ETV Bharat / state

Ahmedabad News: કોર્પોરેશને વધુ 54 મિલકત પર બોજો દાખલ કર્યો, રેવન્યુ રેકોર્ડની ખાસ નોંધ લેવાશે - કોર્પોરેશને વધુ 54 મિલકત પર બોજો દાખલ કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ 54 મિલકત પર બોજો દાખલ કર્યો છે. જેમાં કુલ 54.67 કરોડ જેટલો ટેક્સ બાકી છે. સૌથી વધુ કાલિકો મિલનો સૌથી વધુ 54 કરોડથી વધુ ટેક્સ બાકી છે. જેને મિલકત પર રેવન્યુ વિભાગ દ્વારા બોજો દાખલ કરી પાકો નોંધ કરવામાં આવી છે.

ahmedabad-municipal-corporation-filed-encumbrances-on-54-more-properties

author img

By

Published : Jul 18, 2023, 12:12 PM IST

વધુ 54 મિલકત પર બોજો દાખલ કર્યો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કરદાતા અને વધુમાં વધુ ટેક્સ ભરે તે માટે અલગ અલગ યોજના શરૂ કરવામાં આવી હતી. જેનો શહેરની જનતા ખૂબ જ બહોળો લાભ લીધો હતો પરંતુ હજુ સુધી અનેક કરદાતા છે. જેમનો ટેક્સની રકમ બાકી છે. તે મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. જો નોટિસનો જવાબ સમયસર ન મળતો કલેકટર ઓફિસના રેવન્યુ વિભાગમાંથી તે મિલકતો પર બોજો દાખલ કરવામાં આવી રહ્યો છે જે અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 700 જેટલી મિલકતો ઉપર બોજો દાખલ કરવામાં આવ્યો છે.

700 મિલકત પર બોજો દાખલ: રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલા સમયથી ટેક્સ ન ભરનાર લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને મિલકતો ઉપર બોજો નોંધવામાં આવી રહ્યો છે. આવી કુલ 58 મિલકત ઉપર 64 કરોડથી પણ વધારેનો બોજો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કેલિકોમિલ્સ એન્ડ સ્ટાફ ક્વાર્ટરસનો 54 કરોડથી પણ વધારેનો ટેક્સ બાકી છે. જેની ઉપર બોજો દાખલ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં તમામ ઝોનમાંથી અંદાજિત 700 જેટલી પ્રોપર્ટી ઉપર બોજો દાખલ કરવામાં આવશે. જેમાં નાની રકમ બોજો દાખલ કરવામાં આવશે નહીં.

વધુ 54 મિલકત પર બોજો દાખલ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી મિલકત લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જેના સંદર્ભમાં કલેકટરના રેકોર્ડમાંથી બાકી પ્રોપર્ટી ટેક્સની રકમનું ફરીથી બોજો નોંધવામાં આવી રહ્યો છે. જેના કારણે પ્રોપર્ટી ટેક્સની રકમમાં વ્યાજ તથા પેનલ્ટીની સહિત ભરપાઇના થાય ત્યાં સુધી મિલકતના રેકોર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં જેના અંતરમાં અત્યાર સુધીમાં કુલ 54 જેટલી મિલકતો પરબોજો નોંધવામાં આવે છે. જેમાં કુલ 9 કરોડ જેટલી ટેક્સની રકમ બાકી છે. જેમાં મધ્ય ઝોનમાં 4 મિલકત, ઉત્તર ઝોન 4, દક્ષિણ ઝોન 4, દક્ષિણ ઝોમ 8, પૂર્વ ઝોન 24, પશ્ચિમ ઝોન 7, ઉત્તર પશ્ચિમ ઝોન 2, અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 5 એમ કુલ મળીને 54 મિલકત પર બોજો દાખલ કરવામા આવ્યો છે.

સૌથી વધુ કાલિકો મિલ ટેક્સ બાકી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કુલ 54 જેટલી મિલકતો પર બોજો દાખલ કરવામાં આવ્યો છે જ્યાં સુધી સંપૂર્ણ ટેક્સ સાથે 18 ટકા વ્યાજ સાથે ભરપાઈ ન કરે ત્યાં સુધી તે મિલકતના માલિક પોતાની મિલકત વહેંચી શકશે નહીં. સૌથી વધુ કાલિકો મિલ એન સ્ટાફ ક્વાર્ટર્સની 54 કરોડથી પણ વધુનો ટેક્સ બાકી છે. જેની ઉપર બોજો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં 30 થી 60 દિવસની અંદર કરદાતાએ મામલતદારને જવાબ આપવાનો રહેશે. જો સમય દરમિયાન મિલકત ટેક્સ ભરી દેશે તો તેનો એનર્જી કરવામાં આવશે અને આ ટેક્સ નહીં પડે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મિલકત પર રેવન્યુ રેકોર્ડ પાકી નોંધ કરવામાં આવશે.

  1. Ahmedabad News : અમદાવાદીઓને હવે રખડતા ઢોરમાંથી મળશે મુક્તિ, પશુપાલકો માટે પોલીસી ફરજિયાત
  2. Ahmedabad News : અમદાવાદ શહેરમાં 6000થી વધુ જર્જરિત મકાનો, એએમસી આમાં કંઇ કરવા માગશે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.