ETV Bharat / state

Indian Women's League : ગુજરાતમાં પ્રથમવાર ઇન્ડિયન વિમેન્સ લીગનું આયોજન, 400 ધુરંધર મહિલાઓનો પડાવ

અમદાવાદના આંગણે AIFF ના પ્રતિષ્ઠિત ઇન્ડિયન વિમેન્સ લીગ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 16 ટીમો ભાગ લઇ રહી છે. દેશની અલગ અલગ ટીમોમાં નિયમાનુસાર મહત્તમ 3 વિદેશી ખેલાડીઓ સામેલની છુટ આપવામાં આવેલી છે. ત્યારે શું છે સમગ્ર કાર્યક્રમ જુઓ.

Indian Womens Gender : ગુજરાતમાં પ્રથમવાર ઇન્ડિયન વિમેન્સ લીગનું આયોજન, 400 ધુરંધર મહિલાઓનો પડાવ

author img

By

Published : Apr 25, 2023, 10:38 PM IST

Updated : Apr 26, 2023, 10:20 AM IST

અમદાવાદ : અમદાવાદના આંગણે હીરો ઇન્ડિયન વિમેન્સ લીગ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદમાં ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનો પ્રારંભ બુધવાર 26 એપ્રિલ 2023થી થઇ રહ્યો છે. 21 મે 2023 સુધી ચાલનારી આ મહિલા ફૂટબોલ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી 16 ટીમો ભાગ લઇ રહી છે. ટુર્નામેન્ટની મેચો શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર સ્ટેડિયમ અને કાંકરિયા ટ્રાન્સસ્ટેડિયા ફૂટબોલ મેદાનો પર રમાશે.

મહિલા ફૂટબોલ ખેલાડીઓનો પડાવ : આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાતમાં પ્રથમ વખત ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના (GSFA) યજમાન પદે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી થઇ રહ્યું છે. આ ટુર્નામેન્ટના માટે અમદાવાદના આંગણે દેશની 400 જેટલી ધુરંધર મહિલા ફૂટબોલ ખેલાડીઓનો પડાવ છે. 16 ટીમોમાંથી જે ક્લબ વિજેતા થશે તેને એશિયન ફુટબોલ કન્ફેડરેશન વિમેન્સ ક્લબ ચેમ્પિયનશિપમાં રમવાની તક મળશે.

આ પણ વાંચો : Paris 2024 Olympics : પેરિસમાં 116 બોટથી ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીની ભવ્ય ઉજવણી

3 વિદેશી ખેલાડીઓ : ભારતીય સિનિયર ફૂટબોલ ટીમના સ્કાઉટ્સ તારીખો દરમિયાન હાજર રહી સારા ખેલાડીઓને પસંદ કરશે. જેમને FIFA વર્લ્ડ કપ ક્વોલિફાયર માટેની ભારતીય વિમેન્સ ફૂટબોલ ટીમમાં સામેલ થવાની તક મળી શકે છે. દેશની અલગ અલગ ટીમોમાં નિયમાનુસાર મહત્તમ 3 વિદેશી ખેલાડીઓ સામેલ કરવાની છૂટ હોવાથી આ ટુર્નામેન્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓને નેપાળ, બ્રાઝિલ, કેન્યા, ઘાના, મલેશિયા, કેમરૂન, અમેરિકા સહિતના દેશોની દમદાર ફૂટબોલ ખેલાડીઓની રમતનો લાભ પણ મળશે. GSFA વતીથી સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાની સીધી દેખરેખ હેઠળ GSFAના પદાધિકારીઓ સભ્યો અને સ્વયં સેવકો, સ્વયં સેવિકાઓની મોટી ફોજ ટુર્નામેન્ટને સફળ બનાવવા અવિરત વ્યવસ્થા સંભાળી રહી છે.

આ પણ વાંચો : Jasprit Bumrah Injury Update : બુમરાહ ક્યારે રમશે.. શંકા હજુ યથાવત, BCCI જોખમ લેવા માંગતું નથી

આ પહેલા પણ મેચ રમાય : ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 36મી નેશનલ ગેમમાં ગોલ્ડના ગોલ સાથે ગુજરાત વુમન ફૂટબોલ ટીમ મેદાનમાં ઊતરી હતી. ગુજરાતની મહિલા ફૂટબોલ ટીમે ઘર આંગણે મેડલ જીતવા માટે પૂરજોરમાં તૈયારીઓ કરી હતી. અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં વુમન ફૂટબોલની મેચો રમાય હતી.

Last Updated : Apr 26, 2023, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.