અમદાવાદઃ જાસપુરમાં મા ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ પ્રસંગ એક યાદગાર પ્રસંગ બનવા જઇ રહ્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા 431 ફૂટના ઉમિયા મંદિરના સિવાય પણ એક અન્ય વિશ્વવિક્રમ થવાનો છે, જેમાં આરાધના કરતા 11000 બહેનો જવારા યાત્રામાં ભાગ લેવાનો છે, જે એક વિશ્વવિક્રમ સ્થાપિત થશે. આ જ રીતે અંદાજિત બે દિવસમાં પાંચ લાખથી વધુ ભાવિક ભક્તો ઉમિયા ધામમાં દર્શનાર્થે પધારશે, તેમના માટે ભોજનશાળા પણ સજ્જ થઈ ગઈ છે. બે દિવસમાં અંદાજે ૧૦ લાખ જેટલા ચોખ્ખા ઘીના લાડુ અને પાંચ લાખથી વધુ મોહનથાળ તેમ જ ફૂલવડી પણ ભાવિક ભક્તો માટે તૈયાર થઇ રહી છે.
જાસપુરમાં ઉમિયાધામ શિલાન્યાસમાં બે દિવસમાં 5 લાખ ભક્તો ઉમટશે, ભોજનપ્રસાદની તૈયારીઓ જોરશોરમાં - જાસપુર ઉમિયાધામ શિલાન્યાસ
અમદાવાદના જાસપુરમાં આવતીકાલે વિશ્વના સૌથી ઊંંચા મંદિર તરીકે મા ઉમિયાધામું મંદિરનો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે, ત્યારે ઉમિયા ધામમાં શિલાન્યાસની જોરશોરથી અને ધામધૂમથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.