ETV Bharat / state

Ahmedabad Crime : સાસરીયાને દેવામાં ડૂબાવી, પત્ની પર ત્રાસ ગુજારતા પતિ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

અમદાવાદના સરખેજમાં પતિએ જાહોજલાલી બતાવીને યુવતી સાથે લગ્ન કરીને ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું. પતિએ પત્ની પક્ષ પાસેથી રૂપિયા પડાવવા, ડ્રગ્સ દારૂનો બંધાણી, ગર્ભપાત પત્નિના પેટ પર લાતો મારવી, છોકરીઓની દલાલી કરવી પત્નીના દાગીના છીનવી લીધા જેવા અનેક ત્રાસથી કંટાળીને પત્નીએ નરાધમ, નાલાયક પતિ ન સુધરતા આખરે નોંધાવી પોલીસ ફરિયાદ.

Ahmedabad Crime : સાસરીયાને દેવામાં ડૂબાવી, ગર્ભાપાત પર લાતો મારી છોકરીઓની દલાલી કરતો નાલાયક પતિ

author img

By

Published : Apr 24, 2023, 10:23 PM IST

અમદાવાદ : શહેરના સરખેજમાં વૈભવી બંગલોમાં રહેતી પરણીતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલુ હિંસા છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં લગ્નના થોડા સમય બાદ પરિણીતાને જાણ થઈ હતી કે તેનો પતિ દારૂ અને ડ્રગ્સનું સેવન કરે છે. સાસુ સસરા દ્વારા લાખો રૂપિયાના દાગીના લીધા બાદ પણ વધુ પૈસાની માંગણી કરી ત્રાસ આપવામાં આવતી હોય તેથી આ સમગ્ર મામલે યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી અને પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતી 30 વર્ષીય હિરલ (નામ બદલેલ છે) એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. હિરલના લગ્ન વર્ષ 26 નવેમ્બર 2017માં રાહુલ (નામ બદલેલ છે) સાથે થયા હતા. જે પહેલા 29મી મે 2017ના રોજ પંજાબી સમાજની વિધિ પ્રમાણે રોકાની રસમ થઈ હતી અને હિરલના પતિ તેમજ સસરા કાપડ ટેક્સટાઇલના મોટા વેપારીઓ હોય અને અમદાવાદમાં બે મોટી એજન્સીઓ ઘંટાકર્ણ મહાવીર માર્કેટમાં ધરાવે છે. રોકા અને લગ્ન સમયથી જ હિરલના સાસરિયાઓએ તેના માતા પિતાને જણાવ્યું હતું કે, તેઓ અમદાવાદના એક પ્રતિષ્ઠિત કાપડના વેપારી છે અને જૂની શાક ધરાવતો હોય લગ્નમાં મહેમાનોની આગતા સ્વાગતા તેમજ ભેટ સોગાતોમાં કોઈપણ જાતની કરકસર ચલાવવામાં આવશે નહીં.

10 લાખ રોકડા સાસરિયાઓએ લીધા : જેથી હિરલના માતા પિતાએ રોકાના અને લગ્ન વખતે પણ પોતાની આવકથી વધીને સાસરિયાઓને રાજી કરવા માટે ભવ્ય પાર્ટી પ્લોટમાં લગ્ન રાખ્યા હતા, તેમજ 500 લોકોનું જમણવાર રાખ્યું હતું. સાસરીયાઓએ પણ તેમના મહેમાનોને જે હોટલમાં રોકાયા હતા અને જે સગાઈનો પ્રસંગ બાલાજી અગોરા મોલમાં આવેલા એક બેંકવેટ હોલમાં રાખ્યો હતો. જે પેટે હિરલના પિતા પાસેથી 10 લાખ રૂપિયા રોકડા સાસરિયાઓએ લીધા હતા. વધુમાં લગ્નનો તેમજ સગાઈનો ખર્ચ હિરલના માતા પિતાએ પોતાની પાસેથી ચૂકવ્યો હતો અને રોકા દરમિયાન 30 લાખના સોનાના તેમજ ડાયમંડના ઝવેરાતો સાસરિયાઓની માંગ મુજબના માતા પિતાએ આપ્યા હતા.

