અમદાવાદઃ શહેરના મેટ્રો અધિકારીઓએ 7 સપ્ટેમ્બરથી સેવાઓ ફરીથી શરૂ કરતા પહેલા સ્ટેશન અને ટ્રેનનું શુદ્ધિકરણ શરૂ કરી દીધું હતું. કારણ કે, કોરોના મહામારીના પ્રતિબંધોને અનલૉક-4માં હટાવવામાં આવ્યા હતા.
કામદારોએ તમામ સ્ટેશનો પર અને ટ્રેનની અંદર સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી.
થોડા દિવસો અગાઉ, ગૃહમંત્રાલયે કન્ટેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી.
અનલોક-4 હેઠળ મેટ્રો રેલને 7 સપ્ટેમ્બરથી ક્રમશઃ રીતે સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.