ETV Bharat / state

Ahmedabad news : શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અને ડ્રેનેજ લાઈન લઈને AMCનો મહત્વનો નિર્ણય - AMC Illegal Construction Notice

AMC સ્ટેન્ડની કમિટીમાં આજે ગેરકાયદેસર બાંધકામની નોટિસ આપવાની પ્રક્રિયામાં સુધારો કરવાની સૂચના આપવામાં આવી છે. જેથી ગેરકાયદેસર બાંધકામ અટકાવી શકાય. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ભુવા પડવાની સમસ્યાને ધ્યાનમાં લઈને કરવા માટે આઠ ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. જેમાં 17.56 કિલોમીટર ડ્રેનેજ લાઈનને રીનોવેશન કરવામાં આવશે.

Ahmedabad news : શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અને ડ્રેનેજ લાઈન લઈને AMCનો મહત્વનો નિર્ણય

author img

By

Published : Jul 6, 2023, 7:06 PM IST

AMC સ્ટેન્ડની કમિટીમાં આજે ગેરકાયદેસર બાંધકામની નોટિસ આપવાની પ્રક્રિયા

અમદાવાદ : અમદાવાદ શહેરનો દિવસેની દિવસે વિસ્તાર વધી રહ્યો છે. શહેરમાં ગેરકાયદેસર બાંધકામ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેને લઈને કોર્પોરેશન દ્વારા તેને નોટીસ આપવામાં આવતી રહેતી હોય છે, પરંતુ તેની પ્રક્રિયા ખૂબ જ લાંબી હોવાને કારણે બાંધકામ ખૂબ મોટા પ્રમાણમાં થઈ જાય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિ અટકાવવા માટે અલગ અલગ ઝોનમાં સેલ ઉભા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે શહેરમાં ભુવા પડવાની સમસ્યાને દૂર કરવા માટે અંદાજિત 50 કરોડના મંજૂરી આપવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર કરવામાં બાંધકામની પ્રવૃત્તિઓને નોટિસ આપવામાં આવી છે. જેમાં કોમર્શિયલ કે અન્ય કોઈપણ પ્રકારના બાંધકામની નોટીસ દરેક ઝોન દ્વારા આપવામાં આવતી હોય છે, પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવો સેલ ઉભો કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સાથે ઝોનમાં સેલ ઉભો કરવામાં આવશે. જેમાં ગેરકાયદેસર બાંધકામ કરનારને નોટિસ આપવામાં આવેલી પહેલી નોટિસ મુખ્ય કચેરીએ મોકલવાની રહેશે અને મુખ્ય કચેરી દ્વારા એ નોટિસનો અમલ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરશે. - હિતેશ બારોટ (AMC, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન)

ટ્રંક લાઇનને રિહેબ કરવામાં આવશે : અમદાવાદ શહેરમાં માત્ર ચોમાસામાં જ નહીં, પરંતુ દરેક સિઝનની અંદર ભુવા પડવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભુવાઓ જોવા મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવે છે કે 40 વર્ષ ડ્રેનેજ લાઈન હોવાને કારણે બ્રેક ડાઉન થાય છે. જેના કારણે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની 17.56 કિમી ડ્રેનેજ ટ્રંક લાઇનોને રિહેબ કરવા માટે 8 ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. જે આ તમામને બદલવામાં આવશે. જ્યાં પણ જરૂર પડશે તો ત્યાં વધુ ટેન્ડર કરીને બીજી અન્ય પણ લાઈન બદલવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.

હાલમાં 9 ટ્રંક લાઇન બદલવામાં આવશે : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે 50 કરોડના ખર્ચે 17.56 કિલોમીટરની ડ્રેનેજ લાઈનને રીહેબ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં મુખ્ય લોકેશનની વાત કરવામાં આવે તો અંકુર રોડ, ઉસ્માનપુરા ગામ, પલ્લવ જંક્શન, નારણપુરા ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, મિર્ઝાપુર, ઇદગાહ ચોકડી, પ્રેમ દરવાજા અને મકતમપુરા આ જગ્યા ઉપર હાલમાં જૂની ડ્રેનેજ ટ્રંક લાઈનનો રીહેબ કરવામાં આવશે. આ તમામ જગ્યા પર ચોમાસાની સિઝન પૂર્ણ બાદ તરત જ શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત વાડીનાથ ચોક અને ફતેવાડી જેવા વિસ્તારોને પણ રિહેબ માટે ટેન્ડરો મંગાવવા આવ્યા છે.

  1. Ahmedabad Corporation: સ્માર્ટસિટી કે ભુવા નગરી? 40થી વધારે વિસ્તારમાં જમીન બેસી ગઈ
  2. Ayodhya Ram Temple: રામ મંદિરની છત તૈયાર, દરવાજાના બાંધકામ માટે મહારાષ્ટ્રથી પહોંચ્યું લાકડું
  3. Ahmedabad News: વર્લ્ડ ફ્રૂટ ઇન્ડિયાનો કાર્યક્ર્મ તે પહેલાં અમદાવાદના ગુજરાતના ઉદ્યોગપતિઓની મળી બેઠક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.