હનીમૂન માટે રુપીયા : લગ્ન બાદ હિરલ સાસરીમાં પતિ, સાસુ, સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના થોડા દિવસ પછી તે પતિ સાથે હનીમૂન પર વિદેશ જવાની હોય તેથી તેના સાસુ અને નણંદે તેના પાસેના 60 લાખની કિંમતના તમામ દાગીના બેન્ક લોકરમાં મુકવાનું જણાવીને લઈ લીધા હતા. 6 ડિસેમ્બર 2017ના રોજ હિરલ તેના પતિ રાહુલ સાથે હનીમૂન માટે ફીજી અને સિંગાપુર દેશમાં ગઈ હતી. હનીમૂન પર જવાના થોડાક દિવસો પહેલા જ રાહુલે હિરલને કહ્યું હતું કે, તું પણ થોડા પૈસા પર્સનલ ખર્ચા માટે લઈ લેજે, જેના કારણે હીરલે પોતાના ATMમાંથી 30 હજાર રૂપિયા અને લગ્ન વખતે પિતાએ આપેલા એક લાખ 1 લાખ 10 હજાર એમ કુલ 1 લાખ 40 હજાર જેટલા રૂપિયા રોકડા પોતાના પતિને આપ્યા હતા અને જે બંને હનીમૂન પર ગયા હતા.

સિગારેટ બાબતે બોલાચાલી : હનીમૂન પર હિરલને પહેલી વખત ખબર પડી હતી કે, તેનો પતિ રાહુલ સિગારેટનું સેવન કરવા માટે ટેવાયેલો છે. તેથી તેણે પતિને પોતાને સિગરેટના ધુમાડાની એલર્જી હોવાનું જણાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જે બાદ રાહુલે હિરલ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. હનીમૂનથી પરત ફર્યા બાદ થોડાક દિવસો પછી હિરલ તેના પતિ રાહુલ બંને મહારાષ્ટ્રમાં પુણેમાં રહેતી તેની નણંદને મળવા માટે ગયા હતા. તે સમયે હિરલના નણંદના પતિએ ફેમિલી ટ્રીપનું આયોજન કર્યું હતું.

દહેજ માટે લગ્ન : જેમાં હિરલ તેના પતિ રાહુલ અને નણંદ તેમજ નણંદોઈ અને તેઓના બે બાળકો ગયા હતા. જ્યાં સાંજે રિસોર્ટમાં 31મી ડિસેમ્બરની ઉજવણીનો પ્રોગ્રામ હોય રાત્રે હિરલના પતિ રાહુલ તેમજ નણદોઈએ દારૂનું ખૂબ સેવન કર્યું હતું. બંને વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો. જે દરમિયાન હિરલના નંણદોઈએ બધાની વચ્ચે હિરલને કહ્યું હતું કે, રાહુલના માતા પિતાએ તારી સાથે માત્ર લગ્ન માટે જ પૈસા કર્યા છે, આ લગ્ન પહેલા પણ રાહુલનું સગપણ એક યુવતી સાથે થયું હતું. જેમાં લગ્નના ફક્ત બે દિવસ પહેલા જ દહેજ, ગાડી અને સોના ચાંદીની માંગણીના કારણે સગપણ તૂટી ગયું હતું. રાહુલ ડ્રગ્સનું અને અન્ય નશીલા પદાર્થનો પણ સેવન દારૂની સાથે કરે છે. જે બાદ રાહુલ અને તેના બનેવી વચ્ચે મારામારી થઈ હતી.

ગાડી ન આપવાનું કહેતા લગ્ન તોડી નાખ્યા : જે બાદ હિરલ પતિ સાથે અમદાવાદ પરત ફરી હતી, થોડાક દિવસ પછી આ બાબતે તેણે રાહુલ સાથે ચર્ચા કરતા તેણે જણાવ્યું હતું કે, આ તમામ બાબતો સાચી છે. રાહુલના બે ભાઈઓ જે દિલ્હી રહે છે. તે લોકોએ રાહુલને ડ્રગ્સ લેવાનું શરૂ કરાવ્યું હતું, ત્યારબાદથી તેને ડ્રગ્સ લેવાની ટેવ પડી ગઈ છે. લગ્ન પહેલાં થયેલા સગપણ વિશે પૂછતા તેણે તે બાબતે પણ તમામ હકીકતો જણાવી હતી અને જણાવ્યું હતું કે, અગાઉ જે યુવતી સાથે લગ્ન થવાના હતા. તેના માતા પિતાએ લગ્ન સમયે રાહુલને હોન્ડા સિટી ગાડીનું અપર મોડલ આપવાની વાત કરી હતી. તેમજ 50 લાખનો ખર્ચ કરવાની બાંહેધરી આપી હતી. પરંતુ લગ્નના થોડાક દિવસો પહેલા જ દહેજ ઓછું કરવાનું અને ગાડી ન આપવાનું કહેતા લગ્ન તોડી નાખ્યા હતા.

