ETV Bharat / state

Ahmedabad Crime: ખાલિસ્તાની આતંકીઓના નામે ધમકીભર્યો મેસેજ મોકલનારા 2ની ધરપકડ, પાકિસ્તાની કનેક્શન ખૂલ્યું

અમદાવાદમાં મેચ જોવા આવનારા લોકોને ખાલિસ્તાની આતંકીઓના નામે ધમકીભર્યો મેસેજ મોકલનારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાઈબર ક્રાઈમની ટીમે બંને આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા હતા. ત્યારે આ મામલે પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું હતું.

Ahmedabad Crime: ખાલિસ્તાની આતંકીઓના નામે ધમકીભર્યો મેસેજ મોકલનારા 2ની ધરપકડ, પાકિસ્તાની કનેક્શન ખૂલ્યું
Ahmedabad Crime: ખાલિસ્તાની આતંકીઓના નામે ધમકીભર્યો મેસેજ મોકલનારા 2ની ધરપકડ, પાકિસ્તાની કનેક્શન ખૂલ્યું
author img

By

Published : Mar 14, 2023, 5:31 PM IST

સાઈબર ક્રાઈમે તપાસ શરૂ કરી

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારને ખાલીસ્તાની આતંકીના નામે ધમકી આપવા મામલે સાયબર ક્રાઈમે MPથી 2 શખ્સોની ધરપકડ કરી હતી. આ મામલે રાહુલકુમાર દ્વિવેદી અને નરેદ્ર કુશવાહ નામના શખ્સોની મધ્યપ્રદેશના સતનાથી બંનેની ધરપકડ કરવામાં આવી છે. બંને શખ્સો પાસેથી સાઈબર ક્રાઈમે 168 જેટલા સીમ કાર્ડ અને 5 રાઉટર અને 11 સિમ બોક્સ સહિત 6 જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : ક્રિકેટ નિહાળવા જતા લોકોને આતંકીઓએ આપી ધમકી, પોલીસે તપાસનો કર્યો ધમધમાટ

આરોપી રાહુલ ટેક્નોલોજીનો જાણકારઃ આ મામલે પકડાયેલા આરોપીઓમાં રાહુલ દ્વિવેદી ટેક્નિકલી જાણકાર છે. એટલે તેણે આ ગુનો આચરવા આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરતો હતો અને છેલ્લા એક વર્ષથી તેઓ એક જગ્યા ભાડે રાખીને આ ગેરકાયદેસર કામ કરતા હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, આ સમગ્ર મામલે અલગઅલગ 2 જગ્યાઓ પર ચાલતા ટેલિફોન એક્સચેન્જ પર સાયબર ક્રાઈમે રેડ કરી બંને શખ્સોની ધરપકડ કરી છે.

ક્રાઈમબ્રાન્ચે દાખલ કરી હતી જાણવાજોગઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ મેચ જોવા માટે જઈ રહેલા લોકોને ખાલિસ્તાની આતંકીઓએ ઘરમાં રહો, સુરક્ષિત રહોના પ્રિરેકોર્ડેડ મેસેજ કરીને ધમકીઓ આપી હોવાની બાબત સામે આવી હતી. આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પ્રિરેકોર્ડેડ મેસેજ ટ્રેસ કરીને જાણવાજોગ દાખલ કરી હતી.

પ્રેક્ષકોની સુરક્ષામાં વધારો કરાયોઃ મહત્વનું છે કે, આ પ્રકારની પ્રિરેકોર્ડેડ ધમકીઓ મળતા ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમના ખેલાડીઓ સહિત સ્ટેડિયમમાં આવનારા તમામ પ્રેક્ષકોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. શહેર ક્રાઈમબ્રાન્ચે જાણવાજોગ દાખલ કર્યા બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ ઉપર હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મેચ નિહાળવા આવ્યા તે પહેલા જ આ રેકોર્ડેડ મેસેજ રાજ્યમાં અનેક લોકોને કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો.

આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિતનો સામાન કબજે કરાયો

પાકિસ્તાની કનેક્શનઃ અમેરિકા સ્થિત ખાલીસ્તાની આતંકી ગુરૂપતવંતસિંહના પન્નુના અવાજમાં રેકોર્ડ થયેલા મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અનેક ઉચ્ચારણો કરીને ગુજરાતના લોકોને ઘરમાં રહો, સુરક્ષિત રહો તે પ્રકારે અંગ્રેજીમાં મેસેજ કરવામાં આવ્યો છે. આ મેસેજ રાજ્યના અલગઅલગ જિલ્લાના લોકોને ફોન કરીને સંભળાવવામાં આવ્યો હતો. તો શહેર ક્રાઈમબ્રાન્ચે આ મેસેજને ટ્રેસ કરીને તપાસ શરૂ કરી હતી, ત્યારે આ મેસેજ પાકિસ્તાન બેઈઝ્ડ ખાલિસ્તાની ગૃપના લોકોનું ષડયંત્ર હોવાનો ખૂલાસો થયો છે. આ મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વાઈરલ કરવામાં આવ્યો હતો, જેમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના નામજોગ સંબોધન પણ જોવા મળ્યું હતું.

