ETV Bharat / state

Ahmedabad Rath Yatra 2023 : રથયાત્રામાં બાબા બાગેશ્વરના ટેટુ, ભજન મંડળી મોજમાં

અમદાવાદની રથયાત્રામાં બાબા બાગેશ્વરના અનોખા ભક્તો જોવા મળ્યા છે. બાબા બાગેશ્વરના એક ટ્રકમાં બેનર પણ જોવા મળ્યા છે. તો બીજી તરફ એક ભક્ત દ્વારા પોતાના શરીર પર બાબા બાગેશ્વરનું ટેટુ દોર્યું છે.

Ahmedabad Rath Yatra 2023 : અમદાવાદની રથયાત્રામાં બાબા બાગેશ્વર ટેટુમાં દેખાયા, ભજન મંડળીમાં માહોલ જામ્યો

author img

By

Published : Jun 20, 2023, 10:33 AM IST

અમદાવાદ : જગન્નાથની 146ની રથયાત્રામાં લાખોની સંખ્યામાં જનમેદ ભગવાનની એક ઝલક નિહાળવા માટે પહોંચી છે, તેવામાં આ વખતે ભજન મંડળીમાં અલગ અલગ ટેટુ જોવા મળી રહ્યા છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા એકાદ વર્ષથી દેશભરમાં પ્રસિદ્ધ થયેલા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનો ક્રેઝ અમદાવાદની રથયાત્રામાં પણ જોવા મળ્યો છે.

ભજન મંડળીમાં માહોલ જામ્યો
ભજન મંડળીમાં માહોલ જામ્યો

અલગ અલગ ટેટુ : રથયાત્રામાં જોડાતી અલગ અલગ ભજન મંડળીઓમાં આ વખતે બાબા બાગેશ્વરનું ટેટુ, હિન્દુ રાષ્ટ્ર અને અખંડ ભારતના સ્લોગન સાથે ભજન મંડળીના ભક્તો જોવા મળ્યા છે. રથયાત્રામાં જોડાતા 101 ટ્રકમાં એક ટ્રકમાં બાબા બાગેશ્વરના બેનર પણ જોવા મળ્યા છે. સાથે જ ભજન મંડળીના ભક્તો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના અલગ અલગ સ્વરૂપનું પણ ટેટુ કરાવડાવ્યું છે.

રથયાત્રાને લઈને શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ : અમદાવાદ જમાલપુર ખાતેથી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને વહેલી સવારે ત્રણ વાગ્યાથી ભાવિ ભક્તો મંદિરે પહોંચી ગયા હતા. હાલ પણ હજુ ભક્તો સતત આવી રહ્યા છે. લોકોમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે રથયાત્રાને લઈને લોકોની સલામતી અને સુરક્ષા તેમજ ટ્રાફિકને લઈને પોલીસ વિભાગ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સરસપુરની પોળાના લોકો દ્વારા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી છે.

ભજન મંડળીમાં માહોલ જામ્યો
ભજન મંડળીમાં માહોલ જામ્યો

મંગળા આરતી : આજે ભગવાન જગન્નાથની સવારે વહેલી 4 વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. મંગળા આરતી દેશના ગૃહ પ્રધાન અમિત શાહ કરી હતી. જ્યારે પહિંદ વિધિની ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેમજ ગઈકાલે દેશ વડાપ્રધાન મોદીએ દર વર્ષની પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પ્રસાદ મોકલ્યો હતો. વડાપ્રધાને ભગવાન જગન્નાથજીને બહુ પ્રિય એવા મગ, જાંબુ, કેરી, કાકડી સહિત સુકામેવાનો પ્રસાદ મોકલ્યો છે.

  1. Ahmedabad Rath Yatra 2023: જગતના નાથ આજે નગરચર્યાએ, ભક્તો લેશે વધામણા, રંગેચંગે નીકળશે રથયાત્રા
  2. Ahmedabad Rathyatra 2023: અમિત શાહ જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે, 75 કરોડના પ્રોજેક્ટો ખુલ્લા મુકશે
  3. Valsad Rathyatra 2023: વલસાડમાં 28મી જગન્નાથ યાત્રા નીકળશે, ધાર્મિક કાર્યક્રમમાં વાતાવરણ ન બગાડવા પોલીસની અપીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.