અમદાવાદ : નિવૃત્ત IPS બાવકુભાઇ જેબલિયાના પુત્ર સામે સોલા પોલીસે આખરે એક ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી નિરવ જેબલિયાએ ગાડી વેચવાનું કહી લાખો રૂપિયા પડાવી નાણાં કે ગાડી ન આપી છેતરપિંડી વિશ્વાસઘાત કરતા સોલા પોલીસે અરજી લીધી હતી. બાદમાં અરજીના કામે હવે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : થલતેજમાં રહેતા વિજય મિશ્રા કાર લે વેચનું કામ કરે છે. ગત તારીખ 26 એપ્રિલ 2023માં હાઇકોર્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા કિરણ બારોટ પણ વકીલોને ગાડી લે વેચ કરતા હોવાથી વિજયભાઇને તેમનો ફોન આવ્યો હતો. કીરણભાઇએ આ વિજયભાઇને જણાવ્યું કે, તેમના મિત્ર નિરવ બાવકુભાઇ જેબલિયાને ગાડી વેચવાની છે. જેથી વિજયભાઇ ગાડી લેનારને સાથે રાખી હાઇકોર્ટ ગયા હતા. ત્યાં નિરવ જેબલિયા આવ્યો અને તેણે ગાડી બતાવી હતી. બાદમાં નિરવ જેબલિયા સાથે 10.25 લાખમાં સોદો થયો હતો. નિરવે બે લાખ ટોકન પણ માંગ્યા હતા. જોકે તે સમયે 50 હજાર હોવાથી તે 50 હજાર ટોકન પેટે આપી તેઓ ડીલ કરી રવાના થયા હતા અને બાદમાં બીજા દોઢ લાખ આપ્યા હતા.
ધમકીઓ આપવાની ચાલુ કરી : બાદમાં તારીખ 30મી એપ્રિલ 2023ના રોજ નિરવે લોન ભરવી છે, તેમ કહી કિરણ બારોટ પાસેથી દોઢ લાખ લીધા હતા. થોડા દિવસ બાદ હપ્તો ભરવાનું કહી 73 હજાર લીધા હતા. જ્યારે ગાડી ખરીદનારે ગાડી માંગતા નિરવ જેબલિયાએ ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. નિરવે ગાડી કે 4.23 લાખ નહીં મળે તેવો રોફ મારી ધમકીઓ આપતા આખરે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવાઇ હતી. જે અરજી આધારે આખરે સોલા પોલીસે નિવૃત્ત IPSના પુત્ર નિરવ જેબલિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે અરજીના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. - જી.એસ શ્યાન (ACP, એ ડિવીઝન)
- Ahmedabad Crime : અમેરિકા જવા માટેની પરીક્ષા પાસ કરાવાના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ આચરનાર 3 શખ્સો ઝડપાયાં
- Surat Crime : રાધાકૃષ્ણ સીરિયલમાં ભીમનું પાત્ર ભજવનાર ઠગબાજ નીકળ્યો, પૈસા લઈને મુંબઈ દમણ તરફ રફુચક્કર થતો
- Vadodara Crime : વડોદરામાં ડીઝલ પંપ સંચાલકો સાથે છેતરપિંડીના સંખ્યાબંધ મામલા, ઠગાઇનો ભોગ બનનાર બોલ્યાં