અમદાવાદ: આવકવેરા વિભાગ ગુજરાત હેઠળના સમગ્ર કાર્યાલય દ્વારા 1થી 15 જૂન, 2020 સુધી ફરિયાદ નિવારણ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ અપીલ ઈફેક્ટ તથા કરદાતાઓની રેકટીફીકેશન અરજીઓમાં દવાઓને લગતી ફરિયાદનું ઝડપી નિવારણ કરવાનું છે.
આ સમયગાળા દરમિયાન CPGRAMS પોર્ટલ,ઈ-નિવારણ તથા અન્ય માધ્યમો દ્વારા પ્રાપ્ત ફરિયાદોને પ્રાથમિકતા આપવાનું છે. જેમાં અપીલ ઈફેક્ટ આપવા સંબંધી અનુરોધ અને રેકટીફીકેશન ઓર્ડર પાસ કરવા બાબતે અને TDS મિસમેચના કારણે ઉભી થતી માગના મામલાઓ અને વિવાદિત માગ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને તેમની બાકી ફરિયાદોના નિવારણ માટે આ પખવાડીયામાં ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી છે.