બાથરૂમમાં બેસીને રડી : જે બાબતની જાણ હિરલને થતા તે આખી રાત બાથરૂમમાં બેસીને રડી હતી. જોકે તેના પતિ કે સાસુ સસરા કોઈએ પણ તેને બાથરૂમમાંથી બહાર આવવાનું પણ ન કહ્યું હતું. જે બાદ અવારનવાર તેના સાસુ દ્વારા અન્ય લોકોના ઉદાહરણ આપીને દહેજ બાબતે મેણા ટોણા મારતા હતા. થોડા સમય બાદ હિરલની નણંદ તેના ઘરે રહેવા આવી હતી. તે સમયે હિરલના બેડરૂમનો તમામ સામાન તેણે અન્ય રૂમમાં ખસેડી પોતે તે બેડરૂમમાં રહેશે તેવું કહ્યું હતું અને સાસુ સસરા એ પણ તેનો સાથ આપ્યો હતો.

દીકરીનો બંગલો : તે રાત્રે રાહુલે હિરલને કહ્યું હતું કે, હિરલના પિતાએ વ્રજધામ બંગલો ખાતે ખરીદીને રાખ્યો છે. તે ઘરમાં શિફ્ટ થઈ જઈએ, તેની બહેન ખૂબ જ ઝઘડાવાળી છે અને શાંતિથી જીવવા નહીં દે જેથી હિરલને પતિ પર વિશ્વાસ બેસતા તેણે આ બાબતે પિતાને જાણ કરી હતી. જેથી હિરલના પિતાએ તે મકાનમાં 5 લાખનો ખર્ચ કરાવી મકાન રીપેર કરાવ્યો હતો.

સંબંધ તોડી નાખવાની ધમકી : તે સમયગાળા દરમિયાન રાહુલે હિરલના એના માતાપિતાના ત્યાં મોકલી તે પોતાના માતા પિતા સાથે રહેતો હતો. જે સમયગાળા દરમિયાન રાહુલે તેના માતા-પિતા અને તેની બહેન તેને સાસરીવાળા મકાનમાં રહેવા દેશે નહીં તેવું કહેતા બીજા દિવસે હિરલ તેના માતા પિતા સાથે સાસરી ગઈ હતી. જ્યાં બંને પરિવારો વચ્ચે ઝઘડો થતાં હિરલના સસરાએ સંબંધ તોડી નાખવાની ધમકી આપી હતી.

કાર લેવા માટે સસરા પાસેથી રુપીયા : બાદ હિરલ તેના પતિ સાથે પિતાના મકાનમાં રહેતી હતી અને જે સમયગાળા દરમિયાન તેનો પતિ રાહુલ અવારનવાર રાત્રે ઘરે દારૂ પીને આવતો હતો અને વગર કારણે જમવાનું ફેંકી દેતો અને તેની સાથે મારામારી કરતો હતો. જેમાં હિરલે તેના સાસુને આપેલા દાગીના વિશે વાત કરતા તે બાબતે રાહુલે કોઈ યોગ્ય જવાબ ન આપતા તેણે માતા પિતાને વાત કરી હતી. હિરલ તેના સાસુ સસરા પાસે દાગીના લેવા ગઈ, ત્યારે પણ તેઓએ દાગીના આપવાની ચોખ્ખી ના પાડી હતી. જે બાદ રાહુલે કામ ધંધો યોગ્ય ચાલતો ન હોવાનું જણાવતા હિરલ એ પણ નોકરી ચાલુ કરી હતી. તેની નોકરીનો પગાર પણ કટકે કટકે રાહુલ તેની પાસેથી લઈ લેતો હતો. એટીએમ કાર્ડ પણ પોતાની પાસે રાખતો હતો. હિરલના એટીએમમાંથી પૈસા ઉપાડી રાહુલ હિરલના પિતાને ઘરનું ભાડું આપતો હતો. પોતાને ખુદદાર વ્યક્તિ તરીકેની ઓળખ ઊભી કરતો હતો. તેમજ તેણે એક કાર લેવા માટે હિરલના પિતા પાસેથી પાંચ લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ માટે લીધા હતા.

સાસરિયાને દેવામાં ડૂબાડ્યો : થોડા દિવસ પછી રાહુલે હિરલને બંનેના સંયુક્ત નામે એક ફ્લેટ લેવાનું કહેતા હિરલે પોતાની પાસે રહેલા 40 લાખ રૂપિયા મકાન ખરીદવા માટે આપ્યા હતા. આમ ટુકડે ટુકડે કરીને રાહુલ તેમજ તેના માતા પિતાએ હિરલ અને તેના માતા-પિતા પાસેથી અંદાજે 90થી 95 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરાવડાવી તેને અને તેના પરિવારને દેવામાં ડુબાડી દીધો હતો.

