અમદાવાદ: અમદાવાદ જાણે ડ્રગ્સના વેચાણનું કેપિટલ બની ગયું હોય તેમ મોટા મોટા જથ્થા પકડાઇ રહ્યા છે. પોલીસ પોતે પણ એટલી કામગીરી કરી રહી છે. એમ છતાં સતત મોટી કિંમતનું ડ્રગ્સ જડપાઇ રહ્યું છે. ફરી એક વખત શહેરમાંથી અમદાવાદ શહેરમાંથી ફરી એકવાર MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. 6,96,000 થી વધુની કિંમતનો 69 ગ્રામ 670 મિલિગ્રામ મેફેડ્રોનનો જથ્થો ઝડપાયો છે.
પ્રેસ વિજ્ઞાપ્તિમાં આપી માહિતી: આ મામલે શહેર SOG ક્રાઈમ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞાપ્તિમાં જણાવ્યા અનુસાર બાતમીના આધારે ફતેવાડી કેનાલ પાસે નૂર રેસીડેન્સી-2 આગળથી જાવેદખાન ઉર્ફે બાબા બલોચ તેમજ વસીમ અહેમદ શેખ અને સબાનાબાનુ મિર્ઝા નામના ત્રણ લોકોને પકડી પાડ્યા હતા. જેઓની તપાસ કરતાં તેઓની પાસેથી 6,96,000 થી વધુની કિંમતનો 69 ગ્રામ 670 મિલિગ્રામ મેફેડ્રોનનો જથ્થો અને અન્ય ચીજ વસ્તુઓ મળીને 7,08,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે મામલે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.
"આ ડ્રસનો જથ્થો શાહપુરના આદિલ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો અને તેમાંથી કેટલોક જથ્થો સબાના બાનુને આપ્યો હતો. સબાના બાનુ મિર્ઝાને પૂછતાં તેણે જણાવ્યું હતું કે તેની પાસેનો જથ્થો તેણે જાવેદ ઉર્ફે બાબા પાસેથી લીધો હતો અને કેટલોક જથ્થો વસીમ અહેમદ શેખને આપ્યો હોવાનું જણાવ્યું હતું. ત્રણેય આરોપીઓ છૂટકમાં આ ડ્રગ્સ વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે"--જાવેદ ઉર્ફે બાબા બલોચ (પકડાયેલા આરોપી)
બે દિવસના રિમાન્ડ: આ ગુનામાં ઝડપાયેલો જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ અગાઉ પેટલાદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં એનડીપીએસના જ ગુનામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે, જેથી સમગ્ર મામલે શહેર SOG ક્રાઇમે આરોપીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.પકડાયેલા આરોપી જાવેદખાન ઉર્ફે બાબા બલોચ દરીયાપુરનો, વસીમ અહેમદ પટવા શેરી લાલદરવાજાનો અને સબાનાબાનુ મિર્ઝા સરખેજની રહેવાસી હોવાનું સામે આવ્યું છે.