમાં પથરીની હાજરીને કારણે અવરોધિત પિત્ત પ્રવાહને કારણે થતી હોય છે. ત્યારે ખાનગી હૉસ્પિટલ ખાતેની અનુભવી અને નિપુણતા તથા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલેંગીઓપેનક્રિએટોગ્રાફી (ઈઆરસીપી) નો ઉપયોગ કરીને સ્ટેન્ટ મુકી હતી. તે પછી ગોલ બ્લેડર દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક કોલિસ્ટેકટોમીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શસ્ત્રક્રિયાના કારણે ગોલ સ્ટોન્સ દૂર થયા હતા અને બાઈલ ફલો સામાન્ય કરી શકાયો હતો.

કાકા બા હૉસ્પિટલની ટીમે સમર્પણની સાથે સાથે નિપુણતા અને કરૂણા દાખવીને આ પ્રકારની જટીલ શસ્ત્રક્રિયાને કરવામાં સફળતા હાંસલ કરી હતી. આ સિદ્ધિ આરોગ્યસંભાળનું ઉચ્ચતમ ધોરણ પ્રદાન કરવા અને જરૂરિયાતમંદ લોકોના જીવનને સુધારવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે... ડો. ભરત ચાંપાનેરીયા(કાકા બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી )

આયુષ્યમાન ભારત સ્કીમનો ઉપયોગ : દર્દીના મોટાભાગના ટેસ્ટ સુરતમાં કરવામાં આવ્યા હતાં, જેનો ખર્ચ પણ સખાવતી ખાનહી હોસ્પિટલે જ ભોગવ્યો હતો. ઓપરેશન અને પોસ્ટ ઓપરેટિવ સારસંભાળ આયુષ્યમાન ભારત સ્કીમ હેઠળ લેવામાં આવી હતી. જેથી દર્દીને કોઈ પણ પ્રકારન બોજ વગર જરૂરી કાળજી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.

  1. સૌથી મોટી કિડની સર્જરી: એક ખેડૂત પર સફળ સર્જરી કરી કાઢી એક કિલો વજનની પથરી
  2. કિડનીના નાના પથ્થરો ભવિષ્યમાં કરી શકે છે મુશ્કેલી ઊભી
  3. આયુષ્યમાન ભારત: વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના સામે છે અનેક પડકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.