ETV Bharat / state

Ahmedabad Crime : પૂર્વ, પશ્ચિમ વિસ્તારમાં પોલીસે કર્યા દારૂનું કટિંગ સુપડા સાફ

author img

By

Published : Feb 24, 2023, 3:03 PM IST

અમદાવાદના પોલીસ વિભાગે બે જગ્યા પર દરોડા પાડીને દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે. શહેરના પશ્ચિમ અને પુર્વ વિસ્તારમાંથી પોલીસ વિભાગે લાખોની કિંમતોનો દારુનો મુદામાલ કબ્જે કર્યો છે. જોકે, એક જગ્યાએથી 7 જેટલા ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Ahmedabad Crime : પૂર્વ, પશ્ચિમ વિસ્તારમાં પોલીસે કર્યા દારૂનું કટિંગ સુપડા સાફ
Ahmedabad Crime : પૂર્વ, પશ્ચિમ વિસ્તારમાં પોલીસે કર્યા દારૂનું કટિંગ સુપડા સાફ
અમદાવાદના પૂર્વ પશ્ચિમ બન્ને વિસ્તારમાં દારૂનું કટિંગ ઝડપાયું

અમદાવાદ : સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબીની સાથો સાથ ક્રાઈમ બ્રાન્ચ પણ દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહીમાં જોડાઈ છે. જેના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચે બે દિવસમાં બે જગ્યાઓ પરથી દારૂનું કટિંગ ઝડપી પાડી લાખોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં એક કેસ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં જ્યારે અન્ય કેસ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે.

શું છે સમગ્ર મામલો : અમદાવાદના પોલીટેકનિક કમ્પાઉન્ડ પાસેથી બે ક્રાઈમ બ્રાન્ચે દારૂનું કટિંગ કરતા બુટલેગરની ધરપકડ કરી હતી. જેમાં રાણીપનો બુટલેગર રાજસ્થાનથી પાયલોટીંગ સાથે દારૂ અમદાવાદ લાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. સાથે જ ઓર્ગેનિક વસ્તુના ડબ્બામાં દારૂની હેરાફેરી સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે વિભાગે એક બુટલેગરની ધરપકડ કરી 1,400 બોટલ દારૂ કબ્જે કર્યો છે. જ્યારે ફરાર અન્ય 7 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

13.43 લાખની કિંમતનો મુદ્દામાલ : ક્રાઈમ બ્રાંચે દારુ અને વાહનો સહિત 13.43 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે જીતેન્દ્ર ઉર્ફે જીતુ જયઅંબે રાવળને ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે દરોડા કરતા 7 બુટલેગર ભાગી છુટ્યા હતા. જેથી પોલીસે બે કાર, રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે બુટલેગરો રાજ્સ્થાનથી દારૂ અમદાવાદ સુધી લાવવા માટે પાયલોટીંગની મદદ લેતા હતા. આ ગુનામાં બાદરસિંહ વાઘેલા, ગુલાબસિંહ વાઘેલા, લક્ષ્મણરાવ દેવાસી, આનંદપાલસિંહ દેવડા, ચેતન માળી, બબલુ ક્રિશ્વિયન આ ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું. તેવામાં જે ડબ્બામાં દારૂની બોટલો આવતી હતી. તે ડબ્બા ક્યાંથી અને કેવી રીતે બુટલેગરોને મળ્યા તે અંગે પૂછપરછ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો : Surendranagar Car Accident: રાજસ્થાનથી દારૂ ભરીને આવતી ઈકોનો અકસ્માત, રસ્તા પર રેલમછેલ

અન્ય એક જગ્યા પર દરોડા : બાદમાં ગણતરીના કલાકો બાદ ક્રાઇમ બ્રાન્ચે ઓઢવમાથી પણ દારૂનું કટિંગ ઝડપી પાડ્યું હતું. જેમાં ઝવેરી એસ્ટેટ રોડ પર આવેલા સફળ 1 એસ્ટેટ સામે દારૂનું કટિંગ ઝડપીને 540 બોટલો, 4 કાર સહિત 24 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી ભીયારામ ચૌધરી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી ભીયારામ ચૌધરી આ દારૂનો જથ્થો મોટા ભાઈ કવરરામ અને પુરારામ ચૌધરી પાસેથી મંગાવતો હતો અને પકડાઈ ન જાય તે માટે જેન્યુન ઓર્ગોનિક મેનર ખાતરની પ્લાસ્ટિકની ડોલમાં મંગાવતો હતો. આ મામલે ઝડપાયેલો આરોપી અગાઉ શાહીબાગ તેમજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ પણ વાંચો : Foreign liquor in Govt Vehicle: ગાંધીનગરની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI એ.ડી પરમારે જણાવ્યું હતું કે, અલગ અલગ બે દરોડા કરીને 37 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.