અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વાર્ષિક 2023-24નું બજેટ સત્રનો પ્રથમ દિવસ હતો. જેમાં વિપક્ષ દ્વારા પોતાના સુધારા રજૂ કર્યા હતા. જેમાં ખાસ કરીને સમગ્ર દિવસ દરમિયાન સૌથી વધુ VS હોસ્પિટલ અને MTSના બજેટ પર વધારે ગહન ચર્ચાઓ થઈ હતી. જેમાં વિપક્ષ દ્વારા પણ સત્તાપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
ચાર દિવસ સુધી જવાબ નથી મળતો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદખાને જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશના એક વર્ષમાં એકવાર બજેટ સેશન આવે છે. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરને એક પણ કમિટીમાં રાખ્યા નથી. માસિક બજેટમાં પણ પૂછવા દેવામાં આવતા નથી પ્રશ્ન. તો બીજી બાજુ વર્ષમાં એકવાર મોકો મળે છે. વાર્ષિક બજેટમાં જ્યાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર અધિકારીને પ્રશ્ન પૂછી શકે છે. તેમજ કોંગ્રેસ દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવે છે. જે ભાજપ અને અધિકારીઓ તેમની દાદાગીરી કરે છે. ચાર દિવસ સુધી કોઈ જવાબ આપવામાં આવતો નથી.
40 ટકા જ જવાબ મળ્યા : વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી મેં વિપક્ષના નેતા તરીકે સત્તા પક્ષના અધિકારીઓ પાસેથી 400થી વધુ પ્રશ્નો પૂછ્યા છે. જેમાંથી પ્રશ્નોના જવાબ માત્ર 40 ટકા જ મળ્યા છે. જ્યા સુધી જવાબ મળશે નહીં ત્યાં સુધી કોર્પોરેટર પોતાનો પરફોર્મન્સ બતાવી શકશે નહીં. બજેટમાં સારી રીતે ચર્ચા પણ કરી શકતા નથી. જેથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી પોતાના ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાઓ ક્યાંક છુપાઈ રહી છે તેઓ આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો : AMC Annual Budget 2023-24 : ચાલુ બજેટમાં ભાજપના કોર્પોરેટર ઘોર નિદ્રામાં ઝડપાયા
પ્રશ્નોના જવાબ નથી મળતા : કોંગ્રેસ પક્ષ દ્વારા AMTSને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્કૂલ બોર્ડમાં વિદ્યાર્થીનો કેટલો છે કયા વિભાગમાં કેટલા બજેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનમાં કેટલી લોન લેવામાં આવી છે. VS હોસ્પિટલમાં વાર્ષિક કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જેવા વિવિધ અલગ અલગ મુદ્દા પર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી એક પણ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો નથી. જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા મેયર સામે માંગ કરવામાં આવી છે. આ તમામ પ્રશ્નોનો જલ્દીથી જવાબ આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે.
આ પણ વાંચો : Budget 2023: ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું 169 કરોડનું બજેટ મંજૂર, શિક્ષકોની ઘટ દૂર થવાની આશા
જનતાનો મત બજેટમાં મૂકવામાં આવ્યા : સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, વિરોધ પક્ષને બજેટમાં વિરોધ કરવો એ સ્વાભાવિક છે. આજે કોર્પોરેશનના VS હોસ્પિટલ, એમ.જે. લાઇબ્રેરી, MTSના બજેટ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના બજેટમાં જે કામ મૂકવામાં આવ્યા છે. તે શહેરના વિકાસ માટે છે. જે બજેટમાં કામ મૂકવામાં આવ્યા હતા તે જ સુધારા સાથે વિપક્ષ દ્વારા પણ કામો મૂકવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં પહેલીવાર જનતાનો મત મંગાવવામાં આવ્યા હતા. તેમજ તેમના મત આ વખતના બજેટમાં મૂકવામાં આવ્યા છે.