અમદાવાદ: મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં આવનારા ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી ગાર્ડનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીએ શહેરના વિકાસને લઈ અનેક કામોને મંજૂરી પણ આપી છે.
આ પણ વાંચોઃ AMC Tax Income: કરદાતાઓએ ભર્યો 128 કરોડનો ટેક્સ, AMCએ કરી હતી લાલઆંખ
ભૂગર્ભ જળનો સંગ્રહ કરાશેઃ કૉર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરની અંદર ભૂગર્ભ જળ સંગ્રહિત કરી શકાય અને આવનારી પેઢી પણ તે જળનો સારો ઉપયોગ કરી શકે તે હેતુથી કૉર્પોરેશન દ્વારા પરકોટ વેલ મૂકવામાં આવી છે. પરંતુ વધુ તેનો શહેરની જનતા દ્વારા પ્રતિસાદ મળે તે માટે તમામ કૉર્પોરેટર દ્વારા પણ સોસાયટીમાં પેપર કોટવેટ નાખવા માટે 10 ટકા ફંડ આપે અને આને વધુમાં વધુ શહેરની તમામ સોસાયટીઓમાં કેવી રીતના પરકોટ વેલ પહોંચે. જેથી પણ ભૂગર્ભ જળ સંગ્રહિત કરી શકાય કેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
રાત્રે 12 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે ગાર્ડનઃ કૉર્પોરેશને ઉનાળાની સિઝનને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. પહેલાં હવે શહેરમાં બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ગાર્ડનને બંધ રાખવામાં આવતા હતા, પરંતુ ગરમી અને ઉનાળાના કારણે શહેરમાં આવેલ તમામ ગાર્ડનને સવારના 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ખૂલ્લા રાખવાનો નિર્ણય કર્યો છે, જે આજથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે. આના કારણે નોકરિયાત વર્ગના લોકો બપોરના સમય પણ નિરાંતે ગાર્ડનની અંદર બેસી શકે અને રાતનો સમય પણ લોકો ગાર્ડનની અંદર હરી ફરી શકે.
આ પણ વાંચોઃ Protest for Bridge: કાર્યવાહી કરો છો કે પછી અમે હાઈકોર્ટ જઈએ, હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે આપી AMCને ચિમકી
શ્વાન ખસીકરણ ઝૂંબેશ ચાલુઃ છેલ્લા ઘણા સમયથી લોકોને શ્વાનનો કરડવાના કેસો સામે આવી રહ્યા છે, જેના લીધે ગંભીર રીતે પણ ઈજાગ્રસ્ત થાય છે. શહેરમાં નવા વિસ્તારો ઉંમેરાય તે પહેલા એક સરવે પ્રમાણે શહેરમાં 3 લાખથી પણ વધુ શ્વાન હતા. આમાંથી 2,10,000થી પણ વધુનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના શ્વાનનું ખસીકરણ કરવા 4 એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. જ્યારે આ વર્ષે 45,000થી પણ વધુ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના શ્વાનોનું ખસીકરણ આગામી સમયમાં કરાશે.