ETV Bharat / state

Ahmedabad Crime : અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

અમદાવાદ SOG દ્વારા શહેરમાં ગેરકાયદેસર રહેતા 18 બાંગ્લાદેશી નાગરિકોની કરી ધરપકડ કરી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ધટના ન બને તે માટે કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદના ઓઢવ, ચાણક્યપુરી, જનતાનગર સહિતના વિસ્તારોમાં આ બંગલાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.

Ahmedabad Crime : અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ
Ahmedabad Crime : અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા 18 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ
author img

By

Published : Jun 2, 2023, 7:11 PM IST

અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 18 બાંગ્લાદેશી નાગરિકોનો ધરપકડ

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી 20 જૂનના રોજ ગુજરાતની સૌથી મોટી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેના સંદર્ભમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા 18 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની SOG ધરપકડ કરવામાં આવી છે.

સિનિયર અધિકારી સૂચના અનુસાર શહેરના રહેતા અલગ અલગ બાંગ્લાદેશઓ પર નજર રાખવી અને કોઈપણ શંકાસ્પદ દેખાય પૂછપરછ કરવી જેના અંતર્ગત અમે 4 ટીમ બનાવી હતી. જે શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. તે સમયગાળા દરમિયાન 18 જેટલા બાંગ્લાદેશી નાગરિકો શહેરના અલગ અલગ વિસ્તારમાં ઝડપી પાડવામાં આવ્યા છે. - જયરાજસિંહ વાળા (SOG DCP)

1 વર્ષથી રહેતા હતા : આ 18 જેટલા નાગરિકો છેલ્લા 1 વર્ષથી અમદાવાદના ઓઢવમાંથી 9 નાગરિકો, વટવામાંથી 1, ઘટલોડિયામાંથી 2, દાણીલીમડામાંથી 3, ઇસનપુરમાંથી 3 બાંગ્લાદેશી નાવરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ શહેરના છુટક મજુરી કરી રહ્યા હતા. તપાસ દરમિયાન તે પહેલાં રાજ્યના અન્ય શહેરમાં પણ મજૂરી કામ કરી રહ્યા હોય તેવું સામે આવ્યું છે.

ભારતીય નાગરિકના કોઈ પુરાવા નહીં : SOG દ્વારા આ તમામ 18 નાગરિકોની પૂછપરછ દરમિયાન કોઈપણ પ્રકારના ભારતીય પુરાવા મળી આવ્યા નથી. આ ઉપરાંત કોઈ અન્ય સંગઠન સાથે સંકળાયેલ છે કે નહીં તેની તપાસ કરવામા આવી રહી છે. આ પકડાયેલા તમામ આરોપીની ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવાનું પણ સામે આવી રહ્યું છે, પરંતુ હાલ SOG દ્વારા આ તમામ નાગરિકો ડિટેઇન કરીને કોઈ અન્ય ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરવામા આવી છે. ઉલ્લેખનીય છે 20 જૂનના રોજ શહેરમાં દેશની બીજા નંબરની ભગવાન જગન્નાથ રથયાત્રા યોજાવાની છે. જેમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય ઘટના ન બને તે માટે તપાસ કરવામાં આવી રહી છે.

  1. Rath Yatra 2023: ભાવનગરમાં 38મી રથયાત્રાને લઈને તૈયારીનો દોર શરૂ, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ
  2. Rath Yatra 2023 : ભગવાન જગન્નાથ 74 વર્ષ બાદ નવા રથમાં બેસીને કરશે નગરચર્યા, રથનું કરાયું રિહર્સલ
  3. Illegal Puja : સબરીમાલાના પોન્નામ્બલામેડુમાં ગેરકાયદેસર પૂજા, બે લોકોની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.