અમદાવાદ: ગુજરાતના એક યુવાને એક એવું ડિવાઇસ તૈયાર કર્યું છે જેનાથી કોઈ વ્યક્તિને કાનનો પડદો ફાટી ગયો હોય કે પછી કાનના પડદામાં કાણું હોય છતાં ડિવાઇસની મદદથી સાંભળી શકાશે. આ ડિવાઇસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં હાલ માંગમાં છે. આ ડિવાઇસની મદદથી બહેરાશની સમસ્યા વાળા બાળકો હવે અન્ય બાળકોની જેમ પણ સરળતાથી અને સારી રીતે સાંભળી શકશે.
સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રોજેક્ટ: અમદાવાદ પ્રાથમિક નગર શિક્ષણ સમિતિના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરની 459 શાળામાં આશરે 1,66,000 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કેટલાક બાળકો એવા હતા કે જે સાંભળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. કોઈ બાળક 40 ટકા કોઈ બાળક 60 ટકા તો કોઈ બાળક 90 ટકા સાંભળી શકતું ન હતું. જેના માટે રેડ ક્રોસ દ્વારા એક શ્રુતિ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. આ જ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ કોર્પોરેશનની શાળાઓમાં જે બાળકો સાંભળવાની સમસ્યા ઉદભવી રહ્યા હતા. તેવા બાળકોને હીયરીંગ બેન્ડ નિઃશુલ્ક આપવામાં આવ્યા છે.
100 થી વધુ બાળકોને હિયરિંગ બેન્ડ આપવામા આવ્યા: વધુમાં જણાવ્યું હતું કે અંદાજે 100 થી પણ વધુ બાળકોને હીયરીંગ બેન્ડ આપવામાં આવ્યા હતા. જેના કારણે બાળકો હવે સામાન્ય બાળકની જેમ પણ સરળતાથી અને સારી રીતે સાંભળી શકશે જેથી બાળકોને અભ્યાસમાં જે પણ પ્રકારની સમસ્યાઓ ઉદભવતી હતી તે હવે ઉદ્ભવશે નહીં. આ ઉપરાંત આવનાર સમયમાં G-20 નું આયોજન કરવામાં આવ્યું છે. તેના સંદર્ભમાં અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ નંબર આવનાર બાળકોને યોગ્ય ઇનામ પણ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો JEE Main 2023 જાન્યુઆરી સત્રનું પરિણામ જાહેર
દુનિયાનું એકમાત્ર ડિવાઇસ: ફાઉન્ડર રાજ શાહે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ એકમાત્ર દુનિયાનું ડિવાઇસ છે જે કોઈ બાળક કે કોઈ વ્યક્તિને કાનનો પડદો કે કાનના પડદામાં કાણું ન હોય તેવા લોકો પણ સરળતાથી આ ડિવાઇસ દ્વારા સાંભળી શકે છે. આને કાર્યની કરવાની પદ્ધતિ અન્ય ડિવાઇસ કરતા એકદમ અલગ છે. અન્ય ડિવાઇસ કાનના અંદર પહેરવામાં આવતા હોય છે. પરંતુ આ ડિવાઇસ કાનની અંદર નહીં પરંતુ કાનની બહાર લગાવવામાં આવે છે. આ દિવસથી કાનના હાડકા થી મગજ સુધી અવાજ પહોંચાડવાનું કામ કરવામાં આવે છે.
ભારત સહિત નવ દેશમાં ઉપયોગમાં લેવાય છે: વધુમાં જણાવ્યું હતું કે અમે આ ડિવાઇસનું અત્યાર સુધી 5 હજારથી પણ વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને સરકારના માધ્યમ અને અન્ય સામાજિક સંસ્થાઓની મદદથી અમુક બાળકોને નિશુલ્ક પણ આપવામાં આવે છે. અત્યાર સુધી 400થી પણ વધુ બાળકોને સરકાર અને અન્ય સામાજિક સંસ્થાઓની મદદથી નિશુલ્ક આપવામાં આવ્યા છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય નવ દેશોમાં પણ આ ડિવાઇસ ઉપયોગમાં આવી રહ્યું છે.