ETV Bharat / state

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 30થી 40 વર્ષ જૂના કેસો પડતર - ahmedabad metropolitan magistrate court case

અમદાવાદમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં (Metropolitan Magistrate Court) અંદાજે 3.50 લાખ જેટલા કેસ પેન્ડિંગ હોવાના સુત્રો મળી રહ્યા છે. જેમાં કેટલાક કેસો તો 30થી 40 વર્ષ જૂના છે. જોકે, છેલ્લે યોજાયેલ લોક અદાલતમાં તો 57,000 કેસનો નિકાલ કર્યો હતો. (Metropolitan Magistrate Court pending Cases)

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 30થી 40 વર્ષ જૂના કેસો પડતર

author img

By

Published : Jan 2, 2023, 6:49 PM IST

અમદાવાદ : શહેરની અને રાજ્યની સૌથી મોટી ગણાતી એવી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં (Metropolitan Magistrate Court) ઘણા કેસો આવતા હોય છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કુલ 43 કોર્ટ આવેલી છે. પરંતુ, એમાંથી ઘણા કેસો કેટલાય વર્ષો જૂના હોય છે. જેનો હજુ સુધી કાયદાકીય રીતે નિરાકરણ થયું નથી. ત્યારે આજે આપણે વાત કરીએ રાજ્યની સૌથી મોટી મેટ્રો કોર્ટમાં કુલ કેટલા કેસો પેન્ડિંગ છે, પેન્ડિંગ રહેવાનું કારણ શું છે અને તેના નિકાલ માટે કેવા કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.(Metropolitan Magistrate Court pending Cases)

કોર્ટમાં કેટલા કેસો પેન્ડિંગમાં મેટ્રો કોર્ટમાં પેન્ડિંગ કેસોની વાત કરીએ તો, અંદાજે 3.50 લાખ જેટલા કેસ પેન્ડિંગ છે અને આ પેન્ડિંગ કેસોના આંકડા ખૂબ જ ચોંકાવનારા છે. કારણ કે, આ પડતર કેસોમાં અમુક કેસો 30થી 40 વર્ષ જૂના છે. તેવા કેસોની સંખ્યા 3600 આસપાસ છે જ્યારે પાંચથી દસ વર્ષ જુના કેસ 10,000 જેટલા છે. બાર એસોસિયન્સના પ્રમુખ ભરત શાહે જણાવ્યું હતું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘણા કેસો આવતા હોય છે. પરંતુ લોક અદાલતના કારણે પડતર કેસોનું નિરાકરણ કરવામાં આવે છે. જો લોક અદાલતના માધ્યમથી કેસોનું નિરાકરણ ન કરાયું હોત તો આજે આ કેસોની સંખ્યા ત્રણ ગણી હોત. (Magistrate Court pending Cases)

આ પણ વાંચો પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને આજીવન કેદની સજા

પડતર કેસોની સંખ્યામાં ઉતરોતર વધારો મહત્વનું છે કે વર્ષ 1963માં શરૂ કરાયેલી મેટ્રો કોર્ટમાં હાલમાં 43 કોર્ટ કાર્યરત છે. કોર્ટ કોમ્પ્લેક્સમાં અદ્યતન સુવિધા સાથે કાર્યરત હોવા છતાં પણ પડતર કેસોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. જેનું ખાસ કારણ જોવા જઈએ તો અત્યારે ગુનાનો રેશિયો પણ વધી રહ્યો છે. લોકોમાં છેતરપિંડી, અવિશ્વાસ અને મારામારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે જ બોગસ બીલો, લાખો રૂપિયાના કૌભાંડોના, ગુનામાં વપરાયેલા શસ્ત્રોનાં, ઠગાઈના કેસોમાં ઘણા વર્ષોથી પડતર જોવા મળી રહ્યા છે. જેનું ખાસ કારણ પુરાવાના અભાવ, જુબાનીમાંથી ફરી જવું જેવા કંઈક કેટલાય કારણો જવાબદાર છે. (Magistrate Court pending Cases in Ahmedabad)

આ પણ વાંચો કોર્ટની ચાલુ કાર્યવાહીએ આરોપીએ મહિલા જજ પર પથ્થર વડે કર્યો હૂમલો

કેટલા કેસોનો નિકાલ ઝડપી કેસો ચાલે અને તેનું નિરાકરણ આવે તે માટે થઈને સમન્સ વોરંટની ઝડપી બજવણી થાય સંકલન કક્ષ પણ બનાવાયો છે. તેમજ લીગલ કમિટી દ્વારા યોજાયેલ ચાર લોક અદાલતમાં અત્યાર સુધીમાં કુલ 2.35થી લાખો કેસોનો નિકાલ કરાયો છે. છેલ્લે યોજાયેલ લોક અદાલતમાં તો 57,000 કેસનો નિકાલ કર્યો હતો. તેમ છતાં આટલા બધા કેસો હાલ પડતર જોવા મળે છે. (ahmedabad metropolitan magistrate court case)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.