પોલીસની બાજ નજરઃ ગુજરાત પોલીસે આ સમગ્ર મેસેજને પગલે ખાસ કાર્યવાહી કરી હતી. જ્યારે ખાલિસ્તાની આતંકીઓને ISIનું સમર્થન હોવાથી સ્લીપર સેલ મેચ દરમિયાન કોઈ ઘટનાને અંજામ ન આપે તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ મામલે ગુજરાત ATS, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ અને સ્પેશિયલ ઑપરેશન ગૃપ SOG અને સાઈબર ક્રાઈમે અલગઅલગ રીતે તપાસ શરૂ કરી સોશિયલ મીડિયા ઉપર પણ ખાસ બાજ નજર રાખવાની શરૂ કરી હતી. તેમ જ દેશવિરોધી માનસિકતા ધરાવતા લોકો ઉપર પણ ખાસ નજર રાખવામાં આવી હતી.

NIA સહિતની એજન્સીઓએ આરોપીની પૂછપરછ કરીઃ આ વાઈરલ મેસેજમાં ખાલિસ્તાની આતંકી ગુરૂપતસિંહ પન્નુએ આગામી દિવસોમાં અમૃતસરમાં યોજાવવા જઈ રહેલી G20ની પણ સમિટ અંગે ધમકી આપી હતી. તેને પગલે દેશભરની સુરક્ષા એજન્સીઓએ સમિટની સુરક્ષા સમીક્ષા શરૂ કરી છે. જોકે, આ મામલે પકડાયેલા આરોપીનો કોઈ રોલ છે કે, કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે NIA સહિતની એજન્સીઓએ બંને આરોપીની પૂછપરછ કરી હતી, જે બાદ આરોપીઓ સાઈબર ક્રાઈમને સોંપાતા આરોપીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. સાથે જ બંને સામે સાઈબર ક્રાઈમે UAPA (Unlawful Activities Prevention Act) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આરોપીઓ મોકલતા ધમકીભર્યા મેસેજઃ ઝકડાયેલા આરોપીઓમાં રાહુલકુમાર હરિહરપ્રસાદ દ્વિવેદીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે આરોપી નરેન્દ્ર ઓમપ્રકાશ કુશવાહે ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાતમાં જે અલગઅલગ લોકોને ધમકીભર્યા પ્રિરેકોર્ડેડ મેસેજ ઓડિયો મોકલવામાં આવ્યા હતા. તે આ આરોપીઓ દ્વારા મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

થયા અનેક ખુલાસાઃ આ મામલે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમની પાસેથી 11 સીમ બોક્સ મશીન મળી આવ્યા હતા. તેમ જ અન્ય બાબતે આ ગુનામાં પકડવાના બાકી મોસીન નામના વ્યક્તિ પાસેથી એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં સિમ બોક્સ ખરીદી મધ્યપ્રદેશ રાજ્યના સતના શહેર તેમ જ રિવા શહેરમાં ભાડે મકાન રાખી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઊભું કર્યું હતું, જેમાં 32 પોર્ટના 11 સિમ બોક્સ લગાવ્યા હોવાનો ખુલાસો થયો છે.

સાઈબર ક્રાઈમે તપાસ શરૂ કરીઃ મહત્વનું છે કેસ ગુરુપતવંતસિંહ પન્નુને વર્ષ 2020માં ભારત દેશના ગૃહ વિભાગ દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તેમજ તેના સંગઠન શીખ ફૉર જસ્ટિસને વર્ષ 2019માં આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આરોપીઓને ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે તેવું જાણવા છતાં આ પ્રવૃત્તિ કરતા હતા. ત્યારે બંને આરોપીઓએ અત્યાર સુધીમાં 1,100 વધુ સીમકાર્ડનો ઉપયોગ જુદા જુદા ઓર્ગેનાઇઝ ક્રાઈમને અંજામ આપવાના ઉદ્દેશ્યથી કર્યો છે અને આ મામલે અલગ અલગ મુદ્દે સાઈબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે

આ પણ વાંચોઃ Ahmedabad Crime : ધર્મ પરિવર્તન, મારી નાખવાની ધમકી આપનાર વિધર્મી પતિ સહિત 3ની ધરપકડ

આતંકી ગુરૂપતવંતસિંહ સાથે આરોપીઓના સંબંધ અંગે થશે તપાસઃ આ અંગે અમદાવાદ શહેર પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ યાદવે જણાવ્યું હતું કે, હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના ગુરૂપતવંતસિંઘ પન્નુ સાથેના શુ સંબંધો છે. તેમ જ તેમણે આ કૃત્ય કયા હેતુથી કર્યું છે. તે તમામ દિશામાં આરોપીઓની તપાસ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.