આ પણ વાંચો : Surat Crime : વન વિભાગના અધિકારીએ પતિના શારીરિક માનસિક ત્રાસથી કંટાળીને કરી ફરીયાદ

પતિએ ગર્ભપાત પર લાતો મારી : ડિસેમ્બર 2020માં હિરલ જ્યારે ગર્ભવતી થઈ હતી, ત્યારે પતિએ અન્ય જવાબદારી હોવાથી બાળક ન રાખવાનું કહ્યું હતું અને ગર્ભપાત માટેનું કહ્યું હતું. જોકે હિરલને બાળક રાખવું હોય ગર્ભપાતની ના પાડી હતી. જે બાદ અવારનવાર રાહુલે હિરલ સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. રાહુલને બાળક જોઈતું ન હોય તેણે એક દિવસ તેણે હિરલ સાથે ઝઘડો કર્યો હતો અને બાળક ન જોઈતું હોય હિરલને જમીન પર પાડીને તેના પેટ પર લાતો મારી હતી. જેના કારણે તેને પેટમાં ખૂબ જ દુખાવો થતાં બીજા દિવસે તે ડોક્ટરને બતાવવા ગઈ હતી. ડોક્ટરે હિરલની કોથળી ફાટી ગઈ છે અને ગર્ભપાત કરવું પડશે તેવું કહેતા તેણે આ મામલે પતિ અને સાસુ સસરાને જાણ કરી હતી. જે બાદ રાહુલે બાળકને ગર્ભપાત કરાવવાની પોતાની ઈચ્છા પૂરી કરી હતી. જે સમયે પિયુષે પોતે ગુસ્સામાં આવું કર્યું હોય અને હવે આવું નહીં કરે તેવી વાતો કરતાં હિરલે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

રાહુલ સાથે અનેક વિદેશી છોકરીઓ : જે બાદ ઓગસ્ટ 2021માં પરિવાર હિરલ ગર્ભવતી થઈ હતી. ડોક્ટરે હવે કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાનું જણાવ્યું હતું. હિરલને નવમા મહિનો ચાલતો હોય ત્યારે એક દિવસ રાત્રે રાહુલ વેપારી સાથે દારૂની પાર્ટી કરવા માટે ગયો હતો અને તેણે ફોન કરતા રાહુલ દારૂના નશામાં હોય અને બે ત્રણ યુવતીઓનો પણ અવાજ આવતા હોય તેને વેપારી મિત્ર પર શંકા જતા તેણે પતિનો ફોન ચકાસતા તેના મોબાઈલમાં વ્હોટ્સએપમાં ઘણી બધી છોકરીઓ જેમાં નેપાળી, બાંગ્લાદેશી, ચાઈનીઝ છોકરીની દલાલીનું કામ રાહુલ કરતો હોવાનું ધ્યાને આવ્યું હતું.

છૂટાછેડાની વાત : તેથી આ વખતે તેણે માતા પિતાને જાણ કરતા આ બાબતે રાહુલના પરિવારને પણ બોલાવવામાં આવ્યા હતા, એને તેઓએ હિરલને સમજાવી ફોસલાવીને ફરિયાદ ન કરવા માટે પ્રયાસ કર્યો હતો. જે બાદ હિરલના માતા પિતાએ તેને રાહુલ સાથે મોકલવાની ના પાડી હતી. તેને પણ પતિ પર ભરોસો ન હોય પોલીસ કેસ કરવાનો છે અને છૂટાછેડા લેવાના છે તેવી વાત કરી હતી.

છોકરીની દલાલીનો ધંધો : જે બાદ હિરલે દીકરીને જન્મ આપ્યો હતો. તે સાસરીમાં રહેવા ગઈ હતી અને જે બાદ પણ સાસુ સસરા દ્વારા વંશમાં દીકરો જોઈતો હોય અને દીકરી જન્મી હોય જે બાબતને લઈને પરિવાર ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ હિરલને જાણ થઈ હતી કે, રાહુલ અગાઉથી છોકરીની દલાલીનો ધંધો કરે છે. તેની માતા પણ અગાઉ હરિયાણા ખાતે બ્યુટી પાર્લર ચલાવી ધંધાવાળી છોકરીઓની દલાલીનો કામ કરતી હતી. રાહુલ જુલાઈ 2021 માટે દિલ્હી ગયો હતો, ત્યારે પણ આ પ્રકારે છોકરીઓને બોલાવી પોતે અને બે મામેરા ભાઈ સાથે છોકરીઓ સાથે ખરાબ કામ કર્યું હતું.

આ પણ વાંચો : Vadodara : તમારી ઘરે દીકરી છે ? તો આવુ ન કરો કે દીકરી સાસરીયા સામે ફરીયાદ કરવા મજબુર બને

અંતે હિરલે કરી ફરીયાદ : રાહુલે હિરલને કહ્યું હતું કે, જરૂર પડશે તો તે હિરલ પાસે પણ આવો ધંધો કરાવશે. તેને આ બાબતમાં કોઈ શરમ હોતી નથી. જે બાદ અંતે કંટાળીને આ સમગ્ર મામલે હીરલે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.