અમદાવાદ : શહેરમાં એક બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી પોતાના ઘરની બાજુમાં રહેતી બહેનપણી સાથે રમવા માટે તેના ઘરે ગઈ હતી. તે સમયે બાળકીની બહેનપણી ઘરમાં હાજર ન હોય તેનો પિતા ઘરે હાજર હતો. જેણે બાળકીને પોતાની પાસે બોલાવીને તેને શારીરિક અડપલા કર્યા હતા. જોકે બાળકીને તે સમયે પોતાની સાથે શું ઘટના બની તે જાણ ન હતી, પરંતુ સમય જતાં ધીમે ધીમે બાળકી શાળામાં અભ્યાસ માટે આગળ વધી ત્યારે તેને શિક્ષકે ગુડ ટચ અને બેડ ટચ વિશે જાણકારી આપી હતી, ત્યારે બાળકીને ખબર પડી કે બહેનપણીના પિતાએ તેની સાથે ગંદુ કામ કર્યું છે. જે બાદ તેણે આ અંગે શાળાના શિક્ષકોને અને માતાને જાણ કરતા આ મામલે અમરાઈવાડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં વર્ષ 2018માં તેઓની 10 વર્ષની દીકરી ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. તે સમયે એક દિવસ તે પાડોશના મકાનમાં તેની બહેનપણી સાથે રમવા ગઈ હતી. જોકે તે સમયે તેની બહેનપણી ઘરે હાજર ન હોય તેના પિતા હાજર હતા. તેના પિતાએ બાળકીને પોતાની પાસે બોલાવીને તેને શરીરે અડપલા કર્યા હતા. બાળકીને આ અંગે કોઈ બાબતની જાણ ન હોય તે ઘરે પરત આવી ગઈ હતી. જેના થોડા સમય બાદ બાળકી મહારાષ્ટ્રમાં ભણવા માટે પુણે ગઈ હતી.
આ પણ વાંચો : Surat Crime : સુરતમાં આધેડે બાળકીને અશ્લીલ વિડિયો બતાવી કર્યા અડપલા, પત્નીએ માર્યું મોઢા પર ચપ્પલ
ગુડ ટચ અને બેડ ટચ : છેલ્લા ઘણા સમયથી બાળકી મહારાષ્ટ્રની એક એકેડમીમાં અભ્યાસ કરતી હોય, ત્યારે નવેમ્બર 2022માં શાળામાં એક લેક્ચર સમયે તેને શિક્ષક દ્વારા ગુડ ટચ અને બેડ ટચ વિશે સમજાવવામાં આવી હતી. તે બાદ બાળકીને જાણ થઈ હતી કે ચાર વર્ષ પહેલા પાડોશમાં રહેતા બહેનપણીના પિતાએ તેની સાથે બેડ ટચ કરી ગંદુ કામ કર્યું છે. તેથી આ સમગ્ર મામલે તેણે શિક્ષકોને જાણ કરી હતી. શિક્ષકોએ બાળકીની માતાને ફોન કરીને જાણ કરતા આ બાબતે મહારાષ્ટ્રમાં પોકસો વીથ છેડતીની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Rajkot Crime: ધો 7ની વિદ્યાર્થિનીને શિક્ષકે કર્યા અડપલા, પોલીસ ફરિયાદ
આરોપીની ધરપકડ : આ સમગ્ર ઘટના અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બની હોય જેના કારણે મહારાષ્ટ્રમાં નોંધાયેલી ફરિયાદ અમદાવાદના અમરાઈવાડી પોલીસ મથકે ઝીરો નંબરથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે ફરિયાદ અમરાઈવાડી પોલીસને મળતા પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી છે. આ મામલે 35 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે, જે પોતે બે બાળકોનો પિતા છે. આ મામલે અમરાઈવાડી પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો છે. આ અંગે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના PI ડી.વી હડાતે ETV ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે મહારાષ્ટ્રથી ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે, આરોપીને ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.