અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને કારણે અમદાવાદમાં આવેલો હાટકેશ્વર બ્રિજમાં નબળી ગુણવત્તાની માલ સામાનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાટકેશ્વર બ્રિજને લઈને જે પણ બ્રિજના ખરાબ ગુણવત્તા પાછળ જવાબદાર હતા તે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે પણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના હાટકેશ્વરનો વિવાદાસ્પદ ખરાબ ગુણવત્તાનું બ્રિજ તોડી પાડવાનો નિર્ણય AMC દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બ્રિજ બનાવવામાં કુલ નવ લોકો સામે ખોખરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. તે આરોપીઓ હવે સેશન્સ કોર્ટમાં ધરપકડથી બચવા માટે આગોતરા જામીન દાખલ કર્યો છે.
આ પણ વાંચો : Ahmedabad News : AMC ના વધુ એક બ્રિજમાં ચોંકાવનાર ખુલાસો સામે આવ્યો, ફોર લાઇન જગ્યાએ ફાઇવ લાઇન બ્રિજ તૈયાર કરાયો
AMC દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો : AMC દ્વારા જુદી જુદી સંસ્થાઓ પાસે હાટકેશ્વર બ્રિજનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. જુદી જુદી સંસ્થા તરફથી જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તે સંસ્થાના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. AMC હાટકેશ્વર બ્રિજ બનાવનાર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય લોકો સામે IPC કલમ 406 ,420, 120, (બી) અંતર્ગત આ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો : Ahmedabad News : અંતે ભ્રષ્ટાચારનો બ્રિજ તોડી પડાશે, હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવાશે, ચાર અધિકારી સસ્પેન્ડ
નવો બ્રિજ બનાવવા માટે ખર્ચ : હાટકેશ્વર બ્રિજની જે ખરાબ ગુણવત્તા હતી. તેમાં રિપોર્ટના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે, હાટકેશ્વર બ્રિજમાં પિલ્લર સિવાયનું તમામ બ્રિજ તોડી નાખવામાં આવશે. બ્રિજ તોડવાનો અને નવો બનાવવાનો ખર્ચ અજય ઇન્ફ્રા પાસેથી જ વસૂલવામાં આવશે. આ વિવાદાસ્પદ હાટકેશ્વર બીજનો કોન્ટ્રાક્ટ અજય એન્જિનિયરિંગને રૂપિયા 40 કરોડના ખર્ચે આપવામાં આવ્યો હતો, પરંતુ નબળી ગુણવત્તાને કારણે અત્યાર સુધીમાં પાંચ વખત આ બ્રિજને બંધ કરવાની ફરજ પડી છે. છેલ્લા આઠ મહિનાથી હાટકેશ્વર બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે, જે નવ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તે લોકોએ હવે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માટે અરજી કરી છે. તેની હવે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.